ashwini vaishnaw Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ashwini-vaishnaw/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 15:20:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ashwini vaishnaw Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ashwini-vaishnaw/ 32 32 વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી https://www.gujaratinside.com/2025/09/23/vande-bharat-sleeper-train-launch-october/ https://www.gujaratinside.com/2025/09/23/vande-bharat-sleeper-train-launch-october/#respond Tue, 23 Sep 2025 15:10:29 +0000 https://www.gujaratinside.com/?p=19968 દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે. અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ...

The post વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે.

અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

મંત્રીએ જણાવ્યું કે બીજી ટ્રેનનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને 15 ઓક્ટોબર 2025 સુધી તેને તૈયાર કરવાની આશા છે. બંને ટ્રેન તૈયાર થયા બાદ જ વંદે ભારત સ્લીપરને ઓક્ટોબરમાં જ લોન્ચ કરવામાં આવશે.

જોકે, હજુ સુધી ટ્રેન કયા રૂટ પર દોડશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે આરંભમાં નવી દિલ્હી અને પટના વચ્ચે દોડવાની શક્યતા છે, ખાસ કરીને બિહારમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની તૈયારીના કારણે.

વંદે ભારત સ્લીપર ટ્રેન વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને તેનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે ટ્રાયલ 180 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

તે ઉપરાંત, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પંજાબ અને હરિયાણામાં નવનિર્મિત રેલવે પ્રોજેક્ટ્સ અંગે પણ માહિતી આપી.

રાજપુરા-મોહાલી 18 કિલોમીટર લાંબી લાઈન ચંદીગઢને અંબાલા-અમૃતસર મુખ્યલાઈન સાથે જોડશે. દિલ્હીફિરોઝપુર રૂટ પર વંદે ભારત ટ્રેનની દોડ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે ફરીદકોટ, ભટિંડા, ધુરી, પટિયાલા, અંબાલા, કુરૂક્ષેત્ર અને પાનીપત સ્ટેશનોને આવરીને 486 કિ.મીનું અંતર માત્ર 6 કલાક 40 મિનિટમાં કાપશે.

 

The post વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/vande-bharat-sleeper-train-launch-october/feed/ 0
રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/ https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/#respond Thu, 21 Aug 2025 13:38:56 +0000 https://www.gujaratinside.com/?p=16874 રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન...

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન પર વધારાનો ચાર્જ લેવામાં આવશે. પરંતુ વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તે દાયકાઓ પહેલાંથી નક્કી કરાયેલા નિયમ મુજબ છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જુદા જુદા કોચ માટે મફત સામાનની મર્યાદા અલગ છે — ફર્સ્ટ ક્લાસ એસી માટે 70 કિલો, એસી સેકન્ડ ક્લાસ માટે 50 કિલો અને થર્ડ એસી તેમજ સ્લિપર ક્લાસ માટે 40 કિલો સુધી મફત મર્યાદા છે. જો તેનાથી વધારે સામાન હશે તો બુકિંગ કરાવવું પડશે. ઉપરાંત, જનરલ ટિકિટ પર મુસાફરી કરતી વખતે મફત મર્યાદા 35 કિલો સુધી રહેશે.

ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ સહિતના કેટલાક સ્ટેશનો પર સામાનના વજન ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક લગેજ મશીન લગાવવાની યોજના જાહેર કરી હતી. જો બેગના કદમાં અતિરેક હશે તો દંડ વસૂલવાનો પણ ઉલ્લેખ અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.

જોકે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ તમામ અહેવાલોને રદ કરી સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી અને મુસાફરો પર વધારાના સામાન માટે કોઈ દંડ લાગુ નહીં થાય.

 

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/feed/ 0
ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-passed-betting-now-punishable-offense/ https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-passed-betting-now-punishable-offense/#respond Wed, 20 Aug 2025 13:48:14 +0000 https://www.gujaratinside.com/?p=16829 ભારતમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના અમલથી સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ અને તેનું માર્કેટિંગ કરનાર સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી સરળ બનશે. હાલ દેશભરમાં આશરે 22 કરોડ યુઝર્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 11 કરોડ યુઝર્સ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે...

The post ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના અમલથી સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ અને તેનું માર્કેટિંગ કરનાર સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી સરળ બનશે. હાલ દેશભરમાં આશરે 22 કરોડ યુઝર્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 11 કરોડ યુઝર્સ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ બિલ રજૂ કરતા જણાવ્યું કે, ગત 11 વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઝડપથી પ્રસાર થયો છે, જેના કારણે દેશની નવી ઓળખ બની છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ આગળ વધ્યો છે. તેમણે જણાવ્યું કે ગેમિંગ સેક્ટરમાં ત્રણ મુખ્ય સેગમેન્ટ છે – ઇ-સ્પોર્ટ્સ, ઓનલાઇન સોશિયલ ગેમ્સ અને ઓનલાઇન મની ગેમ્સ. જ્યાં ઇ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગ શૈક્ષણિક તથા સ્ટ્રેટેજિક થિંકિંગ વધારવામાં મદદરૂપ છે, ત્યાં ઓનલાઇન મની ગેમ્સ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે.

વૈષ્ણવે જણાવ્યું કે અનેક લોકો ઓનલાઈન મની ગેમ્સના કારણે એડિક્શનનો શિકાર બન્યા છે, પોતાની જીવનભરની કમાણી અને બચત ગુમાવી દીધી છે. આ ગેમ્સમાં ફ્રોડ, ચીટિંગ અને ઓપેક અલ્ગોરિધમ્સના કારણે હાર નક્કી થઈ જાય છે. કર્ણાટકમાં માત્ર 31 મહિનામાં 32 સુસાઇડના કેસ નોંધાયા છે, જેનાથી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે. ઉપરાંત મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ જેવા જોખમો પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડરને નવી બીમારી તરીકે જાહેર કરી છે.

આ બિલ મુજબ ઇ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવાના આયોજન સાથે ઓથોરિટી રચાશે, જ્યારે ઓનલાઇન મની ગેમ્સ પર કડક નિયંત્રણ રહેશે. કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગ અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. જો કે, વિપક્ષના હોબાળાના કારણે ચર્ચા વગર આ બિલ ધ્વનિમતથી પસાર કરાયું છે અને લોકસભાની કાર્યવાહી 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે.

 

The post ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-passed-betting-now-punishable-offense/feed/ 0