Bihar elections Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-elections/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 04:58:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bihar elections Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-elections/ 32 32 ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/ https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/#respond Thu, 04 Sep 2025 05:40:39 +0000 https://www.gujaratinside.com/?p=18285 નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી.

ચિદમ્બરમે X પર લખ્યું કે, “GSTની હાલની યુક્તિસંગત વ્યવસ્થા શરૂઆતથી જ લાગુ કરવી જોઇતી હતી. અમે છેલ્લા આઠ વર્ષથી વારંવાર ચેતવણી આપતા હતા, પરંતુ અમારી દલીલોને અવગણવામાં આવી હતી. આજે આ ફેરફારોનું સ્વાગત કરવું પડે છે, પરંતુ કહી શકાય કે આ નિર્ણય ઘણો મોડો થયો છે.”

તેમણે સુધારા પાછળના સંભવિત કારણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે અચાનક આ ફેરફારો કેમ કર્યા તે રસપ્રદ છે. “ધીમી આર્થિક વૃદ્ધિ? ઘરગથ્થુ દેવું વધવું? બચતમાં ઘટાડો? બિહારની ચૂંટણી? અથવા ટ્રમ્પના ટેરિફ? કદાચ આ બધું જ?” એમ ચિદમ્બરમે ટિપ્પણી કરી.

જોકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિદમ્બરમના આ દાવાને નકારી કાઢ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે GST સુધારાઓનો અમેરિકાના ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી. સીતારમણે કહ્યું કે આ સુધારા દોઢ વર્ષથી ચર્ચામાં હતા અને તેનો સમયસર અમલ હવે કરવામાં આવ્યો છે.

 

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/feed/ 0
બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/ https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/#respond Sun, 31 Aug 2025 14:52:36 +0000 https://www.gujaratinside.com/?p=17931 બિહારમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. ચૂંટણી પંચ હાલમાં રાજ્યમાં મતદાતા યાદીમાં વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા અમલમાં મૂકી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે પંચ હવે રાજ્યના તમામ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર કાર્ડ...

The post બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. ચૂંટણી પંચ હાલમાં રાજ્યમાં મતદાતા યાદીમાં વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા અમલમાં મૂકી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે પંચ હવે રાજ્યના તમામ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર કાર્ડ માટેની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને કેવી રીતે અમલમાં આવશે તે અંગે અંતિમ નિર્ણય હજી લેવાયો નથી. મતદારોને આપવામાં આવેલા ગણતરી ફોર્મમાં તાજેતરના ફોટા સાથે ફોર્મ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી. આ ફોટાનો ઉપયોગ મતદારોના રેકોર્ડ અપડેટ કરવા અને નવા ઓળખપત્ર તૈયાર કરવા માટે કરવામાં આવશે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે બિહારની અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. અગાઉ 1 ઓગસ્ટે જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદી મુજબ રાજ્યમાં કુલ 7.24 કરોડ મતદારો નોંધાયા છે. આ દરમિયાન લગભગ 30 હજાર લોકોએ પોતાના નામ ઉમેરવા માટે અરજી કરી છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, એટલે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભાવના મજબૂત છે.

 

The post બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/feed/ 0
તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન https://www.gujaratinside.com/2025/08/30/tejashwi-yadav-declared-mahagathbandhan-cm-face/ https://www.gujaratinside.com/2025/08/30/tejashwi-yadav-declared-mahagathbandhan-cm-face/#respond Sat, 30 Aug 2025 16:45:42 +0000 https://www.gujaratinside.com/?p=17832 બિહારની રાજનીતિમાં શનિવારે વિશેષ ઘટનાઓ નોંધાઈ, જ્યારે આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાનો જાહેર કર્યો. સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા. તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો અને તેમને ‘ડુપ્લિકેટ મુખ્યમંત્રી’ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે સરકાર તેમની યોજનાઓની નકલ કરી...

The post તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારની રાજનીતિમાં શનિવારે વિશેષ ઘટનાઓ નોંધાઈ, જ્યારે આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાનો જાહેર કર્યો. સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા.

તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો અને તેમને ‘ડુપ્લિકેટ મુખ્યમંત્રી’ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે સરકાર તેમની યોજનાઓની નકલ કરી જનતા સામે રજૂ કરી રહી છે, જ્યારે મહાગઠબંધન આગળ આગળ ચાલી રહ્યું છે. તેમણે જનતાને સવાલ ઉઠાવ્યો કે, “તમારે ઓરિજિનલ મુખ્યમંત્રી જોઈએ કે ડુપ્લિકેટ?” અને જણાવ્યું કે જનતા હવે બદલાવ ઇચ્છે છે.

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી સાથે કરવામાં આવેલા સંવાદમાં તેજસ્વીએ મુખ્યમંત્રી ચહેરા અંગે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો હતો, પરંતુ આજે આરાના સમાપન કાર્યક્રમમાં તેમને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી કે મહાગઠબંધનનો ‘ઓરિજિનલ મુખ્યમંત્રી ચહેરો’ તે તેજસ્વી યાદવ છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે લાલુ યાદવ સાથે બેઠક બાદ જણાવ્યું કે, “બિહારમાં મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ જ હશે. તેમણે રેકોર્ડ સંખ્યામાં નોકરીઓ આપી છે અને કામ કરીને બતાવ્યું છે. તેમનાથી સારો મુખ્યમંત્રી ચહેરો કોઈ ન હોઈ શકે. અમે સૌ તેમની મદદ કરીશું.”

