#BreakingNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/breakingnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 14:27:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #BreakingNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/breakingnews/ 32 32 રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/#respond Sun, 24 Aug 2025 09:56:27 +0000 https://www.gujaratinside.com/?p=17129 બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ...

The post રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના રવિવારે પૂર્ણિયામાં બની હતી, જ્યાં રાહુલ ગાંધી બુલેટ પર સવાર હતા અને બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ તેમની પાછળ બેઠા હતા. રેલી દરમિયાન એક યુવક તેમની બાઇક પાસે પહોંચ્યો અને અચાનક કિસ કરવાની કોશિશ કરી. સુરક્ષા ગાર્ડે તરત જ તેને રોકી લીધો અને થપ્પડ મારીને દૂર હટાવી દીધો.

રાહુલ ગાંધી હાલમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે સંયુક્ત નેતૃત્વમાં બિહારમાં મતદાર અધિકાર યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. આ યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છે. પૂર્ણિયામાં રાહુલ ગાંધીને બાઇક પર જોઈને સ્થાનિક કોંગ્રેસ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર અને ભાજપ પર મત ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગરીબ વર્ગો માટે તકોના દરવાજા બંધ કરી દીધા છે અને હવે તે બિહારમાં મત ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલે ભારપૂર્વક કહ્યું કે ભાજપ અને આરએસએસ એ વિચારોના વિરોધી છે, જે બાબાસાહેબ આંબેડકરના સંવિધાનમાં દર્શાવવામાં આવ્યા છે.

 

The post રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-security-breach-bike-rally-kiss-incident/feed/ 0
ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/ https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/#respond Sat, 23 Aug 2025 04:01:33 +0000 https://www.gujaratinside.com/?p=17009 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ...

The post ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અમેરિકન સેનેટની મંજૂરી મળ્યા બાદ તેઓ સત્તાવાર રીતે ભારતના નવા કાયમી અમેરિકન એમ્બેસેડર બનશે.

ગણનિય બાબત એ છે કે એરિક ગારસેટ્ટીને હટાવ્યા બાદ લગભગ સાત મહિનાની રાહ પછી અમેરિકા દ્વારા ભારત માટે કાયમી રાજદૂતની નિમણૂક કરવામાં આવી છે. સર્જિયો ગોર ભારતના 26મા અમેરિકન એમ્બેસેડર બનશે. ટ્રમ્પે તેમના પોસ્ટમાં જણાવ્યું કે, “મને આનંદ છે કે હું સર્જિયો ગોરને ભારતના આગામી એમ્બેસેડર તરીકે તથા દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે નિયુક્ત કરી રહ્યો છું.”

 

The post ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/feed/ 0
વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/ https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/#respond Thu, 21 Aug 2025 13:45:21 +0000 https://www.gujaratinside.com/?p=16877 ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના...

The post વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો અંગે વિચારવિમર્શ કર્યો.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.”

The post વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/feed/ 0
પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/#respond Mon, 18 Aug 2025 12:41:25 +0000 https://www.gujaratinside.com/?p=16604 તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, “ભારત પહેલેથી જ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાંકલ કરી રહ્યું છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને અમારો ટેકો રહેશે.”

 

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/feed/ 0
ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર https://www.gujaratinside.com/2025/08/17/elvish-yadav-house-firing-gurugram/ https://www.gujaratinside.com/2025/08/17/elvish-yadav-house-firing-gurugram/#respond Sun, 17 Aug 2025 04:31:50 +0000 https://www.gujaratinside.com/?p=16495 ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા...

The post ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી. પોલીસ હાલમાં નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે, જોકે હજુ સુધી તેમની ઓળખ થઈ નથી.

આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને એલ્વિશના ફેન્સમાં પણ ચિંતા ફેલાઈ છે. તાજેતરમાં બોલીવૂડ ગાયક ફાઝિલપુરિયા પર પણ ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ગુરુગ્રામની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. એલ્વિશ યાદવ પોતાના યુટ્યુબ વ્લોગ્સ અને રોસ્ટ વીડિયોઝ માટે જાણીતા છે અને ઘણીવાર વિવાદોમાં પણ રહ્યા છે, જેમાં રેવ પાર્ટી કેસ, સાપના ઝેર મામલો અને અન્ય આરોપો શામેલ છે.

