Bihar News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 09:42:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bihar News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-news/ 32 32 બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ https://www.gujaratinside.com/2025/09/23/bihar-mahila-rojgar-yojana-first-installment/ https://www.gujaratinside.com/2025/09/23/bihar-mahila-rojgar-yojana-first-installment/#respond Tue, 23 Sep 2025 10:00:24 +0000 https://www.gujaratinside.com/?p=19925 પાટણા: બિહાર સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મહિલા રોજગાર યોજનાનો પ્રથમ હપ્તો જલદી જ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યની આશરે 75 લાખ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે તેઓ પોતાના...

The post બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણા: બિહાર સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મહિલા રોજગાર યોજનાનો પ્રથમ હપ્તો જલદી જ વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

આ યોજના હેઠળ રાજ્યની આશરે 75 લાખ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે.

આ પહેલથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે તેઓ પોતાના પરિવાર અને સમાજમાં વધુ માન-મર્યાદાવાળું સ્થાન મેળવી શકશે.

સરકારના જણાવ્યા મુજબ, રોજગાર શરૂ કર્યા બાદ મહિલાઓને તેમના વ્યવસાયના વિકાસના આધારે રૂ. 2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે, જે તેમના માટે દીર્ઘકાલીન આર્થિક સુરક્ષા પૂરું પાડશે.

આ યોજનાનો લાભ માત્ર બિહારના સ્થાયી રહેવાસી મહિલાઓ લઈ શકે છે. રાજ્યના ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોની મહિલાઓ માટે આ યોજના ખુલ્લી છે. યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ જીવિકા સ્વસહાય જૂથ સાથે જોડાવું ફરજિયાત છે.

જો મહિલાઓ હજી સુધી જીવિકા જૂથ સાથે જોડાયી નથી, તો તેઓ પહેલા જૂથની સભ્યતા લઈ શકે છે. સભ્ય બનવા માટે નિર્ધારિત અરજીપત્રક ભરવું પડશે અને આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો તેમજ નિવાસ પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડશે.

મહિલાઓ માટે અરજી કરવાની સુવિધા ખૂબ જ સરળ અને સુલભ બનાવવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારમાં મહિલાઓ પોતાના ગ્રામ સંગઠન અથવા જીવિકા જૂથ મારફતે સીધી અરજી કરી શકે છે, જ્યાં જૂથ પ્રતિનિધિ તેમને ફોર્મ ભરવામાં અને દસ્તાવેજો જમા કરાવવામાં સહાય કરશે.

શહેરી વિસ્તારની મહિલાઓ જીવિકા ની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે, જ્યાં ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ અપલોડ કરવાની રહેશે.

 

The post બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/bihar-mahila-rojgar-yojana-first-installment/feed/ 0
ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/ https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/#respond Wed, 10 Sep 2025 12:45:41 +0000 https://www.gujaratinside.com/?p=19029 બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન...

The post ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા મુસાફરીમાં લગભગ એક કલાકનો સમય બચશે.

આ સાથે જ 3,169 કરોડના ખર્ચે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈન (177 કિમી) ના નિર્માણને પણ મંજૂરી મળી છે, જે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને સીધી કનેક્ટિવિટી આપશે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં મંજૂર કરાયેલા કુલ 11 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો એક ભાગ છે, જે રોજગાર તકો વધારશે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

ચૂંટણી પૂર્વે આવી જાહેરાતો પર ઉઠેલા સવાલોના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે પ્રોજેક્ટ્સને માત્ર ચૂંટણી રાજ્યો માટે જ નહીં પરંતુ દેશના વિવિધ ભાગોમાં પણ મંજૂરી આપવામાં આવી રહી છે.

 

The post ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/feed/ 0
બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/27/bihar-minister-shravan-kumar-attack-nalanda/ https://www.gujaratinside.com/2025/08/27/bihar-minister-shravan-kumar-attack-nalanda/#respond Wed, 27 Aug 2025 10:02:34 +0000 https://www.gujaratinside.com/?p=17462 બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા. માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન...

The post બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા.

માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન અચાનક અસામાજિક તત્વોએ પથ્થરમારો અને હિંસક હુમલો શરૂ કર્યો. હુમલા દરમિયાન મંત્રીનો બોડીગાર્ડ સહિત અનેક સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા. ગ્રામીણોએ મંત્રીના કાફલાનો એક કિલોમીટર સુધી પીછો કરીને હુમલો ચાલુ રાખ્યો અને તેમને ગામમાંથી ભગાડી દીધા.

ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને સુરક્ષા વધારવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

The post બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/bihar-minister-shravan-kumar-attack-nalanda/feed/ 0
બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/ https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/#respond Thu, 14 Aug 2025 11:16:59 +0000 https://www.gujaratinside.com/?p=16219 બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...

The post બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે.

ચૂંટણી પંચે બૂથવાર યાદી તૈયાર કરવાની સાથે EPIC સર્ચ સુવિધા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. જેથી મતદાર પોતાનો EPIC નંબર દાખલ કરીને યાદીમાં નામ ચકાસી શકે. યાદીમાં નામ ન હોવાનું કારણ સ્પષ્ટ દર્શાવવામાં આવશે. ઉપરાંત, આધાર કાર્ડની નકલ જોડીને દાવો કરવાની સુવિધા પણ મળશે.

આ માહિતી માત્ર જિલ્લા સ્તરની વેબસાઇટ પર જ નહીં પરંતુ સ્થાનિક મીડિયા અને સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જાહેર કરવામાં આવશે. બૂથ લેવલ ઓફિસર પંચાયત ભવન અને બ્લોક ઓફિસમાં પણ ગુમ થયેલા નામોની યાદી મૂકશે, સાથે હટાવવાના કારણો પણ દર્શાવશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરની વેબસાઇટ પર જિલ્લાવાર યાદી અપલોડ કરવામાં આવશે. દરેક બૂથ અને જિલ્લા સ્તરના અધિકારીઓ અનુપાલન અહેવાલ રજૂ કરશે, જેના આધારે સુપ્રીમ કોર્ટને માહિતી આપવામાં આવશે. આ મામલે આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

 

The post બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/feed/ 0
બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/ https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/#respond Wed, 23 Jul 2025 16:37:01 +0000 https://www.gujaratinside.com/?p=15132 બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...

The post બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે.

ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ શકે છે. અમે જોઈશું કે જનતા શું ઇચ્છે છે અને તમામ પક્ષોનું સંયુક્ત શું માનવું છે.”

તેમના આ નિવેદનના પરિપ્રક્ષ્યમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષી દળો હવે કઠોર અને અસાધારણ રાજકીય પગલાં લેવા તૈયાર થઈ રહ્યા છે. જોકે, તેઓએ સ્પષ્ટપણે ચૂંટણી બહિષ્કારની ઘોષણા નથી કરી, પરંતુ આવા વિકલ્પની ચર્ચાને ખંડિત પણ નથી કરી.

વિપક્ષમાં એકજૂટતા અને રણનીતિ અંગે સતત મંતન ચાલી રહ્યું છે, અને તેજસ્વી યાદવનું આ નિવેદન બતાવે છે કે આગામી દિવસોમાં કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકાય છે. ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ પણ વિપક્ષની રણનીતિમાં સામેલ હોય તેવી શક્યતા જણાય રહી છે.

The post બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/tejashwi-yadav-election-boycott-bihar-2025/feed/ 0