bilateral trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bilateral-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 03:09:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png bilateral trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bilateral-trade/ 32 32 ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/#respond Wed, 10 Sep 2025 03:09:11 +0000 https://www.gujaratinside.com/?p=18962 અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં...

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા આતુર છે.

ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખુશી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા અંગે મંત્રણા ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ ચર્ચા બંને મહાન દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ અને સફળ નિષ્કર્ષ સુધી પહોંચશે.”

ટ્રમ્પની આ પોસ્ટને તરત જ પ્રતિસાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય જાહેર કર્યા. મોદીએ કહ્યું કે, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. વેપાર અવરોધોને દૂર કરવા અંગેની ચાલી રહેલી ચર્ચા બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે. મને વિશ્વાસ છે કે બંને દેશોની ટીમો જલદીથી જલદી ચર્ચા પૂર્ણ કરશે અને તે આપણા લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરશે. હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા આતુર છું.”

આ પોસ્ટ્સ બાદ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને ચાલી રહેલા મતભેદો હવે હળવા થઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આવનારા સમયમાં બંને દેશો વેપાર અવરોધોને દૂર કરવામાં સફળ થશે તો તે દ્વિપક્ષીય વેપારમાં ભારે વૃદ્ધિ લાવી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેકનોલોજી, રક્ષા, કૃષિ અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના અગત્યના ભાગીદાર રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેરિફ અને નીતિ સંબંધિત મુદ્દાઓને કારણે તણાવ સર્જાયો હતો. હવે ટ્રમ્પના તાજેતરના નિવેદન અને મોદીના સકારાત્મક પ્રતિસાદને કારણે બંને દેશોની વચ્ચે વિશ્વાસ અને સહકારની નવી શરૂઆત થઈ શકે છે.

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/feed/ 0
જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/ https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/#respond Thu, 21 Aug 2025 12:11:50 +0000 https://www.gujaratinside.com/?p=16868 વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે....

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે. તેમ છતાં અમેરિકા દ્વારા માત્ર ભારત પર જ ટેરિફ લાદવો, અણધારી અને એકતરફી નિર્ણય હોવાનું જણાવ્યું હતું.

જેયશંકરે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોએ રશિયાથી આયાતમાં વધારો કર્યો છે, તેમ છતાં માત્ર ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે તાકિદ કરી કે ભારતે રશિયાથી ક્રૂડ ખરીદીનો નિર્ણય ઊર્જા બજારમાં સ્થિરતા લાવવા માટે લીધો હતો, જે પોતે અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. ઉપરાંત ભારતે અમેરિકાથી પણ ક્રૂડ ખરીદીમાં વધારો કર્યો છે, છતાં અમેરિકાનું વર્તન દુખદ અને વિચિત્ર છે.

રશિયા સાથેના સંબંધો અંગે જેયશંકરે ઉમેર્યું હતું કે, ભારત અને રશિયા દુનિયાના સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશોમાંથી એક છે. બંને દેશોએ એનર્જી, ડિફેન્સ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવ્યો છે. રશિયાએ ભારતના “મેક ઈન ઈન્ડિયા” પ્રયાસોને પણ સહકાર આપ્યો છે.

તેમણે વ્યાપારના મુદ્દે જણાવ્યું કે કૃષિ, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટરમાં નિકાસ વધારવાની સાથે ભારત રશિયા સાથેના વેપાર સંતુલન સુધારવા માટે પ્રતિબદ્ધ છે. રશિયા હાલમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે, પરંતુ આ બાબત પર અમેરિકાએ જે રીતે વિવાદ ઊભો કર્યો છે, તે મૌલિક ન્યાયની વિરુદ્ધ છે.

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/feed/ 0