Bharuch news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bharuch-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 10:06:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bharuch news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bharuch-news/ 32 32 ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં વિવાદ: લવ સ્ટોરી ભણાવવાનો આક્ષેપ પાયાવિહોણો, પ્રિન્સીપાલનો જવાબ https://www.gujaratinside.com/2025/09/19/bharuch-station-road-school-controversy/ https://www.gujaratinside.com/2025/09/19/bharuch-station-road-school-controversy/#respond Fri, 19 Sep 2025 10:25:25 +0000 https://www.gujaratinside.com/?p=19606 ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે. વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો...

The post ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં વિવાદ: લવ સ્ટોરી ભણાવવાનો આક્ષેપ પાયાવિહોણો, પ્રિન્સીપાલનો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે.

વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો બાળકોના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર પડશે.

પૂર્વ વિદ્યાર્થી શીતલ વાઘેલાએ પણ આક્ષેપ કર્યો કે પ્રિન્સીપાલ શાળાના શિક્ષકો સામે અફવા ફેલાવે છે અને તેમને માનસિક હેરાનગતિ કરે છે. વાલીઓએ જણાવ્યું કે શિક્ષણના વાતાવરણમાં અવરોધ ઉભા કરનાર જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવે.

પ્રિન્સીપાલ માયા જાદવે પોતાને લગતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી દીધા છે. તેમણે જણાવ્યું કે શાળાના કેટલાક જૂના શિક્ષકો ગેરરીતિ કરીને સરકારની સ્વાધ્યાય પોથીનું વેચાણ કરે છે અને મેં આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી.

તેમની માને તો આ આખો વિવાદ તેમના વિરોધમાં ઊભો કરવામાં આવ્યો છે જેથી સાચા મુદ્દાઓ છુપાઈ જાય.

 

The post ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં વિવાદ: લવ સ્ટોરી ભણાવવાનો આક્ષેપ પાયાવિહોણો, પ્રિન્સીપાલનો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bharuch-station-road-school-controversy/feed/ 0
ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ https://www.gujaratinside.com/2025/09/14/bharuch-dairy-election-bjp-suspension/ https://www.gujaratinside.com/2025/09/14/bharuch-dairy-election-bjp-suspension/#respond Sun, 14 Sep 2025 15:50:05 +0000 https://www.gujaratinside.com/?p=19372 આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપમાં રાજકારણ ગરમાવી ગયું છે. પાર્ટીએ ચૂંટણી પહેલા 6 સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સભ્યોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સસ્પેન્ડ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી...

The post ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપમાં રાજકારણ ગરમાવી ગયું છે. પાર્ટીએ ચૂંટણી પહેલા 6 સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સભ્યોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સસ્પેન્ડ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી ચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના ત્રણ સભ્યો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 સભ્યોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા.

પરંતુ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા 6 સભ્યોને પાર્ટીએ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમજ મેન્ડેટવાળા બે સભ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના સભ્યો શાંતાબેન પટેલ અને નટવરસિંહ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા હેમંતસિંહ રાજ, જગદીશ પટેલ, જિગ્નેશ પટેલ અને વિનોદ પટેલને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

19 સપ્ટેમ્બર પહેલાં ભાજપ દ્વારા લેવામાં આવેલા આ પગલાંના કારણે ભરૂચના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિ વધુ તેજ થઈ ગઈ છે.

 

The post ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/bharuch-dairy-election-bjp-suspension/feed/ 0
પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/ https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/#respond Sat, 23 Aug 2025 11:04:35 +0000 https://www.gujaratinside.com/?p=17039 ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે. બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની...

The post પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે.

બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની તરફ જવાના માર્ગ પર કન્ટેનરને અટકાવ્યું હતું. ચાલકે કન્ટેનરમાં ફક્ત ઇલેક્ટ્રોનિક સામાન હોવાનું જણાવી રૂ.33,10,064નું બિલ બતાવ્યું, પરંતુ તપાસમાં દારૂના કાટમાળનો મોટો જથ્થો મળી આવ્યો. કન્ટેનરમાં રૂ.15,27,420ની કિંમતનો દારૂ તથા અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ રૂ.68,47,484નો મુદામાલ કબજે થયો હતો.

ચાલકે કબૂલાત કરી કે ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપુતે તેને દારૂના ટ્રાન્સપોર્ટ માટે પ્રતિ ટ્રિપ રૂ.20-25 હજાર આપવાની ઓફર કરી હતી. તેણે ભિવંડીથી ઇલેક્ટ્રોનિક સામાન ભરી તલાશરી બોર્ડર પહોંચ્યા બાદ સેલવાસમાં ચેતનભાઈ પાસેથી દારૂનો જથ્થો લીધો હતો. ત્યારબાદ પાનોલી પહોંચતાં પોલીસની હિલચાલ જોતા ગોપાલસિંહ અને કારચાલક ફરાર થઈ ગયા હતા.

 

The post પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/feed/ 0