Business Stories Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/business-stories/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 27 Jul 2025 02:42:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Business Stories Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/business-stories/ 32 32 મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%b5%e0%ab%87%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%b5%e0%ab%87%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/#respond Sun, 27 Jul 2025 02:42:29 +0000 https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%b5%e0%ab%87%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/ નવી દિલ્હી : જો બ્રિટનનું કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર હેઠળ સંમત થયેલા વેપાર લાભોને નબળા પાડે છે એટલે કે ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચાડે છે તો ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે. ગુરુવારે બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલા વેપાર કરારમાં ઉલ્લેખ નથી...

The post મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

નવી દિલ્હી : જો બ્રિટનનું કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર હેઠળ સંમત થયેલા વેપાર લાભોને નબળા પાડે છે એટલે કે ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચાડે છે તો ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે.

ગુરુવારે બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલા વેપાર કરારમાં ઉલ્લેખ નથી કે જાન્યુઆરી ૨૦૨૭માં અમલમાં આવનાર બ્રિટનના કાર્બન ટેક્સ સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવશે. જો કે, ભારતે આ મુદ્દા પર સતત ચિંતાઓ વ્યક્ત કરી છે અને પ્રસ્તાવિત લેવી હેઠળ સલામતીની માંગ કરી છે. પરંતુ બ્રિટન કહે છે કે કાર્બન ટેક્સ ને મુક્ત વેપાર કરાર માં સમાવી શકાતું નથી કારણ કે લેવી હજુ સુધી લાગુ કરવામાં આવી નથી અને તે પ્રારંભિક તબક્કામાં છે.

જો કાર્બન ટેક્સ વેપાર કરાર હેઠળ આવરી લેવામાં આવતા ઉત્પાદનોને પ્રતિકૂળ અસર કરે છે, તો ભારત ખાતરી કરવા માટે પગલાં લેશે કે વેપાર કરાર હેઠળ પૂરી પાડવામાં આવતી બજાર અક્સેસ ઓછી ન થાય.’ જો કાર્બન ટેક્સ લાગુ કરવામાં આવે છે અને તે કરાર હેઠળ ભારતના વેપાર લાભોને અસર કરે છે, તો ભારતને તેને નવેસરથી સંતુલિત કરવાની સ્વતંત્રતા મળશે.

આનો ઉલ્લેખ નોટ વર્બેલ કરવામાં આવ્યો છે. નોટ વર્બેલ એ બંને સરકારો વચ્ચેનો રાજદ્વારી સંદેશાવ્યવહાર છે. તેમણે કહ્યું કે ભારત છૂટછાટો પાછી ખેંચી શકે છે અને જો જરૂરી હોય તો આ માટે એક પદ્ધતિ ગોઠવી શકાય છે.

વેપાર કરારને કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૬ બિલિયન ડોલરથી બમણો કરવાનો છે. આ વેપાર કરાર હેઠળ, ભારતમાંથી બ્રિટનમાં થતી ૯૯ ટકા નિકાસ ડયુટી ફ્રી હશે, જ્યારે બ્રિટનથી થતી ૯૦ ટકા આયાત ડયુટી ફ્રી નહીં હોય. આ એગ્રીમેન્ટ  બ્રિટનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ભારતની લાગુ સરેરાશ વેપાર જકાત ૧૫ થી ઘટાડીને ૩ ટકા કરશે.

આ વેપાર કરાર બંને દેશોની મંજૂરી પછી અમલમાં આવશે. ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે આ કરારને મંજૂરી આપી દીધી છે, જ્યારે બ્રિટિશ સંસદની મંજૂરી હજુ બાકી છે. આ પ્રક્રિયામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન, ભારત સરકાર નિકાસકારોને આ કરાર વિશે માહિતી આપવાની અને તેનો લાભ લેવાની રીતો વિશે જણાવવાની યોજના બનાવી રહી છે. 

વેપાર કરાર ભારતના ફરજિયાત લાઇસન્સ જારી કરવાના અધિકારને નબળો પાડતો નથી કે તે તેમને જારી કરવા માટે કોઈ નવી પૂર્વ-શરતો ઉમેરતો નથી. આવા લાઇસન્સ જારી કરવાનો સાર્વભૌમ અધિકાર સંપૂર્ણપણે ભારત સરકાર પાસે રહેશે. કરારમાં સ્વૈચ્છિક લાઇસન્સનો ઉલ્લેખ ફક્ત સહયોગી ઉકેલોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓને સ્વીકારે છે.

The post મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%b5%e0%ab%87%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/feed/ 0
વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8/ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8/#respond Sun, 27 Jul 2025 02:42:28 +0000 https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8/ મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ૩૫ ટકા હિસ્સો ભારતનો રહ્યો છે, જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૧ ટકા હતો. નીતિવિષયક પ્રોત્સાહનો તથા ચીન સાથે અમેરિકાની વધી રહેલી વેપાર તાણને પરિણામે એપલ દ્વારા ભારતમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે દેશમાંથી સ્માર્ટફોનની આયાત વધી રહી છે, એમ સરકારી...

The post વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા 2 - image

મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ૩૫ ટકા હિસ્સો ભારતનો રહ્યો છે, જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૧ ટકા હતો. નીતિવિષયક પ્રોત્સાહનો તથા ચીન સાથે અમેરિકાની વધી રહેલી વેપાર તાણને પરિણામે એપલ દ્વારા ભારતમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે દેશમાંથી સ્માર્ટફોનની આયાત વધી રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

વર્તમાન વર્ષના જાન્યુઆરી થી મેના ગાળામાં અમેરિકાએ ભારત ખાતેથી ૨.૧૩ કરોડ સ્માર્ટફોન આયાત કર્યા છે જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ સંખ્યાની દ્રષ્ટિએ ત્રણ ગણાથી વધુ છે. 

મૂલ્યની દ્રષ્ટિએ ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનની અમેરિકામાં નિકાસ વાર્ષિક ધોરણે ૧૮૦ ટકા વધી ૯.૩૫ અબજ ડોલર પહોંચી ગઈ છે જે ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષના આંક કરતા પણ વધુ છે. મૂલ્યની દ્રષ્ટિએ અમેરિકામાં સ્માર્ટફોન ભારતની સૌથી મોટી નિકાસ છે. 

અત્યારસુધી ચીન જે અમેરિકામાં સ્માર્ટફોનનો મોટો પૂરવઠેદાર દેશ રહ્યો હતો તેનો હિસ્સો ઘટી રહ્યો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરી થી મેના ગાળામાં અમેરિકા ખાતે ચીનની સ્માર્ટફોનની નિકાસ ૨૭ ટકા ઘટી ૨.૯૪ કરોડ સ્માર્ટફોન રહી છે, જેનું મૂલ્ય ૧૦ અબજ ડોલર જેટલુ છે. 

અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ચીનનો હિસ્સો જે ૨૦૨૪માં ૮૨ ટકા હતો તે ઘટી ૫૦ ટકા પર આવી ગયાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

ચીનના કસ્ટમ્સ વિભાગ દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે, અમેરિકા ખાતે નિકાસ કરાયેલા સ્માર્ટફોનની સરેરાશ કિંમત જૂનમાં ગયા વર્ષની સરખામણીએ ૪૫ ટકા ઘટી ગઈ છે. જૂનમાં અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસમાં ૭૦ ટકા ઘટાડો થયો છે. 

ભારતમાં એપલના સ્માર્ટફોનના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યાનું જોવા મળે છે. એપલના આઈફોનના કુલ વૈશ્વિક ઉત્પાદનમાંથી અંદાજે વીસ ટકા અહીં થતું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

તાજેતરના  ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો   વધી ૩.૧૦ ટકા પહોંચી ગયો છે. જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૨.૯૦ ટકા હતો. ચીનના હિસ્સામાં ૨.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા એડવાન્સ ટેકનોલોજીમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે.

The post વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8/feed/ 0
નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%95%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-2026%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a5%e0%aa%ae-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%95%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-2026%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a5%e0%aa%ae-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/#respond Sun, 27 Jul 2025 02:42:27 +0000 https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%95%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-2026%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a5%e0%aa%ae-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/ -ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને અપાતી પ્રાથમિકતા Updated: Jul 27th, 2025 Inside Media Network નવી દિલ્હી : ૧૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮ ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન થાપણોમાં વૃદ્ધિ ૧૦.૧ ટકાના દરે સ્થિર રહી હતી. ભારતીય...

The post નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

-ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને અપાતી પ્રાથમિકતા

Updated: Jul 27th, 2025

Inside Media Network

Google News

Google News

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી 1 - image

નવી દિલ્હી : ૧૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮ ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન થાપણોમાં વૃદ્ધિ ૧૦.૧ ટકાના દરે સ્થિર રહી હતી.

ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, લોન વૃદ્ધિ કરતાં થાપણોમાં વૃદ્ધિ વધુ રહી છે, જોકે આ તફાવત ૩૦૦ બેસિસ પોઇન્ટ સુધી ઘટી ગયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન, બેંકિંગ સિસ્ટમની લોનમાં ૧૪ ટકાનો વધારો થયો હતો, જ્યારે થાપણોમાં ૧૧.૩ ટકાનો વધારો થયો હતો.

જો આપણે એકંદર આંકડાઓ પર નજર કરીએ તો, તાજેતરના આંકડા મુજબ, બેંકો દ્વારા આપવામાં આવેલી લોન ૧૮૪.૬૩ લાખ કરોડ રૂપિયા છે, જ્યારે થાપણો ૨૩૩.૨૫ લાખ કરોડ રૂપિયા છે. પખવાડિયા દરમિયાન લોનમાં ૨૩,૦૩૬ કરોડ રૂપિયા અને થાપણોમાં ૯૯,૯૦૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

પાછલા પખવાડિયામાં કુલ લોન અને થાપણો અનુક્રમે ૧૮૪.૮૩ લાખ કરોડ રૂપિયા અને ૨૩૪.૨૫ લાખ કરોડ રૂપિયા રહી હતી મે ૨૦૨૪ માં લોન વૃદ્ધિ લગભગ ૨૦ ટકાના ઉચ્ચ સ્તરથી તીવ્ર ઘટાડો થયો છે. બેંકિંગ ઉદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં લોન વૃદ્ધિ ૧૧ ટકા નોંધાવી હતી, જ્યારે થાપણો ૧૦.૨૬ ટકા વધી હતી.

બેંકરોએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં લોન વૃદ્ધિમાં મંદી તીવ્ર રહી છે, કારણ કે ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

The post નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%95%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-2026%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a5%e0%aa%ae-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/feed/ 0
રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b0%e0%ab%82-1000-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%95%e0%ab%87%e0%aa%aa-%e0%aa%a8/ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b0%e0%ab%82-1000-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%95%e0%ab%87%e0%aa%aa-%e0%aa%a8/#respond Sun, 27 Jul 2025 02:42:26 +0000 https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b0%e0%ab%82-1000-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%95%e0%ab%87%e0%aa%aa-%e0%aa%a8/ મુંબઈ : માર્કેટ રેલ્યુલેટરી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને એક્સચેન્જોએ રૂ.૧૦૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે એન્હાન્સ્ડ સર્વેલન્સ મેકેનિઝમ (ઈએસએમ) ફ્રેમવર્કમાં ફેરફાર કર્યા છે. નવું ફ્રેમવર્ક  સોમવાર ૨૮, જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. ૨૫, જુલાઈના રોજ સંયુક્ત મીટિંગમાં ફ્રેમવર્ક હેઠળ તબક્કાવાર મુવમેન્ટ મુજબ શોર્ટલિસ્ટિંગ માપદંડો અને ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં...

The post રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

મુંબઈ : માર્કેટ રેલ્યુલેટરી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને એક્સચેન્જોએ રૂ.૧૦૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે એન્હાન્સ્ડ સર્વેલન્સ મેકેનિઝમ (ઈએસએમ) ફ્રેમવર્કમાં ફેરફાર કર્યા છે.

નવું ફ્રેમવર્ક  સોમવાર ૨૮, જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. ૨૫, જુલાઈના રોજ સંયુક્ત મીટિંગમાં ફ્રેમવર્ક હેઠળ તબક્કાવાર મુવમેન્ટ મુજબ શોર્ટલિસ્ટિંગ માપદંડો અને ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેરફારોથી ૨૮ કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા છે.

ઊંચા-નીચા ભાવ તફાવત પર આધારિત હાલના શોર્ટલિસ્ટિંગ માપદંડો સાથે, છેલ્લા ત્રણ મહિનાના પોઝિટીવ બંધ થી બંધ ભાવ તફાવતને ઈએસએમ સ્ટેજ-વનમાં સ્ક્રિપને લઈ ખસેડવા માટે આવશ્યકતા તરીકે ઉમેરવામાં આવી છે.

