Bhavnagar news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bhavnagar-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 11:14:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bhavnagar news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bhavnagar-news/ 32 32 ભાવનગર મહુવાના દરિયામાં ડૂબકી લગતા બે યુવકોમાં એકનો બચાવ, એકનું મોત https://www.gujaratinside.com/2025/09/03/bhavnagar-mhuva-drowning-incident/ https://www.gujaratinside.com/2025/09/03/bhavnagar-mhuva-drowning-incident/#respond Wed, 03 Sep 2025 11:14:12 +0000 https://www.gujaratinside.com/?p=18222 ભાવનગર જિલ્લાના મહુવાના દરિયામાં બુધવારે (3 સપ્ટેમ્બર) બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે. સ્થાનિક તરવૈયાઓ અને SRD જવાનની મદદથી બંનેને બહાર કઢવામાં આવ્યા, જેમાં એકનો જીવ બચી ગયો, જ્યારે યોગેશ મગાનભાઈ ચૌહાણ (ઉંમર 35 વર્ષ)નું દુર્ભાગ્યવશ મોત નિપજ્યું. માહિતી પ્રમાણે, મહુવાના ભવાની મંદિરની શાન્તિ કાર્યક્રમ સાથે જોડાયેલ લોકો દરિયા બીચ પર સ્નાન માટે ગયા...

The post ભાવનગર મહુવાના દરિયામાં ડૂબકી લગતા બે યુવકોમાં એકનો બચાવ, એકનું મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાવનગર જિલ્લાના મહુવાના દરિયામાં બુધવારે (3 સપ્ટેમ્બર) બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે. સ્થાનિક તરવૈયાઓ અને SRD જવાનની મદદથી બંનેને બહાર કઢવામાં આવ્યા, જેમાં એકનો જીવ બચી ગયો, જ્યારે યોગેશ મગાનભાઈ ચૌહાણ (ઉંમર 35 વર્ષ)નું દુર્ભાગ્યવશ મોત નિપજ્યું.

માહિતી પ્રમાણે, મહુવાના ભવાની મંદિરની શાન્તિ કાર્યક્રમ સાથે જોડાયેલ લોકો દરિયા બીચ પર સ્નાન માટે ગયા હતા. આ દરમિયાન બે યુવકો દરિયામાં ડૂબી ગયા. તાત્કાલિક કાર્યવાહી કરાઇ અને એકને બચાવી લેવામાં આવી, જ્યારે મૃતકનું મૃતદેહ પીએમ માટે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું.

આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોક ફેલાવ્યો છે, અને પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા દરિયાકાંઠે સાવચેતીઓ વધારવામાં આવી છે.

 

The post ભાવનગર મહુવાના દરિયામાં ડૂબકી લગતા બે યુવકોમાં એકનો બચાવ, એકનું મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/bhavnagar-mhuva-drowning-incident/feed/ 0
ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ https://www.gujaratinside.com/2025/08/20/bhavnagar-rain-mahuva-flood/ https://www.gujaratinside.com/2025/08/20/bhavnagar-rain-mahuva-flood/#respond Wed, 20 Aug 2025 09:28:03 +0000 https://www.gujaratinside.com/?p=16783 સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે...

The post ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે ગામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના તેજ પ્રવાહ વચ્ચે અવરજવર અશક્ય બની ગઈ હતી.

આ વચ્ચે ગુંદરણી ગામના શીવાભાઈ સોલંકી નામના વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને તેઓ ચાર કલાક સુધી અટવાયેલા રહ્યા. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીને કારણે શીવાભાઈને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જેને કારણે ગામજનો અને તંત્રને રાહતનો શ્વાસ મળ્યો. સાથે જ, ટ્રેક્ટરની મદદથી અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

આ સિવાય, ઠાંસા ગામમાં પણ જળબંબાકાર સર્જાયો છે. અહીં ભારે વરસાદના કારણે મકાનો અને મંદિરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

 

The post ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/bhavnagar-rain-mahuva-flood/feed/ 0
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/15/bhavnagar-ahmedabad-highway-accident-one-dead-15-injured/ https://www.gujaratinside.com/2025/08/15/bhavnagar-ahmedabad-highway-accident-one-dead-15-injured/#respond Fri, 15 Aug 2025 09:41:01 +0000 https://www.gujaratinside.com/?p=16335 ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત...

The post ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માત પછી તાત્કાલિક સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ ટેન્કર ચાલકની શોધ માટે તપાસ હાથ ધરાઈ રહી છે.

 

The post ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/bhavnagar-ahmedabad-highway-accident-one-dead-15-injured/feed/ 0