#Canada Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/canada/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 30 Jun 2025 08:22:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Canada Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/canada/ 32 32 ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો https://www.gujaratinside.com/2025/06/30/canada-withdraws-digital-tax-decision-against-companies-like-google-amazon/ https://www.gujaratinside.com/2025/06/30/canada-withdraws-digital-tax-decision-against-companies-like-google-amazon/#respond Mon, 30 Jun 2025 08:19:12 +0000 https://www.gujaratinside.com/?p=14535 ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે. કેનેડિયન નાણા...

The post ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે.

કેનેડિયન નાણા મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન કર્યું છે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 21 જુલાઈ સુધીમાં નવા વેપાર કરાર પર સંમતિ માટે વાટાઘાટો ફરી શરૂ કરવા જઈ રહ્યા છે.

ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરાશે

કેનેડિયન નાણા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, સોમવારથી ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરવામાં આવશે. જેના માટે ફાઈનાન્સ મિનિસ્ટર ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન સોમવારે ડિજિટલ સર્વિસ ટેક્સ એક્ટને રદ કરતું એક બિલ રજૂ કરશે. DSTની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. કેનેડામાં કાર્યરત ઘણી મોટી ટેક કંપનીઓ કેનેડિયન નાગરિકો પાસેથી થતી આવક પર ટેક્સ ચૂકવતી ન હતી. જેથી કેનેડાએ ડિજિટલ સર્વિસ ટેક્સ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ BIG NEWS: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત

ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂકવા તૈયાર 

ટ્રમ્પે અચાનક કેનેડા દ્વારા વસૂલવામાં આવતો ડિજિટલ સર્વિસ ટેક્સને અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો ગણાવતાં વેપાર મંત્રણા બંધ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર કરાર મુદ્દે ચર્ચાઓ આગળ વધશે નહીં.

The post ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/30/canada-withdraws-digital-tax-decision-against-companies-like-google-amazon/feed/ 0