આ છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરના ભાવમાં સતત વધારો દર્શાવે છે, જે રોકાણકારોના રસમાં વધારો દર્શાવે છે. વધુમાં, ઈએસએમ ફ્રેમવર્કના સ્ટેજ ૧ અને સ્ટેજ ૨ માં સ્ક્રિપને સ્થાનાંતરિત કરવા માટે પ્રાઈસ-ટુ-અર્નિંગ રેશિયો (પીઈ) પણ એક શરત તરીકે ઉમેરવામાં આવ્યો છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફટી ૫૦૦ના પીઈ કરતાં બે ગણા સુધીનો પીઈ એક આવશ્યકતા તરીકે નક્કી કરવામાં આવ્યો છે.

ગત વર્ષે ઓગસ્ટમાં, મૂડી બજાર નિયામક તંત્રએ ઈએસએમ ફ્રેમવર્કનો વિસ્તાર રૂ.૧૦૦૦ કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન હેઠળની મુખ્ય કંપનીઓ સુધી કર્યો હતો. ઈએસએમ ફ્રેમવર્ક ભાવ ભિન્નતા, સ્ટાન્ડર્ડ ડેવિએશન-માનક વિચલન વગેરેના આધારે લિસ્ટેડ કંપનીઓના નિરીક્ષણ અને દેખરેખ માટે છે. આ ફ્રેમવર્ક સ્મોલ અને માઈક્રો કંપનીઓ માટે પણ લાગુ પડે છે.

જો કંપની ફ્રેમવર્કના તબક્કા ૧(સ્ટેજ-૧)માં હોય, તો ટી પ્લસ ૨ દિવસથી ૧૦૦ ટકા માર્જિન લાગુ પડે છે અને ટ્રેડ ફોર ટ્રેડ સેટલમેન્ટ પાંચ ટકાના પ્રાઈસ બેન્ડ સાથે લાગુ થશે. જો સ્ક્રિપને પહેલાથી જ બે ટકા પ્રાઈસ બેન્ડ લાગુ હોય, તો તે ચાલુ રહેશે. લોઅર સ્ટેજ-નીચલા તબક્કાના રિવિઝન અને એક્ઝિટ માટે શેરોની તબક્કાવાર સમીક્ષા સાપ્તાહિક ધોરણે કરવામાં આવે છે.

The post રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b0%e0%ab%82-1000-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%95%e0%ab%87%e0%aa%aa-%e0%aa%a8/feed/ 0
સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%98%e0%aa%9f%e0%aa%be%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%9a%e0%aa%be%e0%aa%82%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%b0/ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%98%e0%aa%9f%e0%aa%be%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%9a%e0%aa%be%e0%aa%82%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%b0/#respond Sun, 27 Jul 2025 02:42:25 +0000 https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%98%e0%aa%9f%e0%aa%be%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%9a%e0%aa%be%e0%aa%82%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%b0/ – પ્લેટીનમ વધી ૧૪૦૦ ડોલર ઉપર: ક્રૂડ તથા કોપરમાં પીછેહટ: – કરન્સીમાં બંધ બજારે ડોલર સામે રૂપિયામાં ધીમો સુધારો Updated: Jul 27th, 2025 Inside Media Network મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારવિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. અમેરિકાના ફેડરલ રિઝર્વની મિટિંગ તથા...

The post સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

– પ્લેટીનમ વધી ૧૪૦૦ ડોલર ઉપર: ક્રૂડ તથા કોપરમાં પીછેહટ:

– કરન્સીમાં બંધ બજારે ડોલર સામે રૂપિયામાં ધીમો સુધારો

Updated: Jul 27th, 2025

Inside Media Network

Google News

Google News

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારવિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. અમેરિકાના ફેડરલ રિઝર્વની મિટિંગ તથા બેન્ક ઓફ જાપાનની ટૂંકમાં મળનારી મિટિંગ પર નજર હતી.

અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૦૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૧૨૦૦ રહ્યા હતા. જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૧૧૪૦૦૦ બોલાતા થયા હતા. મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના ઘટી રૂ.૯૭૮૦૦ તથા ૯૯૯ના ઘટી રૂ.૯૮૨૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૧૧૨૯૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ ઘટી ૩૩૩૮ ડોલર રહ્યાના સમાચાર હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ છેલ્લે બંધ ભાવ ૩૮.૧૬ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૪૩ થયા પછી ઉંચામાં ૯૭.૯૧ થઈ છેલ્લે આ ઈન્ડેક્સ ૯૭.૬૭ રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા અમેરિકાના બોન્ડની યીલ્ડ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનુ ંસેલીંગ વધ્યાના નિર્દેશો હતા.

અમેરિકામાં તાજેતરમાં બેરોજગારીના દાવાઓ ઘટતા જોવા મળ્યા છે તથા ત્યાં આના પગલે જોબમાર્કેટમાં મજબુતાઈ દેખાઈ છે. ત્યાં વ્યાજ દરમાં ઘટાડો કરવા અમેરિકાના પ્રમુખ દબાણ કરી રહ્યા છે ત્યારે હવે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે કે નહિં તેના પર બધાની નજર રહી છે. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૯૧થી ૧૩૯૨ વાળા નીચામાં  ૧૩૮૩ તથા ઉંચામાં ભાવ ૧૪૨૧ થઈ છેલ્લે ભાવ ૧૪૦૬થી ૧૪૦૭ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૨૧૯થી ૧૨૨૦ વાળા નીચામાં ૧૨૦૬ તથા ઉંચામાં ૧૨૪૩ થઈ છેલ્લે ભાવ ૧૨૨૪થી ૧૨૨૫ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૫૨ વાળા રૂ.૮૬.૫૦ બોલાતા હતા. વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૨૮ ટકા માઈનસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ ચાલુ રહી હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૯.૪૭ વાળા નીચામાં  ૬૮.૩૧ થઈ છેલ્લે ૬૮.૪૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૫ થઈ છેલ્લે ૬૫.૧૬ ડોલર રહ્યા હતા.

The post સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%98%e0%aa%9f%e0%aa%be%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%9a%e0%aa%be%e0%aa%82%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%b0/feed/ 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-80666/ https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-80666/#respond Sun, 27 Jul 2025 02:42:24 +0000 https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-80666/ મુંબઈ : વિશ્વમાં હવે ટ્રમ્પનું ટેરિફ યુદ્વ પૂરું થવાની તૈયારીમાં છે. વિશ્વને છેલ્લા કેટલાક મહિનાઓથી ટેરિફ યુદ્વના નામે બાનમાં રાખનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના અને એમાં હવે ૧લી ઓગસ્ટની મુદ્દત નજીક આવી રહી હોઈ ટ્રમ્પ ૨૦૦ વધુ ટેરિફ લેટર જારી કરવાની અને યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલ...

