Bail Hearing Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bail-hearing/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 06:03:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bail Hearing Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bail-hearing/ 32 32 સુરત દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન પર હાઇકોર્ટમાં સુનાવણી https://www.gujaratinside.com/2025/09/02/asaram-temporary-bail-surat-crime-case/ https://www.gujaratinside.com/2025/09/02/asaram-temporary-bail-surat-crime-case/#respond Tue, 02 Sep 2025 09:22:53 +0000 https://www.gujaratinside.com/?p=18077 સુરત: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે, ત્યારે હંગામી જામીનને લઈને આજે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. 86 વર્ષીય આસારામની તબિયતને કારણે ગુજરાત હાઇકોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યો હતો, જે આજે પૂર્ણ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામની જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી અને...

The post સુરત દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન પર હાઇકોર્ટમાં સુનાવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરત: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે, ત્યારે હંગામી જામીનને લઈને આજે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. 86 વર્ષીય આસારામની તબિયતને કારણે ગુજરાત હાઇકોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યો હતો, જે આજે પૂર્ણ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામની જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી અને સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો, જેના અનુસંધાનમાં તેમણે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કર્યું હતું.

આસારામની જામીન અગાઉ પણ ઘણી વાર લંબાઈ છે. ગુજરાત હાઇકોર્ટે 27 જૂને તેને 7 જુલાઈ સુધી જામીન લંબાવ્યો, ત્યારબાદ 3 જુલાઈએ એક મહિનો અને 6 ઓગસ્ટે ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા.

રાજસ્થાન હાઇકોર્ટે 27 ઓગસ્ટે આસારામની જામીન અરજી નકારી દીધી હતી અને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ તેની તબિયત એટલી ગંભીર નથી કે જામીન લંબાવવામાં આવે. તેમ છતાં, તેને વ્હીલચેર અને એક સહાયક રાખવાની છૂટ આપવામાં આવી હતી.

 

The post સુરત દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન પર હાઇકોર્ટમાં સુનાવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/asaram-temporary-bail-surat-crime-case/feed/ 0