Bihar Rally Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-rally/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 05:12:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bihar Rally Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bihar-rally/ 32 32 ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/ https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/#respond Thu, 28 Aug 2025 05:12:42 +0000 https://www.gujaratinside.com/?p=17573 લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ...

The post ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ માત્ર પાંચ કલાકમાં મોદીએ પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવી દીધું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે “ટ્રમ્પે ખુદ જણાવ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે મોદીજીને ફોન કરીને કહ્યું કે યુદ્ધ અટકાવો અને તેમને 24 કલાકનો સમય આપ્યો હતો. જોકે, મોદીએ પાંચ જ કલાકમાં યુદ્ધ રોકી દીધું હતું.”

“સિતામઢીમાં યોજાયેલી બીજી રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર વોટચોરીના ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે 60 થી 70 બેઠકો પર મતચોરી કરી હતી, જેને લઈને તેઓ ખુલાસો કરશે.

તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અને ચૂંટણી પંચને વોટ ચોરો ગણાવ્યા અને કહ્યું કે આગામી છ મહિનામાં આ મામલે મોટા ખુલાસા થશે. તેમણે જણાવ્યું કે ભાજપ પહેલા તમારા મતોની ચોરી કરશે અને પછી તમારા અધિકારો છીનવી લેશે. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે મતદારોની યાદીમાં બનાવટી નામ ઉમેરીને જીત મેળવી હતી.

 

The post ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/feed/ 0
રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/#respond Sun, 24 Aug 2025 09:56:27 +0000 https://www.gujaratinside.com/?p=17129 બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ...

The post રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના રવિવારે પૂર્ણિયામાં બની હતી, જ્યાં રાહુલ ગાંધી બુલેટ પર સવાર હતા અને બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ તેમની પાછળ બેઠા હતા. રેલી દરમિયાન એક યુવક તેમની બાઇક પાસે પહોંચ્યો અને અચાનક કિસ કરવાની કોશિશ કરી. સુરક્ષા ગાર્ડે તરત જ તેને રોકી લીધો અને થપ્પડ મારીને દૂર હટાવી દીધો.

રાહુલ ગાંધી હાલમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે સંયુક્ત નેતૃત્વમાં બિહારમાં મતદાર અધિકાર યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. આ યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છે. પૂર્ણિયામાં રાહુલ ગાંધીને બાઇક પર જોઈને સ્થાનિક કોંગ્રેસ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર અને ભાજપ પર મત ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગરીબ વર્ગો માટે તકોના દરવાજા બંધ કરી દીધા છે અને હવે તે બિહારમાં મત ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલે ભારપૂર્વક કહ્યું કે ભાજપ અને આરએસએસ એ વિચારોના વિરોધી છે, જે બાબાસાહેબ આંબેડકરના સંવિધાનમાં દર્શાવવામાં આવ્યા છે.

 

The post રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/feed/ 0
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/#respond Sun, 17 Aug 2025 17:06:27 +0000 https://www.gujaratinside.com/?p=16565 ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર પણ એ જ વાત કરે છે જે હું કહું છું, તેમ છતાં તેમની પાસેથી સોગંદનામું માંગવામાં આવતું નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં કોંગ્રેસ દ્વારા ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ નવી મતદાર યાદીમાં ફાયદો મેળવે છે જ્યારે મતદાર યાદીઓમાં ગડબડ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે CCTV ફૂટેજ અને ઇલેક્ટ્રોનિક મતદાર યાદી માંગ્યા ત્યારે ચૂંટણી પંચે આપવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીએ અને ગૃહમંત્રીએ એવો કાયદો બનાવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી શક્ય નથી. “આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો કે ભવિષ્યમાં કોઈ પણ રીતે વોટ ચોરીને રોકી ન શકાય,” એમ રાહુલ ગાંધીએ દાવો કર્યો.

“અમે વોટ ચોરી થવા દઈશું નહીં. વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચે સમજવું જોઈએ કે હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી,” એમ જણાવતાં રાહુલ ગાંધી બિહારમાં યોજાયેલી રેલીમાં લોકો સાથેના જોડાણ અને લોકશક્તિને પણ ઉજાગર કરી હતી. પોલીસના બેરીકેડ હોવા છતાં કોંગ્રેસ કાર્યકરો લોકો સુધી પહોંચ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટે પોતાની માંગ રજૂ કરી.

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/feed/ 0