ceasefire Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ceasefire/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 22 Aug 2025 14:32:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ceasefire Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ceasefire/ 32 32 ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’ https://www.gujaratinside.com/2025/08/22/israel-hamas-gaza-threat/ https://www.gujaratinside.com/2025/08/22/israel-hamas-gaza-threat/#respond Fri, 22 Aug 2025 14:32:40 +0000 https://www.gujaratinside.com/?p=16977 ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝા હાલ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજબરોજના હુમલાઓ અને નાગરિકોનાં મોતના મામલાથી બાવળાઈ ગયેલા ગાઝાવાસીઓ વચ્ચે ઈઝરાયલએ ખતરનાક ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે જણાવ્યું કે, હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે અને હમાસના આતંકીઓને નર્કમાં ધકેલી દેવામાં આવશે. કાર્ટ્જે સ્પષ્ટ કર્યું...

The post ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝા હાલ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજબરોજના હુમલાઓ અને નાગરિકોનાં મોતના મામલાથી બાવળાઈ ગયેલા ગાઝાવાસીઓ વચ્ચે ઈઝરાયલએ ખતરનાક ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે જણાવ્યું કે, હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે અને હમાસના આતંકીઓને નર્કમાં ધકેલી દેવામાં આવશે.

કાર્ટ્જે સ્પષ્ટ કર્યું કે, રફાહ અને બૈત હાનૂન જેવા વિસ્તારોને કાટમાળ બનાવી દેવામાં આવ્યા હતા અને હવે આવાં જ પરિણામ ગાઝા માટે રહેશે. હમાસના આતંકીઓએ ઈઝરાયલની શરતોનું પાલન ન કર્યું તો યુદ્ધવિરામ નહીં થશે.

બીજી તરફ, હમાસે જણાવ્યું કે તે બંધકોને છોડવા સંમત છે, પરંતુ શસ્ત્રો નીચે મૂકવાની માંગનો સ્વીકાર કર્યો નથી. હમાસના દાવા મુજબ, પેલેસ્ટાઇન સ્વતંત્ર દેશની સ્થાપના સુધી તેઓ હથિયાર છોડશે નહીં. ઈઝરાયલ અને હમાસના નિવેદનો દર્શાવે છે કે આગળ પણ ગાઝામાં ગંભીર અને ભયાનક હુમલાઓ થઈ શકે છે.

The post ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/israel-hamas-gaza-threat/feed/ 0
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/ https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/#respond Fri, 15 Aug 2025 13:22:15 +0000 https://www.gujaratinside.com/?p=16381 ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...

The post ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને તોડી પાડી રહ્યા હતા અને છ-સાત જેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે બંને દેશો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હતા.

ભારતનું કહેવું છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંન્ને દેશોના DGMO વચ્ચે સીધા સંવાદ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પ દાવો કરે છે કે તેમના પ્રયાસોથી ceasefire શક્ય બન્યું. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે છેલ્લા છ મહિનામાં તેમણે છ યુદ્ધોનો અંત લાવ્યો છે અને તેને ગર્વ છે. 10 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે જો બંન્ને દેશો લડાઈ બંધ કરશે, તો અમેરિકા તેમની સાથે મોટા પ્રમાણમાં વેપાર કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલાસ્કામાં મળવા જઈ રહ્યા છે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી મુશ્કેલ સાબિત થયું. જો હું રાષ્ટ્રપતિ ન હોત, તો પુતિન યુક્રેન પર કબજો કરી લેત.

 

The post ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/feed/ 0
થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી https://www.gujaratinside.com/2025/07/26/thailand-cambodia-border-clash-ceasefire-request/ https://www.gujaratinside.com/2025/07/26/thailand-cambodia-border-clash-ceasefire-request/#respond Sat, 26 Jul 2025 04:07:23 +0000 https://www.gujaratinside.com/?p=15531 થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો...

The post થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો છે.

કંબોડિયાની યુદ્ધવિરામ માટે અપીલ
શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ કંબોડિયાએ તાત્કાલિક અને બિનશરતી સીઝફાયર (Ceasefire) માટે અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂત ચેયા કિયોએ જણાવ્યું કે, “અમે શાંતિપૂર્ણ ઉકેલ માટે આહ્વાન કરીએ છીએ અને યુદ્ધવિરામ જરૂરી છે.”

થાઈલેન્ડે ત્રીજા પક્ષની મધ્યસ્થી નકારી કાઢી
થાઈ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ત્રિપક્ષીય વાતચીત કરતાં દ્વિપક્ષીય ચર્ચાને વધુ મહત્વ આપે છે. તેમનું કહેવું છે કે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી અને આ મુદ્દો બંને દેશો વચ્ચે વાતચીતથી ઉકેલાઈ શકે છે.

58,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું
કંબોડિયન સેનાએ BM-21 રોકેટ સિસ્ટમ અને ફિલ્ડ આર્ટિલરીના ઉપયોગ સાથે હુમલાઓ વધાર્યા છે. થાઈલેન્ડના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાંથી 58,000થી વધુ લોકો આશ્રયસ્થાનમાં ખસ્યા છે, જ્યારે કંબોડિયાની માહિતી મુજબ તેમનું અંદાજ છે કે 23,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે.

The post થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/26/thailand-cambodia-border-clash-ceasefire-request/feed/ 0