BJP vs Congress Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bjp-vs-congress/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 12:41:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png BJP vs Congress Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bjp-vs-congress/ 32 32 નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર https://www.gujaratinside.com/2025/09/11/nadiad-municipality-bjp-congress-clash-police-intervene/ https://www.gujaratinside.com/2025/09/11/nadiad-municipality-bjp-congress-clash-police-intervene/#respond Thu, 11 Sep 2025 12:41:14 +0000 https://www.gujaratinside.com/?p=19145 નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા. રજૂઆત...

The post નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી.

ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા.

રજૂઆત દરમિયાન મુદ્દાને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ અને વાતચીત ધીમે ધીમે તણાવપૂર્ણ બની. થોડા સમયમાં પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ અને બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી.

આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવાને કારણે હંગામો વધુ ચિંતાજનક બની ગયો હતો. પોલીસે તાત્કાલિક દખલ કરીને બંને પક્ષોને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, જોકે શરૂઆતમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

હંગામાને કારણે ઓફિસમાં કામકાજ માટે આવેલા અન્ય કર્મચારીઓ અને નાગરિકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એકબીજા પર મારામારી શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે કોંગ્રેસના કાર્યકરોએ પહેલા હુમલો કર્યો હતો, જ્યારે કોંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો કે ભાજપના કાર્યકરોએ ઉશ્કેરણીજનક વર્તન કરીને ઝઘડો શરૂ કર્યો હતો.

પોલીસે હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ ઘટનાથી નગરપાલિકામાં થોડાક સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

 

The post નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/nadiad-municipality-bjp-congress-clash-police-intervene/feed/ 0
મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ https://www.gujaratinside.com/2025/08/03/manishankar-aiyar-pahalgam-attack-pakistan-controversy/ https://www.gujaratinside.com/2025/08/03/manishankar-aiyar-pahalgam-attack-pakistan-controversy/#respond Sun, 03 Aug 2025 04:50:38 +0000 https://www.gujaratinside.com/?p=15845 જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો કોઈ પુરાવો નથી. અય્યરે જણાવ્યું કે ભારતે 33 દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, પરંતુ કોઈએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. અય્યરે ઓપરેશન સિંદૂર અંગે સરકારને સપોર્ટ કરનારા કોંગ્રેસ નેતા...

The post મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો કોઈ પુરાવો નથી. અય્યરે જણાવ્યું કે ભારતે 33 દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, પરંતુ કોઈએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી.

અય્યરે ઓપરેશન સિંદૂર અંગે સરકારને સપોર્ટ કરનારા કોંગ્રેસ નેતા શશિ થરૂર પર પણ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે થરૂરની ટીમે જે દેશોની મુલાકાત લીધી, તેમાંથી કોઈએ પણ પાકિસ્તાનની સંડોવણીને સ્વીકારી નથી. “સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે અમેરિકા પણ પાકિસ્તાનને દોષિત ગણાવતા નથી. આપણે વિશ્વને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ આપણા પુરાવા માન્યા નથી,” અય્યરે ઉમેર્યું.

કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી એવું કોઈ પુરાવું રજૂ થઈ શક્યું નથી, જે સાબિત કરે કે આ હુમલો પાકિસ્તાની એજન્સીઓની યોજના હતી અથવા તેમના દ્વારા અંજામ આપ્યો ગયો હતો.

આ નિવેદન બાદ ભાજપે અય્યર પર કડક પ્રહાર કર્યો. ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની નિરીક્ષણ પેનલે લશ્કર-એ-તૈયબા (LeT)ની શાખા ટીઆરએફની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. “કોંગ્રેસને કદાચ એ નથી ખબર કે આતંકવાદનો ઉદ્ભવ પાકિસ્તાનમાંથી થયો છે. લશ્કર હોય કે જૈશ, તેમના ઠેકાણા ઓપરેશન સિંદૂર દરમિયાન નષ્ટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાકિસ્તાનનો બચાવ કરી રહી છે અને આપણા સૈન્ય દળોનું અપમાન કરી રહી છે,” પૂનાવાલાએ જણાવ્યું.

ભાજપના બીજા પ્રવક્તા સીઆર કેસવએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનના સમર્થક તરીકે વર્તી રહી છે અને ભારત વિરોધી પ્રચારમાં પોતાનું હેતુ શોધી રહી છે, જે અત્યંત શરમજનક છે.

The post મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/03/manishankar-aiyar-pahalgam-attack-pakistan-controversy/feed/ 0
‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન https://www.gujaratinside.com/2025/07/30/amit-shah-operation-sindoor-congress-pok-statement/ https://www.gujaratinside.com/2025/07/30/amit-shah-operation-sindoor-congress-pok-statement/#respond Wed, 30 Jul 2025 16:45:22 +0000 https://www.gujaratinside.com/?p=15739 રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.” કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે...

The post ‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.”

કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ

અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરાવવાનું કામ માત્ર ભાજપ સરકાર જ પૂર્ણ કરશે.

ઓપરેશન મહાદેવ અને સુરક્ષા દળોની બહાદુરી

ચર્ચા દરમિયાન તેમણે ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં મારી નાખ્યા.

“જેમ તેમણે નિર્દોષોના માથામાં ગોળી મારી હતી, તેવી જ રીતે સુરક્ષા દળોએ તેમની ખોપરી ઉડાવી દીધી,” શાહે કહ્યું.
તેમણે જણાવ્યું કે “હર હર મહાદેવ” ફક્ત ધાર્મિક નારો નથી, પરંતુ સુરક્ષા દળોનો ઉદઘોષ છે.

કટિબદ્ધતા: કાશ્મીરને આતંકવાદમુક્ત કરવું

અમિત શાહે સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ કાશ્મીરને સંપૂર્ણ રીતે આતંકવાદથી મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે હવે આતંકવાદીઓનો ખાત્મો કરવાનો સમય આવી ગયો છે અને સરકાર આ દિશામાં સતત કાર્યરત છે.

સેનાનાં શોર્યને સલામ

શાહે રાજ્યસભામાં જણાવ્યું કે 7 મેના રોજ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના 8 એરબેઝ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને ધ્વસ્ત કર્યા.

“પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું અને તેના ડીજીએમઓએ અમારી ડીજીએમઓને ફોન કરીને હુમલો રોકવા વિનંતી કરી,” તેમણે જણાવ્યું.

કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર

અમિત શાહે પી. ચિદમ્બરમને નિશાન બનાવી જણાવ્યું કે તેઓ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાનો પુરાવો માંગતા હતા.

“જ્યાં સુધી પી. ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યાં સુધી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ન હતી,” શાહે કહ્યું.
તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માટે દેશની સુરક્ષા પ્રાથમિકતા નહીં, પરંતુ રાજકારણ છે.

The post ‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/amit-shah-operation-sindoor-congress-pok-statement/feed/ 0