 

The post ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/elvish-yadav-house-firing-gurugram/feed/ 0
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/ https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/#respond Sat, 16 Aug 2025 15:49:03 +0000 https://www.gujaratinside.com/?p=16479 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વેપારમાં 20%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રોકાણ અને સહકારની શક્યતાઓ ઘણી મોટી છે.

અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ટ્રમ્પ અન્ય દેશો પર રશિયા સાથે વેપાર ન કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે તેઓ પોતે કેમ વેપાર કરી રહ્યા છે? હકીકત એ છે કે અમેરિકા રશિયા પર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ માટે નિર્ભર છે. જો અમેરિકા રશિયા સાથે વેપાર બંધ કરે, તો તેની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થશે.

અમેરિકા રશિયાથી આયાત કરતી મુખ્ય વસ્તુઓ

  • ખાતર (Fertilizers): યુએસ સેન્સસ બ્યુરોના આંકડા મુજબ, અમેરિકાએ આ વર્ષે $927 મિલિયનના મૂલ્યના ખાતરની આયાત કરી છે. તેમાં યુરિયા, યુએએન (યુરિયા એમોનિયમ નાઈટ્રેટ) અને પોટેશિયમ ક્લોરાઇડ જેવા રસાયણિક ખાતરોનો સમાવેશ થાય છે.

  • પેલેડિયમ (Palladium): આ ધાતુ ઇલેક્ટ્રોનિક્સ અને કારના કેટાલિટિક કન્વર્ટરમાં ઉપયોગ થાય છે. 2024 માં $878 મિલિયન અને 2025 માં $594 મિલિયનની આયાત થઈ છે.

  • યુરેનિયમ અને પ્લુટોનિયમ: અમેરિકા રશિયાથી પરમાણુ ઉર્જા માટેના આ ઘટકોની આયાત કરે છે, જેની કિંમત $755 મિલિયન જેટલી છે.

આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપારિક સંબંધો જાળવી રાખવા મજબૂર છે, કારણ કે આ વસ્તુઓનો અભાવ અમેરિકન અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/feed/ 0
ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર https://www.gujaratinside.com/2025/08/14/operation-sindoor-gallantry-awards-shaurya-chakra-abhimanyu-singh/ https://www.gujaratinside.com/2025/08/14/operation-sindoor-gallantry-awards-shaurya-chakra-abhimanyu-singh/#respond Thu, 14 Aug 2025 11:49:23 +0000 https://www.gujaratinside.com/?p=16239 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસર પર ભારતીય વાયુસેનાના 36 અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 16 જવાનોને તેમની બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી...

The post ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસર પર ભારતીય વાયુસેનાના 36 અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 16 જવાનોને તેમની બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે, જ્યારે ગ્રુપ કેપ્ટન આર.એસ. સિદ્ધૂ અને મનીષ અરોરા સહિત 9 સૈનિકોને વીર ચક્રથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત, BSF ના જવાનોને પાકિસ્તાન અને આતંકવાદ સામેના ઓપરેશન સિંદૂર દરમ્યાન બહાદુરી દર્શાવવા બદલ પુરસ્કાર મળ્યા છે. તેમણે દુશ્મન સર્વેલન્સ કેમેરાનો નાશ કર્યો અને ડ્રોન હુમલાઓને નિષ્ક્રિય કરીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી.

અર્ધલશ્કરી દળોએ પશ્ચિમ સરહદ પર નિયંત્રણ રેખા (LoC) અને 2,290 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર દૃઢ સંકલ્પ સાથે ફરજ બજાવી. આ સ્વતંત્રતા દિવસે 16 બહાદુર સીમા પ્રહારીઓને તેમના અસાધારણ સાહસ માટે સન્માનિત કરવાનું દેશ માટે ગૌરવની વાત છે.

 

The post ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/operation-sindoor-gallantry-awards-shaurya-chakra-abhimanyu-singh/feed/ 0
અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/07/19/more-than-25-people-were-injured-when-a-car-driver-drove-into-a-crowd-in-los-angeles-usa/ https://www.gujaratinside.com/2025/07/19/more-than-25-people-were-injured-when-a-car-driver-drove-into-a-crowd-in-los-angeles-usa/#respond Sat, 19 Jul 2025 12:46:40 +0000 https://www.gujaratinside.com/?p=14893 અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, દુર્ઘટના લોસ એન્જેલસના સાંતા મોનિકા બુલેવાર્ડ વિસ્તારમાં બની હતી, જ્યાં એક મ્યૂઝિક વેન્યૂ (સંગીત કાર્યક્રમનું સ્થળ) નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એક કાર ચલાવનારાએ સીધા ભીડ...

