bilateral agreements Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bilateral-agreements/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 14:15:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png bilateral agreements Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bilateral-agreements/ 32 32 ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-655m-economic-aid-7-mous/ https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-655m-economic-aid-7-mous/#respond Thu, 11 Sep 2025 14:15:43 +0000 https://www.gujaratinside.com/?p=19157 ભારતે ગુરુવારે મોરેશિયસ માટે 655 મિલિયન યુએસ ડોલરથી વધુના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે 7 મહત્વપૂર્ણ કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના સંબંધોને માત્ર ભાગીદારી નહીં પરંતુ પરિવારની જેમ માન્યતા આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુક્ત, સ્થિર, ખુલ્લો અને સમૃદ્ધ હિંદ મહાસાગર બંને...

The post ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતે ગુરુવારે મોરેશિયસ માટે 655 મિલિયન યુએસ ડોલરથી વધુના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે 7 મહત્વપૂર્ણ કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

બંને દેશોના સંબંધોને માત્ર ભાગીદારી નહીં પરંતુ પરિવારની જેમ માન્યતા આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુક્ત, સ્થિર, ખુલ્લો અને સમૃદ્ધ હિંદ મહાસાગર બંને દેશોની સહિયારી પ્રાથમિકતા છે. તેમણે મોરેશિયસમાં UPI અને RuPay કાર્ડના સફળ અમલીકરણ બાદ, સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વેપારને સક્ષમ બનાવવા માટે બંને દેશ કામ કરશે, એમ જણાવ્યું.

આ વિશેષ આર્થિક પેકેજ હેઠળ ભારત મોરેશિયસને ઓછામાં ઓછા 10 પ્રોજેક્ટ્સના અમલીકરણમાં મદદ કરશે, જેમાં બંદરો, એરપોર્ટ અને મુખ્ય માર્ગો જેવી માળખાગત સુવિધાઓના વિકાસ, નવી શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ કહ્યું, “આ પેકેજ મદદ નથી, પરંતુ આપણા ભવિષ્ય માટેનું રોકાણ છે.” 7 કરારો વિવિધ ક્ષેત્રો માટે કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ, વીજળી, જળવિજ્ઞાન અને અવકાશ સંશોધનનો સમાવેશ થાય છે.

સૌથી મહત્વપૂર્ણ કરારોમાંથી એક જળવિજ્ઞાન પર આધારિત છે, જેમાં મોરેશિયસના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રો, નેવિગેશન ચાર્ટ અને હાઇડ્રોગ્રાફિક ડેટાના સંયુક્ત સર્વેક્ષણ માટે સહયોગ રહેશે.

વધુમાં, ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ્યુનિકેશન સ્ટેશનો સ્થાપિત કરવા માટે અને અવકાશ સંશોધન, વિજ્ઞાન અને એપ્લિકેશન ક્ષેત્રમાં સહયોગ માટે પણ કરારો થયા છે.

પીએમ મોદીએ કહ્યું, “ભારત અને મોરેશિયસ બે અલગ અલગ દેશ છે, પરંતુ આપણા સપના અને ભાગ્ય એક જ છે.” મોદીએ ચાગોસ ટાપુઓ અંગે મોરેશિયસને મળેલા તાજેતરના નિર્ણય પર અભિનંદન આપ્યા અને તેને ટાપુ રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે ઐતિહાસિક વિજય ગણાવ્યો.

વર્ષ 2025ના મે મહિનામાં, યુનાઇટેડ કિંગડમે ડિએગો ગાર્સિયાનુ ઉષ્ણકટિબંધીય એટોલ સહિત ચાગોસ ટાપુઓ મોરેશિયસને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જે 50 વર્ષથી વધુ સમય સુધી બ્રિટનની હસ્તકક્ષતા હેઠળ હતા.

મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ હાલમાં 8 દિવસની ભારત મુલાકાત પર છે અને તેમના નિવાસસ્થાન તરીકે વારાણસી પસંદ કરાયા, જ્યાં પીએમ મોદીએ તેમને મળ્યા. આ પહેલા ક્યારેય કોઈ રાજ્યના વડા વારાણસીમાં આવ્યાં ન હતા.

 

The post ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-655m-economic-aid-7-mous/feed/ 0
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/ https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/#respond Thu, 24 Jul 2025 13:17:19 +0000 https://www.gujaratinside.com/?p=15154 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...

The post ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

દરમિયાન મોદીએ બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો, રોકાણ અને આર્થિક સહયોગ વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાન સ્ટાર્મરે પણ જણાવ્યુ હતું કે આ કરાર બ્રિટન માટે નોકરીઓ અને આર્થિક વિકાસ માટે મોટી સફળતા સાબિત થશે.

શું છે FTA?
FTA એટલે કે મુક્ત વેપાર કરાર, જે બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવે છે. તેના અંતર્ગત આયાત-નિકાસની ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સમાં છૂટછાટ મળે છે. ભારત અને યુકે વચ્ચે આ FTA માટે છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચા ચાલી રહી હતી.

આ કરારના અનુસંધાને ભારતમાં બ્રિટનથી આયાત થતા વસ્તુઓમાં વ્હિસ્કી, કાર અને કેટલીક જ્વેલરીના ભાવ ઘટશે. બીજી બાજુ, ભારત તરફથી નિકાસ થતી ચામડાની ચીજવસ્તુઓ, કપડાં, મરીન પ્રોડક્ટ્સ, સ્ટીલ અને મેટલના ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક ભાવે બહાર જઈ શકશે.

સસ્તું શું થશે?

  • ઈલેક્ટ્રોનિક્સ
  • કપડાં
  • ચામડા અને જૂતા
  • મરીન પ્રોડક્ટ્સ
  • વ્હિસ્કી
  • જ્વેલરી

મોંઘું શું થઈ શકે?

  • કૃષિ પ્રોડક્ટ્સ
  • કાર અને બાઈકના ઓટો પાર્ટ્સ

હવે આ કરાર બ્રિટિશ સંસદમાં મંજૂરી માટે જશો, ત્યારબાદ જ તે લાગુ પડશે. ભારત સરકારે પણ આ કરારને મંજૂરી આપી છે અને તેનો અમલ નિકટ ભવિષ્યમાં જોવા મળશે.

The post ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/feed/ 0