Bihar Elections 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-elections-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 17 Sep 2025 11:44:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bihar Elections 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-elections-2025/ 32 32 પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/ https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/#respond Wed, 17 Sep 2025 12:40:13 +0000 https://www.gujaratinside.com/?p=19495 બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે. આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા...

The post પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે.

આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા તેમના સપનામાં આવીને વાતચીત કરતી બતાવવામાં આવી હતી. ભાજપે આ વીડિયો સામે તીખી પ્રતિક્રિયા આપી હતી.

ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર આકરી ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસ ફરી એકવાર પીએમ મોદીની માતાનો અપમાન કરી રહી છે. તેમણે જણાવ્યું, “આ હવે ગાંધીની કોંગ્રેસ નથી, પરંતુ અપમાન કરતી કોંગ્રેસ બની ગઈ છે.”

ભાજપના નેતા શાહનવાઝ હુસૈને પણ કોંગ્રેસને આ વીડિયો બદલ માફી માંગવાની માંગ કરી અને કહ્યું કે કોંગ્રેસે પીએમ મોદીની માતાનો અપમાન કર્યો છે, જે હવે આ દુનિયામાં નથી.

પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પણ પીએમ મોદીને પત્ર લખીને આ વીડિયોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટેકનોલોજીના દુરુપયોગનો ઉલ્લેખ કર્યો અને આવા AI વીડિયોના ઉપયોગ પર નિયંત્રણ માટે નિયમો ઘડવાની માંગ કરી.

તેમણે જણાવ્યું કે વીડિયોમાં બતાવેલો સંવાદ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી અને તે દુઃખદ છે.

ગયા મહિને પણ પીએમ મોદી અને તેમની માતાને લઈને વિવાદ ઉભો થયો હતો જ્યારે દરભંગામાં એક કાર્યક્રમ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પણ ભાજપે કોંગ્રેસ અને આરજેડી પર આક્રમક વલણ અપનાવ્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મારી માતા હવે આ દુનિયામાં નથી, છતાં કોંગ્રેસ અને આરજેડી પ્લેટફોર્મ પરથી તેમના પર દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જે અત્યંત દુઃખદ છે.”

 

The post પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/feed/ 0
સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/ https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/#respond Mon, 01 Sep 2025 10:33:48 +0000 https://www.gujaratinside.com/?p=17975 સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી...

The post સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી કરી. અરજદારો તરફથી આરોપ મૂકાયો કે ચૂંટણી પંચની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને મોટા પ્રમાણમાં નામ કાઢવાની માંગણી થઈ રહી છે, જ્યારે નામ ઉમેરવાની અરજીઓ બહુ ઓછી છે.

બીજી તરફ, ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી કે બિહારના લોકો માટે પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી નથી, માત્ર અરજદારો જ અસંતુષ્ટ છે. તેમણે ચેતવણી આપી કે સમયમર્યાદા લંબાવવાથી આખી ચૂંટણી તૈયારીમાં વિક્ષેપ થશે અને પ્રક્રિયા અનંત બની જશે.

છતાં, સુપ્રીમ કોર્ટે અંતે સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો.

 

The post સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/feed/ 0
બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ https://www.gujaratinside.com/2025/08/03/tejashwi-yadav-dual-voter-id-election-commission-probe/ https://www.gujaratinside.com/2025/08/03/tejashwi-yadav-dual-voter-id-election-commission-probe/#respond Sun, 03 Aug 2025 05:00:09 +0000 https://www.gujaratinside.com/?p=15849 બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર બે અલગ મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) હોવાના આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે, જેના કારણે તેજસ્વીની મુશ્કેલી વધી ગઈ છે. વિવાદ કેવી રીતે થયો? વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વી યાદવે દાવો કર્યો...

The post બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર બે અલગ મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) હોવાના આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે, જેના કારણે તેજસ્વીની મુશ્કેલી વધી ગઈ છે.

વિવાદ કેવી રીતે થયો?

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વી યાદવે દાવો કર્યો કે તેમનું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ચૂંટણી પંચની વેબસાઇટ પર તેમના EPIC નંબર RAB2916120થી સર્ચ કરતાં કોઈ રેકોર્ડ મળ્યો નથી. તેમણે આ ઘટનાને “લોકશાહી પર હુમલો” ગણાવ્યો અને કમિશન પર સવાલ ઉઠાવ્યા.

ચૂંટણી પંચનો જવાબ

ચૂંટણી પંચે તેજસ્વીના દાવાને ફગાવી દીધો અને જણાવ્યું કે તેમનું નામ મતદાન મથક નંબર 204, સીરીયલ નંબર 416 પર મતદાર યાદીમાં નોંધાયેલું છે. તેમનો માન્ય EPIC નંબર RAB0456228 છે, જેના આધારે તેમણે 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણી લડી હતી. પંચના સૂત્રોએ જણાવ્યું કે તેજસ્વી દ્વારા દર્શાવાયેલો EPIC નંબર RAB2916120 છેલ્લા દસ વર્ષના રેકોર્ડમાં ક્યાંય નથી અને તેની સાચાઈ પર શંકા છે.

તપાસ અને રાજકીય પ્રતિક્રિયા

પંચને શંકા છે કે આ બીજો નંબર નકલી હોઈ શકે છે અથવા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. જો આ સાબિત થાય તો તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ગંભીર ગુનો ગણાશે. પંચે આ મામલે સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને RJD કાર્યાલયમાંથી અન્ય નકલી મતદાર ID બનાવવામાં આવ્યા છે કે નહીં તે પણ તપાસી રહ્યું છે.

બીજી તરફ, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વી પર ચૂંટણી કૌભાંડનો આરોપ લગાવ્યો. ચૌધરીએ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વીએ પોતે જ કૌભાંડનો ખુલાસો કર્યો છે અને તેની કડક તપાસ થવી જોઈએ. જેડીયુના નીરજ કુમારે આઈપીસીની કલમ 171F હેઠળ કેસ નોંધવાની અને તેજસ્વીના મતદાન અધિકારને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

The post બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/03/tejashwi-yadav-dual-voter-id-election-commission-probe/feed/ 0
બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/ https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/#respond Wed, 23 Jul 2025 16:37:01 +0000 https://www.gujaratinside.com/?p=15132 બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...

The post બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે.

ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ શકે છે. અમે જોઈશું કે જનતા શું ઇચ્છે છે અને તમામ પક્ષોનું સંયુક્ત શું માનવું છે.”

તેમના આ નિવેદનના પરિપ્રક્ષ્યમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષી દળો હવે કઠોર અને અસાધારણ રાજકીય પગલાં લેવા તૈયાર થઈ રહ્યા છે. જોકે, તેઓએ સ્પષ્ટપણે ચૂંટણી બહિષ્કારની ઘોષણા નથી કરી, પરંતુ આવા વિકલ્પની ચર્ચાને ખંડિત પણ નથી કરી.

વિપક્ષમાં એકજૂટતા અને રણનીતિ અંગે સતત મંતન ચાલી રહ્યું છે, અને તેજસ્વી યાદવનું આ નિવેદન બતાવે છે કે આગામી દિવસોમાં કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકાય છે. ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ પણ વિપક્ષની રણનીતિમાં સામેલ હોય તેવી શક્યતા જણાય રહી છે.

The post બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/feed/ 0