Border Peace Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/border-peace/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 16:12:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Border Peace Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/border-peace/ 32 32 ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/ https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/#respond Mon, 18 Aug 2025 16:12:30 +0000 https://www.gujaratinside.com/?p=16639 અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન...

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.”

વાંગ યીએ વધુમાં કહ્યું કે, “અમે બોર્ડર પર શાંતિ જાળવવા માટે પ્રયત્નશીલ છીએ અને સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-ચીનના સંબંધોમાં સુધારો અને વિકાસને મજબૂત બનાવવા માટે વિશ્વાસ રાખીએ છીએ. આથી એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવવામાં મદદ મળશે.”

જયશંકરે કહ્યું કે, “બંને દેશો વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે, પરંતુ હવે તેને યોગ્ય દિશામાં આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવશે જ્યારે બોર્ડર પર શાંતિ જળવાશે. મતભેદો વિવાદમાં ન ફેરવાય અને સ્પર્ધા સંઘર્ષમાં ન બદલે તે માટે એકબીજાના સંવેદનશીલ મુદ્દાઓનો માન રાખવો જોઈએ.”

જયશંકરે એ પણ જણાવ્યું કે, “તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશો. સાથે સાથે ટેરિફ મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર પણ વાત થશે, કારણ કે વિશ્વના બે મોટા દેશો વચ્ચેની વાતચીત વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે આવશ્યક છે.”

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/feed/ 0