The post નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

મુંબઈ : વિશ્વમાં હવે ટ્રમ્પનું ટેરિફ યુદ્વ પૂરું થવાની તૈયારીમાં છે. વિશ્વને છેલ્લા કેટલાક મહિનાઓથી ટેરિફ યુદ્વના નામે બાનમાં રાખનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના અને એમાં હવે ૧લી ઓગસ્ટની મુદ્દત નજીક આવી રહી હોઈ ટ્રમ્પ ૨૦૦ વધુ ટેરિફ લેટર જારી કરવાની અને યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારી હોવાના અહેવાલોએ આગામી દિવસોમાં ટેરિફ વાવાઝોડું શાંત થવાની શકયતા અત્યારે તો દેખાઈ રહી છે. સોમવાર અને મંગળવાર વૈશ્વિક બજારો માટે મહત્વના નીવડવાની શકયતા છે. ટ્રમ્પના ટેરિફ લેટરો લેટર ક્યા દેશો માટે ફ્રેન્ડશિપ લેટર બને છે અને ક્યાં દેશો માટે લેટર બોમ્બ બને છે એના પર વિશ્વની નજર મંડાયેલી રહેશે. ટ્રમ્પે જાપાનીઝ ગુડઝ પર ૧૫ ટકા ટેરિફ અને ૫૫૦ અબજ ડોલરની રોકાણ યોજના સાથે ડિલ કરીને હાલ તુરત ડિલ મેકર ટ્રમ્પ કૂણા પડયા હોવાનું દેખાઈ રહ્યું છે. 

ટ્રમ્પના તૈયાર ૨૦૦ ટેરિફ લેટર અને ભારત સાથે ટ્રેડ ડિલ પર બજારની નજર : બજાર યુ-ટર્ન બતાવી શકે

હવે ભારત સાથે કેટલાક મહત્વના કૃષિ અને ડેરી ક્ષેત્રો મામલે અટવાયેલી ડિલ કઈ રીતે સેટલ થાય છે એના પર ભારત સાથે વિશ્વની નજર છે. જો ભારત પર ઓછા ટેરિફ લાગશે તો બજાર શરૂઆતના કંપનો-આંચકા પચાવીને તેજીના પંથે સવાર થઈ શકે છે. જેથી હાલ તુરત સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં ઘટાડે રોકાણની તક ઝડપી શકાય. વૈશ્વિક પરિબળોવચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૧૧૧ના પ્રતિકારક લેવલે ૨૪૫૫૫  નીચે બંધ થવાના સંજોગોોમાં ૨૪૨૨૨ અને સેન્સેક્સ ૮૨૨૨૨ની પ્રતિકારક સપાટીએ ૮૦૬૬૬ સપાટી નીચે બંધ થવાના સંજોગોમાં ૭૯૬૬૬ સુધી આવી શકે છે.

અર્જુનની આંખે : ASTRAL LTD.

બીએસઈ (૫૩૨૮૩૦), એનએસઈ (ASTRAL) લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ, છેલ્લા છ વર્ષમાં ત્રણ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૦.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પાંચ વર્ષમાં આવકમાં ૧૪.૭૭ ટકા સીએજીઆર હાંસલ કરનાર, રૂ.૬૦૮ કરોડ કેશ, ૧૦૦ ટકા ડેટ-ઋણ મુક્ત,  ૩૭૫ ટકા ડિવિડન્ડ ચૂકવતી, એસ્ટ્રલ લિમિટેડ(ASTRAL LIMITED), વર્ષ ૧૯૯૮માં કામગીરી શરૂ કરનાર કંપની વિશ્વભરમાં ૨૬ પ્લાન્ટો અને ૫૨ ડેપો, ૩૬૨૫થી વધુ ડિસ્ટ્રીબ્યુટરો અને ચાર ઈન્ડસ્ટ્રીઝ પાઈપ્સ-ટેન્ક્સ, એડ્હેસિવ્સ, સેનીટરીવેર અને પેઈન્ટસમાં ૯૦,૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપની વાર્ષિક ૫,૪૯,૧૨૬ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેમાં (૧) પાઈપ્સ, વોટર ટેન્ક્સ અને બાથ વેર માટે ૩,૮૧,૯૫૭ મેટ્રિક ટન (૨) એડહેસિવ્સ અને સીલન્ટ્સ (ભારત) માટે ૯૪,૪૮૩ મેટ્રિક ટન (૩) યુ.કે. અને યુ.એસ.એ.માં ૩૬,૬૮૬ મેટ્રિક ટન (૪) પેઈન્ટસની ૩૬,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. કંપની નવ ઉચ્ચ વૃદ્વિ ધરાવતી કેટેગરીઝમાં કાર્યરત છે, જેમાં (૧) પાઈપ્સ અને ફિટિંગ્સ (૨) વોટર ટેન્ક્સ (૩) એડહેસિવ્ઝ અને સિલન્ટ્સ (૪) કન્ટ્રકશન કેમિકલ્સ (૫) બાથવેર (૬) પેઈન્ટસ (૭) સ્પેશ્યલાઈઝ્ડ વાલ્વસ (૮) ઈન્ફ્રાસ્ટ્રકચર (૯) સ્પેશ્યલાઈઝ્ડ ફિટિંગ્સનો સમાવેશ છે.

કંપની કાનપુરમાં પાઈપ્સ અને વોટર ટેન્ક્સ માટે ૬૦,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતાનું નવું મેન્યુફેકચરીંગ યુનિટ થકી વિસ્તરણ કરી રહી છે, જે સાથે કુલ વાર્ષિક ક્ષમતા વધીને ૬,૦૯,૧૨૬ મેટ્રિક ટનની થશે. કંપની કુલ આવકના ૭૨ ટકા પ્લમ્બિંગમાંથી અને ૨૮ ટકા પેઈન્ટસ અને એડહેસિવ્ઝમાંથી મેળવે છે.

