Business Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/business/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 04:28:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Business Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/business/ 32 32 ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/ https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/#respond Sat, 16 Aug 2025 04:28:15 +0000 https://www.gujaratinside.com/?p=16412 ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા...

The post ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા ઘટીને $62.80 પ્રતિ બેરલ પર બંધ થયા. ઓગસ્ટ મહિનામાં અમેરિકન ક્રૂડના ભાવમાં કુલ 9.32 ટકા એટલે કે $6.46 પ્રતિ બેરલ ઘટાડો નોંધાયો છે.

ગલ્ફ દેશોના ક્રૂડ ઓઈલના ભાવમાં પણ દોઢ ટકાનો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.48 ટકા ઘટીને $65.85 પ્રતિ બેરલ થયા છે. ઓગસ્ટ મહિનામાં બ્રેન્ટ ક્રૂડમાં 9.21 ટકા એટલે કે $6.68 પ્રતિ બેરલ ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો ભારત માટે ખૂબ જ સકારાત્મક છે, કારણ કે ભારત ગલ્ફ દેશોમાંથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે.

બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર કોઈ સહમતિ ન આવી, પરંતુ પુતિને ટ્રમ્પને મોસ્કોમાં આગામી બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આથી એવું જણાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની સંભાવના હજી યથાવત છે. તેલના ભાવમાં આવેલા ઘટાડા એનો સંકેત આપે છે કે તણાવ પૂરેપૂરો નથી પરંતુ વાતચીતના દરવાજા ખુલ્લા છે.

આ બેઠક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે જો યુદ્ધવિરામ અંગે કોઈ સકારાત્મક પરિણામ મળ્યું હોત, તો રશિયન તેલ આયાત પર લાદવામાં આવેલા 25 ટકા વધારાના અમેરિકન ટેરિફ દૂર થવાની શક્યતા હતી. હાલ, આ ટેરિફ 28 ઓગસ્ટથી અમલમાં આવશે. જોકે અમેરિકા અને ભારત વચ્ચે ચર્ચા ચાલુ છે અને શક્ય છે કે અમલ પહેલા રાહત મળી શકે.

આ દરમિયાન, એક અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ભારતની રશિયન તેલ આયાતમાં વધારો થયો છે. કેપ્લરના ડેટા મુજબ, ભારત ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 2 મિલિયન બેરલ રશિયન ક્રૂડ આયાત કરી રહ્યું છે, જે જુલાઈમાં 1.6 મિલિયન બેરલ હતું. આ વૃદ્ધિ ઇરાક અને સાઉદી અરેબિયાથી આયાતમાં ઘટાડા કારણે થઈ છે.

 

The post ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/feed/ 0
અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત https://www.gujaratinside.com/2025/06/26/actor-malhar-thakar-and-actress-pooja-joshi-announce-new-venture-under-the-pretext-of-good-news/ https://www.gujaratinside.com/2025/06/26/actor-malhar-thakar-and-actress-pooja-joshi-announce-new-venture-under-the-pretext-of-good-news/#respond Thu, 26 Jun 2025 16:45:46 +0000 https://www.gujaratinside.com/?p=14426 ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કપલે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘અમે હવે ત્રિપુટી બનવા જઈ રહ્યા છીએ.’ આ પોસ્ટ જોઈને ફેન્સને એવું લાગી રહ્યું હતું કે, પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી...

The post અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કપલે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘અમે હવે ત્રિપુટી બનવા જઈ રહ્યા છીએ.’ આ પોસ્ટ જોઈને ફેન્સને એવું લાગી રહ્યું હતું કે, પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ આ કપલ માતા-પિતા બનશે. ઘણા સાથી કલાકારોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પરંતુ હકીકતમાં આ ‘ગુડ ન્યૂઝ’ તેમનો નવો બિઝનેસ વેન્ચર છે. મલ્હાર અને પૂજાએ હવે પોતે જ ખુલાસો કર્યો છે કે તેઓ અમદાવાદમાં એક નવો કેફે શરૂ કરી રહ્યા છે. ફેન્સને લાગ્યું હતું કે, તે તેમના પરિવારમાં કોઈ નવા મહેમાનના આગમન વિશે છે, પરંતુ જાણમાં આવ્યું કે ‘ત્રિપુટી’નો ઈશારો મલ્હાર, પૂજા અને તેમના નવા કેફે તરફ હતો. આ રીતે ‘ગુડ ન્યૂઝ’ના બહાને આ કપલે નવા કેફેની અનોખી જાહેરાત કરી છે.

https://www.instagram.com/reel/DLWs3d6yME6/?utm_source=ig_embed&ig_rid=6d5fbf47-18e7-48d2-9151-0a412a9b5089

આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યુઝ શેર કરતા લખ્યું કે, તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે! અમારા દિલ ઉત્સાહથી છલકાઈ રહ્યા છે કે આખરે અમારા બાળકનું અનાવરણ થશે અને સ્વપ્ન સાકાર થવામાં મદદ મળશે: @Kooffeecafe – એક હૂંફાળું કાફે જે કોફીના જાદુ અને ગુજરાતી સિનેમાના સમૃદ્ધ વારસાને હૃદયપૂર્વક સેલિબ્રેટ કરશે. આ અદ્ભુત નવા પ્રકરણની શરૂઆત કરતી વખતે અમારી સાથે ઉજવણી કરો. તમારા સમર્થનનો અર્થ વિશ્વ છે.

આ પોસ્ટમાં મલ્હાર અને પૂજાએ તેમના કેફેનું સરનામું પણ શેર કર્યું છે. ફેન્સને 28 જુને તેમના જન્મદિવસે Meet & Greet માટે આવવાનો આગ્રહ પણ કર્યો છે. સાથે જ લખ્યું છે કે, ‘મજામાં જોડાઓ, પ્રેમ વહેંચો, અને ચાલો નવી શરૂઆત (અને સ્વાદિષ્ટ કોફી!) ની શુભેચ્છા પાઠવીએ. અમે તમને ત્યાં જોવા માટે ઉત્સુક છીએ!’

The post અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/26/actor-malhar-thakar-and-actress-pooja-joshi-announce-new-venture-under-the-pretext-of-good-news/feed/ 0