The post અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, દુર્ઘટના લોસ એન્જેલસના સાંતા મોનિકા બુલેવાર્ડ વિસ્તારમાં બની હતી, જ્યાં એક મ્યૂઝિક વેન્યૂ (સંગીત કાર્યક્રમનું સ્થળ) નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આ દરમિયાન અચાનક એક કાર ચલાવનારાએ સીધા ભીડ પર કાર ચલાવી દીધી હતી. અચાનક બની ગયેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તમામ દોડધામમાં પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.

પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, કુલ 28 લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. તેઓ પૈકી લગભગ 10 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાક લોકોની સ્થિતિને ગંભીર માનવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે – શું આ એક સમજી વિચારીને કરાયેલો હુમલો હતો કે પછી કોઈ દુર્ઘટનાવશ કાંડ બન્યો?

તપાસ અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યાં છે અને નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાની હકીકતનો ખુલાસો થઈ શકે.

સ્થાનિક અધિકારીઓએ લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે અને કહ્યુ છે કે સત્ય માહિતીની પુષ્ટિ થયાં પછી જ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાશે. હાલમાં સમગ્ર વિસ્તારને બંધ કરી તપાસ ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

આ ઘટના લોસ એન્જેલસ જેવા વ્યસ્ત અને જનસંખ્યા ઘનતા ધરાવતા શહેરમાં સામાન્ય જનતાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. લોકોમાં આ ઘટના પછી ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. વધુ વિગતો આગામી દિવસોમાં બહાર આવે તેવી શક્યતા છે.

The post અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/more-than-25-people-were-injured-when-a-car-driver-drove-into-a-crowd-in-los-angeles-usa/feed/ 0
અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-air-india-and-boeing-give-first-response-after-initial-report/ https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-air-india-and-boeing-give-first-response-after-initial-report/#respond Sat, 12 Jul 2025 06:23:13 +0000 https://www.gujaratinside.com/?p=14746 અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...

The post અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે.

એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું

એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,

“12 જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલા AAIBના પ્રારંભિક અહેવાલની અમને જાણકારી મળી છે. અમે તમામ નિયામકો અને હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને આગળની તપાસમાં પણ AAIB અને અન્ય સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપતા રહીશું.”

વિમાની કંપનીએ કહ્યું છે કે તપાસ ચાલી રહી છે અને અમે ભવિષ્યમાં પણ દરેક જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.

https://x.com/airindia/status/1943795808660599111

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

AAIB દ્વારા જાહેર કરાયેલા 15 પાનાના રિપોર્ટ અનુસાર, બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના બંને એન્જિન ટેકઓફ પછી થોડી સેકન્ડમાં બંધ થઈ ગયા હતા. ફ્યુઅલ સપ્લાય અટકવાથી વિમાનની થ્રસ્ટ ક્ષમતા ખતમ થઈ ગઈ હતી અને વિમાન નીચે ધકેલાયું હતું. અહેવાલમાં જણાયું છે કે બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ ‘RUN’ સ્થિતિમાંથી ‘CUTOFF’ પર ખસ્યા હતા. જોકે, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બોઇંગે પણ સંવેદના વ્યક્ત કરી

વિમાન બનાવતી કંપની બોઇંગે પણ એક નિવેદન બહાર પાડી રહ્યું છે. તેમણે કહ્યું:

“એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના મુસાફરો અને ક્રૂ સભ્યોના પરિવારજનો તથા અમદાવાદમાં જમીન પર અસરગ્રસ્ત તમામ લોકોને અમારી દિલથી સંવેદના છે. અમે આ તપાસમાં તંત્રોને સહયોગ આપીશું અને અમારી ક્લાયન્ટ એર ઈન્ડિયાને ટેકો આપતા રહીશું.”

આ મામલો હજુ પણ તપાસ હેઠળ છે અને આ રિપોર્ટ માત્ર પ્રારંભિક છે. આગામી અહેવાલોમાં વધુ સ્પષ્ટતાઓ મળવાની શક્યતા છે.

The post અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-air-india-and-boeing-give-first-response-after-initial-report/feed/ 0