એસ્ટ્રલ લિમિટેડે સ્થાનિક અને ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ માટે પોલીમર પાઈપિંગ સિસ્ટમ્સનું મેન્યુફેકચરીંગ શરૂ કર્યું છે. ભારતમાં પ્રથમ વખત સીપીવીસી પાઈપિંગ દાખલ કરવા માટે જાણીતી એસ્ટ્રલે પાઈપ્સ કેટેગરીમાં વ્યાપક રેન્જના ઉત્પાદનો દાખલ કર્યા છે અને બિલ્ડિંગ મટીરિયલ્સ ઉદ્યોગમાં અન્ય બિઝનેસ કેટેગરીઝમાં સફળતાપૂર્ક વૈવિધ્યિકરણ કર્યું છે. ક્વોલિટી અને ઈન્નોવેશન પર ફોક્સ કરતી કંપનીએ એસ્ટ્રલ વિશ્વાસ હાંસલ કરી વૃદ્વિ મેળવી છે. બિલ્ડિંગ મટીરિયલ્સની કેટેગરીમાં ઘર-ઘરમાં કંપની પ્રચલિત બની છે. શ્રેણીમાં નવીન બ્રાન્ડ કોમ્યુનિકેશન્સ સુધી નવી ટેકનોલોજી રજૂ કરવાથી લઈને એસ્ટ્રલ ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકોમાં એક છે, જે પાઈપ, એડહેસિવ્સ, સેનિટરીવેર, કન્સ્ટ્રકશન કેમિકલ્સ અને હવે પેઈન્ટ ઓફર કરે છે. એસ્ટ્રલ પાઈપ્સ દેશભરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે વિશાળ ભૌગોલિક ક્ષેત્રોમાં બજારોને સંતોષવામાં મદદ કરે છે.

ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર સંદિપ એન્જિનિયરનું નિવેદન : પીવીસી રેઝિનના ભાવમાં ૧૮ ટકાથી વધુ ઘટાડો અને નેગેટીવ ઉદ્યોગ વૃદ્વિ સહિતના પડકારજનક પરિસ્થિતિઓ છતાં, એસ્ટ્રલે ૩.૪ ટકાની કોન્સોલિડેટેડ આવક અને વોલ્યુમ વૃદ્વિ હાંસલ કરી છે, જે સ્પષ્ટપણે મુશ્કેલ વર્ષ દરમિયાન બજાર હિસ્સામાં કંપનીના લાભને પ્રતિબિંબિત કરે છે. નાણા વર્ષ ૨૦૨૬ માટે પોતે એસ્ટ્રલના તમામ બિઝનેસ લાઈનો માટે આશાવાદી છે. પાઈપ અને પ્લમ્બિંગ સેગ્મેન્ટમાં મજબૂત રિકવરી માટે તૈયાર છે, કેમ કે કાચામાલના ભાવ સ્થિર થયા છે, બીઆઈએસ અમલીકરણમાંથી નિયમનકારી ટેઈલવિન્ડ્સ અમલમાં આવે છે, અને અમારી વિસ્તૃત ઉત્પાદન શ્રેણી-જેમાં એએલ અલ અઝીઝ સ્પેશ્યલાઈઝ્ડ ફિટિંગ્સનો સમાવેશ છે, એની સારી સ્વિકૃતિ મેળવી છે. કંપનીની એડહેસિવ અને પેઈન્ટ વ્યવસાયો ક્ષમતા, ઉત્પાદન નવીનતા અને વિતરણમાં કંપની રોકાણ દ્વારા વધતો બજાર હિસ્સો મેળવવા માટે સારી સ્થિતિમાં છે. આ દરમિયાન બાથવેર સેગ્મેન્ટ વધુ સ્કેલ કરવા માટે તૈયાર છે, કેમ કે કંપની નવા ઉત્પાદનો રજૂ કરવાનું અને બજારમાં પ્રવેશને વધુ ઊંડો બનાવવાનું ચાલુ રાખે છે. કંપની પાસેની રૂ.૬૦૮ કરોડની મજબૂત રોકડ સ્થિતિ સાથે શેરધારકોને વળતર સાથે વૃદ્વિ રોકાણોને સંતુલિત કરવા માટે પ્રતિબદ્વ છે. મને વિશ્વાસ છે કે, આ વર્ષે અમે જે પાયો નાખ્યો છે, તે સાથે અમલીકરણ અને સંચાલન શિસ્ત પરનું અમારૂ ધ્યાન, એસ્ટ્રલને નાણા વર્ષ ૨૦૨૬ અને તે પછીના સમયગાળામાં ટકાઉ, નફાકારક વૃદ્વિ હાંસલ કરવા સક્ષમ બનાવશે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

આવક રૂ.૫૮૩૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૧૮ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૫૦ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૬૪૭૫ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૧૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૫૬ કરોડ નોધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૪.૪૨ અપેક્ષિત છે.

ઓપરેશન્સમાંથી આવક : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૩૧૭૬ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૪૩૯૪ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૫૧૫૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૫૬૫૪ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૮૩૨ કરોડ અને અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૬૪૭૫ કરોડ

ચોખ્ખોનફો : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૪૦૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૪૯૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૪૫૯ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૫૪૫ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૧૮ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૬૫૬ કરોડ

શેર દીઠ આવક (બોનસ શેર ઈસ્યુ બાદ) : નાણા વર્ષ ૨૦૨૧ની રૂ.૧૫.૧૦, નાણા વર્ષ ૨૦૨૨ની રૂ.૧૮.૦૧, નાણા વર્ષ ૨૦૨૩ની રૂ.૧૭, નાણા વર્ષ ૨૦૨૪ની રૂ.૨૦.૩૩, નાણા વર્ષ ૨૦૨૫ની રૂ.૧૯.૫૦, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬ની રૂ.૨૪.૪૨

ડિવિડન્ડ પે-આઉટ (નેટ પ્રોફિટ પર રેશીયો) : નાણા વર્ષ ૨૦૨૧માં ૧૧.૯૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૨માં ૪.૬૧ ટકા, નાણા વર્ષ ૨૦૨૩માં ૧૧.૧૬ ટકા, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૩.૪૬ ટકા, નાણા વર્ષ ૨૦૨૫માં ૧૮.૨૬ ટકા. સરેરાશ નેટ પ્રોફિટના ૧૧.૯૦ ટકા.

ડિવિડન્ડ : નાણા વર્ષ ૨૦૨૧માં ૨૦૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૨માં ૩૦૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૩માં ૩૫૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૪માં ૩૭૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૫માં ૩૭૫ ટકા

બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૧૯માં ૧:૪ શેર, વર્ષ ૨૦૨૧માં ૧:૩ શેર, વર્ષ ૨૦૨૩માં ૧:૩ શેર બોનસ. આમ કુલ ઈક્વિટીમાં ૭૦.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૫૪.૧૦ ટકા, મ્યુચ્યુઅલ ફંડો અને ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૧૪.૯૦ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧૯.૮૫ ટકા, એચએનઆઈઝ પાસે ૩.૨૫ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૭.૯૦ ટકા છે.

