Bollywood actress Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bollywood-actress/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 14:42:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bollywood actress Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bollywood-actress/ 32 32 બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/ https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/#respond Fri, 19 Sep 2025 15:20:51 +0000 https://www.gujaratinside.com/?p=19647 બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા. એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ...

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા.

એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ જાહેર હતું. પોલીસને તેના કબજામાંથી 32 બોરની પિસ્તોલ, ચાર જીવંત કારતૂસ અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

બીજો ગુનેગાર અનિલ, સોનીપતના રહેવાસી સતીશનો પુત્ર હતો. તેની પાસેથી 315 બોરની પિસ્તોલ, બે જીવંત અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા. બંને ગુનેગારો બાઇક પર સવાર હતા ત્યારે પોલીસનો સામનો થયો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની તાત્કાલિક નોંધ લઈને સખ્ત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર ગુના સામે ઝીરો ટોલરન્સ નીતિ પર કાર્યરત છે.

પોલીસે આસપાસના રાજ્યોના CCTV ફૂટેજ અને ગુનાહિત રેકોર્ડના વિશ્લેષણ બાદ બંને હુમલાખોરોની ઓળખ કરી હતી. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રામનિવાસ ઘાયલ દેખાઈ રહ્યો છે અને અનિલ હાથ જોડીને પોલીસને ‘બાબાના યુપીમાં ક્યારેય નહીં આવું’ કહી રહ્યો છે.

આ કાર્યવાહી બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે.

 

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/feed/ 0
સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ https://www.gujaratinside.com/2025/08/25/tannishtha-chatterjee-battles-stage-4-cancer/ https://www.gujaratinside.com/2025/08/25/tannishtha-chatterjee-battles-stage-4-cancer/#respond Mon, 25 Aug 2025 15:11:52 +0000 https://www.gujaratinside.com/?p=17310 ‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની...

The post સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને લખ્યું કે, “મારા છેલ્લા 8 મહિના ખૂબ મુશ્કેલ રહ્યા છે. લાગે છે કે પિતાને કેન્સરમાં ગુમાવવું પૂરતું ન હતું. 8 મહિના પહેલાં મને આ ગંભીર બીમારીનો ખ્યાલ થયો.”

અભિનેત્રીએ કહ્યું કે “આ પોસ્ટ તેમણે દુઃખ વ્યક્ત કરવા માટે નહીં પણ પ્રેમ અને હિંમત વિશે વાત કરવા માટે લખી છે. તેણે વધુમાં ઉમેર્યું કે, આ પરિસ્થિતિમાં મારી પર 70 વર્ષની માતા અને 9 વર્ષની દીકરીની જવાબદારી છે, પણ આ બધાની વચ્ચે મને અસાધારણ પ્રેમનો અનુભવ થયો છે. મારા મિત્રો અને પરિવારના સહારે આજે પણ હું સ્મિત સાથે લડી રહી છું.”

તનિષ્ઠાએ કેન્સરના કારણે પોતાનાં વાળ કઢાવી દીધા છે, પરંતુ તેમ છતાં તેના ચહેરા પર હિંમત અને આત્મવિશ્વાસની ઝલક દેખાઈ રહી છે.

 

The post સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/tannishtha-chatterjee-battles-stage-4-cancer/feed/ 0
પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા https://www.gujaratinside.com/2025/08/08/huma-qureshi-cousin-murdered-in-delhi-parking-dispute/ https://www.gujaratinside.com/2025/08/08/huma-qureshi-cousin-murdered-in-delhi-parking-dispute/#respond Fri, 08 Aug 2025 04:31:39 +0000 https://www.gujaratinside.com/?p=16023 બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે. ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ...

The post પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે.

ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ આસિફ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલા આસિફને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. દુઃખદ વિષય એ છે કે પાડી શકાય તેવી સામાન્ય વાતે આટલી હિંસક પરિસ્થિતિ ઊભી થઈ.

આ ઘટનાએ આસિફના પરિવારજનોને તોડી નાખ્યા છે. મૃતકની પત્નીએ જણાવ્યું કે આ કોઈ પહેલી ઘટના નહોતી — અગાઉ પણ પાર્કિંગને લઈને પાડોશીઓ સાથે વિવાદ થયો હતો. “મારા પતિએ માત્ર એટલૂજ કહ્યું કે સ્કૂટી હટાવો, પણ બદલે દાદાગીરી થઈ અને મારણ થયું,” તેમ દુઃખ સાથે તેમણે જણાવ્યું.

પોલીસે ઘટનાસ્થળેથી બંને આરોપીઓને ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આસિફ કુરૈશી માટે હવે ન્યાય જ એકમાત્ર આશા રહી ગઈ છે.

The post પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/huma-qureshi-cousin-murdered-in-delhi-parking-dispute/feed/ 0