#BhupeshBaghel Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bhupeshbaghel/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 18 Jul 2025 16:18:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #BhupeshBaghel Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bhupeshbaghel/ 32 32 દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ https://www.gujaratinside.com/2025/07/18/eds-major-action-in-liquor-scam-case-former-cm-bhupesh-baghels-son-chaitanya-arrested/ https://www.gujaratinside.com/2025/07/18/eds-major-action-in-liquor-scam-case-former-cm-bhupesh-baghels-son-chaitanya-arrested/#respond Fri, 18 Jul 2025 16:18:46 +0000 https://www.gujaratinside.com/?p=14876 છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે....

The post દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે. આજે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ચૈતન્યનો જન્મદિવસ પણ છે.

EDની 3 ટીમો આજે સવારે લગભગ 6:30 વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે પહોંચી હતી. આ દરમિયાન CRPFએ આખા ઘરને ઘેરી લીધું હતું. ED અધિકારીઓનું માનીએ તો, દારૂ કૌભાંડમાં પુરાવા મળ્યા બાદ PMLA હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રીએ EDની કાર્યવાહી અંગે આજે X પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે આજે વિધાનસભાના છેલ્લા દિવસે અદાણી માટે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો ઉઠાવવાનો હતો, તે પહેલાં સાહેબે EDને ઘરે મોકલી દીધું છે.

3200 કરોડ રૂપિયાનું છે દારૂ કૌભાંડ

ED ની તપાસ મુજબ તત્કાલીન આબકારી મંત્રી કવાસી લખમા, વિભાગીય સચિવ અનિલ તુટેજા, MD એપી ત્રિપાઠી અને દારૂના વેપારીઓ અરવિંદ સિંહ અને અનવર ઢેબરે એક સિન્ડિકેટ બનાવ્યું હતું. આ સમય દરમિયાન આબકારી નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નકલી હોલોગ્રામનો ઉપયોગ કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તત્કાલીન મંત્રી કવાસી લખમા અને ઘણા IAS અધિકારીઓ હાલમાં આ કેસમાં જેલમાં છે. EOW અનુસાર આ કૌભાંડ લગભગ 3200 કરોડ રૂપિયાનું છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે સરકારે 22 આબકારી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. EOW આ મામલાની તપાસ કરી રહી છે. EOW તપાસ મુજબ, અધિકારીઓએ સિન્ડિકેટ સાથે મળીને લગભગ 88 કરોડ રૂપિયા કમાયા હતા.

The post દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/eds-major-action-in-liquor-scam-case-former-cm-bhupesh-baghels-son-chaitanya-arrested/feed/ 0
લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/ https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/#respond Fri, 18 Jul 2025 04:33:07 +0000 https://www.gujaratinside.com/?p=14855 છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો...

The post લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે અને તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોના મુદ્દા પર ચર્ચા કરવી હતી. એટલે ‘સાહેબે’ મારા ભિલાઈ નિવાસસ્થાને ED મોકલી દીધી છે.”

કૌભાંડમાં ચોંકાવનારા નાણાંકીય વ્યવહારો

છત્તીસગઢના આ એક્સાઈઝ કૌભાંડની રકમ હાલમાં 2100 કરોડથી વધીને અંદાજે 3200 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ED અને અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસમાં વ્યસ્ત છે.

આ પહેલાં મંગળવારે (15 જુલાઈ) હોટેલ વ્યવસાયી વિજય અગ્રવાલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગોવા અને દિલ્હી સહિત વિવિધ સ્થળોએ તપાસ દરમિયાન 70 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. વિજય અગ્રવાલને ભૂપેશ બઘેલનો નિકટવર્તી માનવામાં આવે છે.

રાજકીય આરોપો

વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે થયેલી આ કાર્યવાહી રાજકીય નાણાંકીય દબાણની શક્યતા તરફ ઇશારો કરે છે. ભૂપેશ બઘેલે આરોપ લગાવ્યો છે કે વૃક્ષો કાપવાના મુદ્દાને દબાવવા માટે સરકાર દ્વારા EDને વાપરવામાં આવી રહી છે.

આ કેસ સાથે જોડાયેલી તપાસ ચાલી રહી છે અને EDની આગામી કાર્યવાહી પર તમામ રાજકીય દળોની નજર છે.

The post લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/feed/ 0