બુક વેલ્યુ (બોનસ સિવાય) : માર્ચ ૨૦૨૧માં રૂ.૮૧, માર્ચ, ૨૦૨૨માં રૂ.૯૮, વર્ષ માર્ચ, ૨૦૨૩માં રૂ.૯૯, વર્ષ ૨૦૨૪માં રૂ.૧૧૭, માર્ચ, ૨૦૨૫માં રૂ.૧૩૫ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૬માં રૂ.૧૬૦

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં. (૨)પાંચ વર્ષમાં ૧૪.૭૭ ટકા સીએજીઆર વૃદ્વિ, ૧૦૦ ટકા દેવા મુક્ત, રૂ.૬૦૮ કરોડની રોકડ હાથ પર, છેલ્લા છ વર્ષમાં ત્રણ બોનસ ઈસ્યુ થકી ૭૦.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ૩૭૫ ટકા ડિવિડન્ડ ચૂકવતી, એસ્ટ્રલ લિમિટેડ,  પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૪.૪૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૬૦ અને પીવીસી પાઈપ્સ ઉદ્યોગના ૭૫ના પી/ઈ સામે એનએસઈ, બીએસઈ લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ શેર રૂ.૧૪૭૫ ભાવે ૬૦.૪૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

The post નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-80666/feed/ 0
ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ac%e0%ab%89%e0%aa%af%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%86/ https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ac%e0%ab%89%e0%aa%af%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%86/#respond Sat, 26 Jul 2025 15:42:07 +0000 https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ac%e0%ab%89%e0%aa%af%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%86/ India-China Business : ચીન વિશ્વની બીજી મોટી ઈકોનોમી છે, તો ભારત વિશ્વમાં ઝડપથી વધી રહેલી ઈકોનોમી છે. ચીન-ભારત વચ્ચે સંબંધોમાં ખટાશ છતાં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો નથી.  ચીને તાજેતરમાં જ ભારત માટેની રેયર અર્થ મેગ્નેટ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝરનો જથ્થો અટકાવી દીધો હતો. જોકે એક સેક્ટર એવું છે,...

The post ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

India-China Business : ચીન વિશ્વની બીજી મોટી ઈકોનોમી છે, તો ભારત વિશ્વમાં ઝડપથી વધી રહેલી ઈકોનોમી છે. ચીન-ભારત વચ્ચે સંબંધોમાં ખટાશ છતાં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો નથી.  ચીને તાજેતરમાં જ ભારત માટેની રેયર અર્થ મેગ્નેટ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝરનો જથ્થો અટકાવી દીધો હતો. જોકે એક સેક્ટર એવું છે, જ્યાં બંને દેશોની કંપનીઓ ચૂપચાપ હાથ મિલાવી રહી છે.

ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ 2 - image

ભારત-ચીનની કંપનીઓએ આ સેક્ટરમાં મિલાવ્યો હાથ

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સામાનનું ઉત્પાદન કરતી કંપની ડિક્સન ટેકનોલોજી અને ચીનની લૉન્ગ ચીયર ઈન્ટેલીજન્સ વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી અનેક કંપનીએ હવે ચીનની કંપનીઓ સાથે હાથ મિલાની કામ કરવાની વિચારી રહી છે. ડિક્સન ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિકસ સામાન બનાવતી કંપની છે. કંપનીએ ગુરુવારે (24 જુલાઈ) કહ્યું હતું કે, ‘સરકારે અમારા અને ચીન સાથે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. બંને કંપનીઓના વેન્ચરમાં ડિક્સનની 74 ટકા અને લોંગચીયરની 26 ટકા ભાગીદારી હશે.

ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ 3 - image

ડિક્સન બાદ હવે અન્ય ભારતીય કંપનીઓની ચીન પર નજર

ડિક્સન અને લૉન્ગ ચીયર ઈન્ટેલીજન્સ વચ્ચે સમજૂતી કરાર થયા બાદ દેશની અન્ય કંપનીઓમાં પણ ઉત્સાહ વધ્યો છે. એપેક ડ્યુરેબલ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, એમ્બર એન્ટરપ્રાઇઝ અને કાર્બન મોબાઇલ કંપનીઓ પણ ચીનની કંપનીઓ સાથે આવો સમજૂતી કરાર કરવાની યોજના બનાવી રહી છે. વાસ્તવમાં ડિક્સનને મંજૂરી મળ્યા બાદ સ્થાનીક ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીને લાગી રહ્યું છે કે, કેન્દ્ર સરકારનું ચીન પ્રત્યેનું વલણ થોડું નરમ પડી ગયું છે. અમે ચીનની કંપનીઓ ભારતમાં સરળતાથી ઉત્પાદન બનાવી શકશે. ડિક્સનના સમજૂતી કરાર પર સૌકોઈ નજર રાખીને બેઠું હતું. જો ચીનની કંપનીને ભારતમાં કામ કરવું હોય તો તેણે ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે.

The post ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ac%e0%ab%89%e0%aa%af%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%86/feed/ 0
2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં https://www.gujaratinside.com/2025/07/26/2025%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3/ https://www.gujaratinside.com/2025/07/26/2025%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3/#respond Sat, 26 Jul 2025 15:42:06 +0000 https://www.gujaratinside.com/2025/07/26/2025%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3/ BLOOMBERG BILLIONAIRES INDEX 2025 : બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી કમાણી કરનારાઓની યાદીમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન ટોચના ક્રમાંકે આવી ગયા છે, ત્યારબાદ બીજા ક્રમાંકે મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગનું નામ છે, પછી નેવિડાના જેન્સન હુઆંગ, માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર, થોમસ પીટરફી, કાર્લોસ સ્લિમ અને...

The post 2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

BLOOMBERG BILLIONAIRES INDEX 2025 : બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી કમાણી કરનારાઓની યાદીમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન ટોચના ક્રમાંકે આવી ગયા છે, ત્યારબાદ બીજા ક્રમાંકે મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગનું નામ છે, પછી નેવિડાના જેન્સન હુઆંગ, માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર, થોમસ પીટરફી, કાર્લોસ સ્લિમ અને પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું નામ છે.