 

The post તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/tejashwi-yadav-declared-mahagathbandhan-cm-face/feed/ 0
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/ https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/#respond Wed, 27 Aug 2025 11:00:03 +0000 https://www.gujaratinside.com/?p=17478 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે...

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે અને એ કારણે જ લોકો અમારી યાત્રા સાથે જોડાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રસ્તામાં મળેલા 6 વર્ષના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેમણે અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. પરંતુ રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, તો પછી એમને 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? કારણ છે વોટ ચોરી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોટાપાયે ગડબડી થઈ હતી. “ઓપિનિયન પોલ એક વાત કહી રહ્યા હતા, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું. વડાપ્રધાન મોદીએ પહેલેથી જ 300 બેઠકોનો દાવો કર્યો હતો અને એ જ પરિણામ આવ્યું. આ બધું ગુજરાત મોડલ પરથી શરૂ થયું છે,” એમ રાહુલ ગાંધીએ જણાવ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી તથા વીડિયો રેકોર્ડિંગથી મોટી છેતરપિંડીના પુરાવા મળ્યા છે. એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ નકલી મત મળી આવ્યા અને હજારો ડુપ્લિકેટ નામ પણ બહાર આવ્યા.

 

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/feed/ 0
‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/#respond Sun, 24 Aug 2025 12:00:21 +0000 https://www.gujaratinside.com/?p=17176 બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે.

તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે બિહારમાં વોટ ચોરી થવા દઇશું નહીં.”

રાહુલ ગાંધીના અનુસાર, તેમણે કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પુછ્યું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? જો કે, ચૂંટણી પંચનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. તેમણે જણાવ્યું કે, તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પંચે સોગંદનામું માંગ્યું, જ્યારે ભાજપના અનુરાગ ઠાકુરને તે જરૂરી ન હતું, જે પંચની તટસ્થતા પર પ્રશ્ન ઉભો કરે છે. તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પદ્ધતિ અને 65 લાખ બિહારી મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનો બાબત પર ઉઠાવ્યા પ્રશ્નો. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે રાહુલ મૌન રહ્યા.

તેજસ્વી યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ હવે એક “ગોદી પંચ” બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છે. તેમણે પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું. તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જણાવ્યું કે, તેઓ અફવાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિહાર પ્રવાસ દરમિયાન ઉલ્લેખ કરેલા ઘુસણખોરોના નામ ચૂંટણી પંચના સોગંદનામામાં સમાવિષ્ટ નથી.

કોંગ્રેસ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેના દ્વારા મતદારોમાં જાગૃતતા વધારવી અને તેમના અધિકારોને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. આ યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ જોડાયેલા છે, જેમણે વિવિધ જિલ્લાઓમાં જનસભા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા મતદારો સાથે સંવાદ કર્યો.

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/feed/ 0
બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર https://www.gujaratinside.com/2025/08/22/bihar-election-rjd-mlas-pm-modi-rally/ https://www.gujaratinside.com/2025/08/22/bihar-election-rjd-mlas-pm-modi-rally/#respond Fri, 22 Aug 2025 12:17:59 +0000 https://www.gujaratinside.com/?p=16949 બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. શુક્રવારે ગયામાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન રાજકીય હલચલ વધારતી ઘટના સામે આવી. રેલીના મંચ પર આરજેડીના બે ધારાસભ્યો, નવાદાની ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર, NDAના નેતાઓ સાથે બેઠા જોવા મળ્યા. માહિતી મુજબ, વિભા દેવી આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા...

The post બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. શુક્રવારે ગયામાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન રાજકીય હલચલ વધારતી ઘટના સામે આવી. રેલીના મંચ પર આરજેડીના બે ધારાસભ્યો, નવાદાની ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર, NDAના નેતાઓ સાથે બેઠા જોવા મળ્યા.

માહિતી મુજબ, વિભા દેવી આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા રાજ બલ્લભ યાદવની પત્ની છે, જેમને તાજેતરમાં જ પટના હાઈકોર્ટથી દુષ્કર્મના કેસમાં મુક્તિ મળી હતી. બીજી તરફ, પ્રકાશ વીર આરજેડીના જ્યેષ્ઠ નેતા રાજ બલ્લભ પ્રસાદના નજીકના માનવામાં આવે છે. ચર્ચાઓ છે કે બંને ધારાસભ્યો આરજેડીથી અંતર જાળવી રહ્યા છે અને NDAમાં જોડાવાની શક્યતાઓ મજબૂત બની રહી છે.

ગયાની રેલી દરમિયાન મંચ પર તેમની ઉપસ્થિતિથી આરજેડીમાં હડકંપ મચી ગયો છે. રાજકીય જાણકારોના જણાવ્યા મુજબ, ટિકિટ વહેંચણીને લઈને પણ અસંતોષની અસર જણાઈ રહી છે, ખાસ કરીને પ્રકાશ વીર માટે આગામી ચૂંટણીમાં આરજેડી તરફથી ટિકિટ મળવાની સંભાવના ઓછી જણાઈ રહી છે.

 

The post બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: પીએમ મોદીની રેલીમાં RJD ધારાસભ્યો મંચ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/bihar-election-rjd-mlas-pm-modi-rally/feed/ 0