Bandipora Encounter Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bandipora-encounter/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 12:25:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bandipora Encounter Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bandipora-encounter/ 32 32 જમ્મુ-કાશ્મીર: બાંદીપોરા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ https://www.gujaratinside.com/2025/08/28/bandipora-encounter-two-terrorists-killed-infiltration-foiled/ https://www.gujaratinside.com/2025/08/28/bandipora-encounter-two-terrorists-killed-infiltration-foiled/#respond Thu, 28 Aug 2025 12:25:05 +0000 https://www.gujaratinside.com/?p=17593 જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ભારતીય સેનાએ વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઢેરી પાડ્યા છે. સેનાના જણાવ્યા મુજબ, આ સંયુક્ત ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું. ગોળીબારમાં બે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે વિસ્તારમાં હાલ...

The post જમ્મુ-કાશ્મીર: બાંદીપોરા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ભારતીય સેનાએ વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઢેરી પાડ્યા છે. સેનાના જણાવ્યા મુજબ, આ સંયુક્ત ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું. ગોળીબારમાં બે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે વિસ્તારમાં હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

ગુરેજ સેક્ટરમાં થયેલી આ કામગીરી તાજેતરના દિવસોમાં ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ થવાનો ઉદાહરણ છે. ત્રણ દિવસ પહેલાં જ બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી નજીક હલચલ જોવા મળી હતી, જેમાં 13 ઓગસ્ટે ગોળીબારમાં એક જવાન શહીદ થયા હતા.

 

The post જમ્મુ-કાશ્મીર: બાંદીપોરા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/bandipora-encounter-two-terrorists-killed-infiltration-foiled/feed/ 0