લેરી એલિસને મસ્ક, બેઝોસ, ઝકરબર્ગને છોડ્યા પાછળ

  • ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન 2025માં એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ જેવા ટેક જાયન્ટ્સને પાછળ છોડીને વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, એલિસને આ વર્ષે જ 70.69 અબજ ડૉલરથી વધુની કમાણી કરી છે. કુલ 296 અબજ ડૉલરની નેટવર્થ સાથે તેઓ હવે વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમે છે.
  • મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ કમાણીની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. તેમણે આ વર્ષે 43.2 અબજ ડૉલર ની કમાણી કરી છે, જેનાથી તેમની કુલ નેટવર્થ 251 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે સૌથા નેટવર્થની યાદીમાં ઝકરબર્ગ ચોથા સ્થાને છે.
  • AI ચિપ્સની વૈશ્વિક માંગને કારણે નેવિડાના CEO જેન્સન હુઆંગ 36.7 અબજ ડૉલરની કમાણી સાથે કમાણીની યાદીમાં ત્રીજા સ્થાને છે. હુઆંગની કુલ સંપત્તિ હવે 151 અબજ ડૉલર છે, જે તેમને વિશ્વના નવમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
  • માઈક્રોસોફ્ટના પૂર્વ CEO સ્ટીવ બૉલમરએ આ વર્ષે 29.7 અબજ ડૉલરની કમાણી કરી છે, જેના કારણે તેની નેટવર્ક 176 અબજ ડૉલર પર પહોંચ્યા બાદ તેઓ અબજોપતિની યાદીમાં 9માં ક્રમાંકે આવી ગયા છે.
  • થોમસ પીટરફીએ 2025માં 25.2 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ તેમની કુલ નેટવર્થ 78.3 અબજ ડૉલર થઈ છે અને હેવ તેઓ વિશ્વ અબજોપતિની યાદીમાં 22માં ક્રમાંકે છે.
  • કાર્લોસ સ્લિમે 2025માં 7.49 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ હવે તેઓની નેટવર્થ 73.2 અબજ ડૉલર પર પહોંચી ગયા બાદ તેઓ અબજોપતિની યાદીમાં 17માં સ્થાને છે.
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ આ વર્ષે 10 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ તેમની નેટવર્થ 101 અબજ ડૉલર પર પર પહોંચી ગઈ છે અને હવે તેઓ અમીરોની યાદીમાં 18માં ક્રમાંકે આવી ગયા છે.

2025માં જોવા મળ્યું ટેક અબજોપતિઓનું વર્ચસ્વ

  • આ વર્ષે સૌથી વધુ ટેક અબજોપતિઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જેમાં તેઓની આવકમાં વધારો થયો છે. ત્યારબાદ રિટેલનું પ્રભુત્વ વધ્યું છે. એલિસનની ઓરેકલે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જબરદસ્ત કમાણી કરી છે. 

આ પણ વાંચો : દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે

સૌથી વધુ નેટવર્થ ધરાવતા ટોપ-50ની યાદી

  1. એલોન મસ્ક – 362 અબજ ડૉલર
  2. લેરી એલિસન – 296 અબજ ડૉલર
  3. જેફ બેઝોસ – 252 અબજ ડૉલર
  4. માર્ક ઝકરબર્ગ – 251 અબજ ડૉલર
  5. સ્ટીવ બૉલમર – 176 અબજ ડૉલર
  6. લેરી પેજ – 174 અબજ ડૉલર
  7. સર્ગેઈ બ્રિન – 163 અબજ ડૉલર
  8. બર્નાર્ડ આર્નોલ્ટ – 162 અબજ ડૉલર
  9. જેન્સન હુઆંગ – 151 અબજ ડૉલર
  10. વોરન બફેટ – 146 અબજ ડૉલર
  11. માઈકલ ડેલ – 136 અબજ ડૉલર
  12. બિલ ગેટ્સ – 124 અબજ ડૉલર
  13. જિમ વોલ્ટન – 121 અબજ ડૉલર
  14. રોબ વોલ્ટન – 119 અબજ ડૉલર
  15. એલિસ વોલ્ટન – 118 અબજ ડૉલર
  16. એમેન્સિયો ઓર્ટેગા – 108 અબજ ડૉલર
  17. કાર્લોસ સ્લિમ – 103 અબજ ડૉલર
  18. મુકેશ અંબાણી – 101 અબજ ડૉલર
  19. ફ્રાન્કોઈઝ બેટનકોર્ટ મેયર્સ – 93.4 અબજ ડૉલર
  20. ગૌતમ અદાણી – 80.8 અબજ ડૉલર
  21. જુલિયા ફ્લેશર કોચ અને પરિવાર – 80.5 અબજ ડૉલર
  22. થોમસ પીટરફી – 78.3 અબજ ડૉલર
  23. ચાર્લ્સ કોચ – 73.2 અબજ ડૉલર
  24. ઝોંગ શાનશાન – 68.9 અબજ ડૉલર
  25. જેફ યાસ – 63.8 અબજ ડૉલર
  26. મા હુઆટેંગ – 60.8 અબજ ડૉલર
  27. ચાંગપેંગ ઝાઓ – 60.0 અબજ ડૉલર
  28. ઝાંગ યિમિંગ – 59.6 અબજ ડૉલર
  29. સ્ટીફન શ્વાર્ઝમેન – 57.1 અબજ ડૉલર
  30. જિયોવાન્ની ફેરેરો અને પરિવાર – 52.9 અબજ ડૉલર
  31. જેક્વેલિન બેજર માર્સ – 50.3 અબજ ડૉલર
  32. જોન માર્સ – 50.3 અબજ ડૉલર
  33. તાદાશી યાનાઈ – 49.3 અબજ ડૉલર
  34. કેન ગ્રિફીન – 48.3 અબજ ડૉલર
  35. લેઈ જુન – 47.3 અબજ ડૉલર
  36. ગેરાલ્ડ વર્થેઇમર – 45.2 અબજ ડૉલર
  37. એલન વર્થેઇમર – 45.2 અબજ ડૉલર
  38. એબીગેઇલ જોહ્ન્સન – 44.0 અબજ ડૉલર
  39. જર્મન લારિયા – 43.5 અબજ ડૉલર
  40. વિલિયમ ડિંગ – 42.9 અબજ ડૉલર
  41. મેકેન્ઝી સ્કોટ – 42.9 અબજ ડૉલર
  42. ઝેંગ યુક્યુન – 42.6 અબજ ડૉલર
  43. લુકાસ વોલ્ટન – 42.0 અબજ ડૉલર
  44. કોલિન હુઆંગ – 41.7 અબજ ડૉલર
  45. ડિએટર શ્વાર્ઝ – 41.6 અબજ ડૉલર
  46. જેક મા – 41.2 અબજ ડૉલર
  47. ક્લાઉસ-માઈકલ કુહને – 41.2 અબજ ડૉલર
  48. મિરીયમ એડેલ્સન – 39.6 અબજ ડૉલર
  49. લેન બ્લાવત્નિક – 38.8 અબજ ડૉલર
  50. એડ્યુઆર્ડો સેવેરિન – 38.5 અબજ ડૉલર

આ પણ વાંચો : સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ

The post 2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/26/2025%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3/feed/ 0
સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%b8%e0%aa%a4%e0%aa%a4-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%9c%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad/ https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%b8%e0%aa%a4%e0%aa%a4-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%9c%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad/#respond Sat, 26 Jul 2025 11:37:52 +0000 https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%b8%e0%aa%a4%e0%aa%a4-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%9c%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad/ Gold-Silver Price: આજે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં રૂ. 1380નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ ગઈકાલે રૂ. 1200નો ઘટાડો થયો હતો. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે ગઈકાલે 10 ગ્રામ દીઠ 100,960 રૂપિયા હતો. આજે 22 કેરેટ સોનાનો ભાવ...

The post સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

Gold-Silver Price: આજે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં રૂ. 1380નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ ગઈકાલે રૂ. 1200નો ઘટાડો થયો હતો. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે ગઈકાલે 10 ગ્રામ દીઠ 100,960 રૂપિયા હતો. આજે 22 કેરેટ સોનાનો ભાવ 92,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 75,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ

સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે અમેરિકાએ ફિલિપાઈન્સ અને જાપાન સાથે ટ્રેડ ડીલ કરી છે. જેના કારણે રોકાણકારોમાં તણાવ ઓછો થયો છે અને તેમને લાગે છે કે ભવિષ્યમાં પણ આવી ટ્રેડ ડીલ થઈ શકે છે. 

રોકાણકારોની નજર માત્ર અમેરિકામાં થઈ રહેલી ટ્રેડ ડીલ પર જ નહીં પરંતુ કેન્દ્રીય બેંકોના નિર્ણયો પર પણ છે. એવું માનવામાં આવે છે કે, રોકાણકારો સોનું વેચીને અન્ય રોકાણ વિકલ્પો પસંદ કરી શકે છે, તેથી જ આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.

ગઈકાલે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, પરંતુ આજે 26 જુલાઈના રોજ તેનો ભાવ 1,00,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ ઉપરાંત મુંબઈમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,00,470 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,00,470 રૂપિયા થઈ ગયો છે. 

આ પણ વાંચો: દેશમાં ઓગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે

ચાંદીની ચમક ઘટી

આજે 26 જુલાઈ 2025ના રોજ ચાંદીના ભાવમાં પણ સોનાના ભાવની જેમ સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગઈકાલે સવારે ચાંદીનો ભાવ 1,17,900 રૂપિયા પ્રતિ કિલો હતો, પરંતુ સાંજ સુધીમાં ભાવ વધીને 1,18,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. આજે ભારતમાં ચાંદીનો ભાવ 1,17,900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. 

The post સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%b8%e0%aa%a4%e0%aa%a4-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%9c%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad/feed/ 0
દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%91%e0%aa%97%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2/ https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%91%e0%aa%97%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2/#respond Sat, 26 Jul 2025 11:37:51 +0000 https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%91%e0%aa%97%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2/ Rule Change: દર મહિનાની જેમ ઑગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે તો બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા...

The post દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

Rule Change: દર મહિનાની જેમ ઑગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે તો બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા બજેટને અસર કરી શકે છે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી કયા-કયા નિયમો બદલાઈ રહ્યા છે.

1. ક્રેડિટ કાર્ડમાં ફેરફાર 

જો તમે SBI Card હોલ્ડર્સ છે તો તમને એક મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે 11 ઑગસ્ટથી SBIએ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને બંધ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં SBI-UCO બૅંક, સેન્ટ્રલ બૅંક, PSB, કરુર વૈશ્ય બૅંક, અલ્હાબાદ બૅંક સાથે મળીને કેટલાક ELITE અને PRIME કાર્ડ પર 1 કરોડ રૂપિયા અથવા 50 લાખનું કવર આપે છે. 

LPGના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ આ મહિને પણ LPG અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. 1 જુલાઈના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને 60 રૂપિયા સસ્તો કરી દેવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે, પરંતુ LPG સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં 1 ઑગસ્ટથી LPGના ભાવમાં ઘટાડો થવાનું અનુમાન છે. 

UPIના બદલાઈ રહ્યા નિયમો

1 ઑગસ્ટથી UPI સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થશે. જો તમે નિયમિતપણે Paytm, PhonePe, GPay અથવા અન્ય કોઈપણ થર્ડ પેમેન્ટ પ્લેટફોર્મનો  ઉપયોગ કરી રહ્યા છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તમારા પર દબાણ ઘટાડવા અને વધુ સારી પેમેન્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. NPCIએ કેટલીક નવી લિમિટેશન લાદી છે, જે તમારા પેમેન્ટને અસર નહીં કરશે, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમિટ લગાવે છે. 

– હવે તમે એક દિવસમાં પોતાની UPI એપથી માત્ર 50 વાર જ બેલેન્સ ચેક કરી શકશો. 

– હવે તમે મોબાઈલ નંબરથી લિંક બૅંક એકાઉન્ટ્ને દિવસમાં માત્ર 25 વાર ચેક કરી શકશો.

– AutoPay ટ્રાન્જેક્શન જેવા નેટફ્લિક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડના હપ્તા હવે માત્ર 3 સમય સ્લોટમાં પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, 1થી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. 

– હવે તમે ફેલ ટ્રાન્જેક્શનનું સ્ટેટસ 1 દિવસમાં માત્ર 3 વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે 90 સેકન્ડનું અંતર રહેશે.

CNG, PNGના ભાવમાં ફેરફાર

ઘણીવાર એવું જોવા મળે છે કે તેલ કંપનીઓ CNG અને PNGના ભાવમાં પણ દર મહિને ફેરફાર કરે છે, પરંતુ એપ્રિલ પછીથી તેમાં કોઈ ફેરફાર નથી થયો. CNG-PNGના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો. તે સમયે મુંબઈમાં CNG 79.50/કિલો અને PNG 49/યુનિટ થઈ હતી. છ મહિનામાં ચોથી વખત આ વધારો કરવામાં આવ્યો હતો.

બૅંક હોલિડે

ભારતીય રિઝર્વ બૅંક દર મહિને બૅંક હેલિડેની યાદી બહાર પાડે છે. વીકેન્ડને છોડીને તહેવાર અને અન્ય જરૂરી ડેટ પર RBI બૅંકોને બંધ કરવાનો નિર્દેશ આપે છે. જો કે, આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોઈ શકે છે.

ATFના ભાવ

1 ઑગસ્ટથી એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર LPGના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ફ્યુઅલ(ATF ભાવ)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે.

The post દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/26/%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%91%e0%aa%97%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2/feed/ 0