Chabahar port Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/chabahar-port/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 14:10:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Chabahar port Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/chabahar-port/ 32 32 ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો: વિદેશ મંત્રાલયનું સકારાત્મક નિવેદન, વેપાર કરાર નજીક https://www.gujaratinside.com/2025/09/19/india-us-trade-deal-update/ https://www.gujaratinside.com/2025/09/19/india-us-trade-deal-update/#respond Fri, 19 Sep 2025 14:10:52 +0000 https://www.gujaratinside.com/?p=19636 નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે અને વાણિજ્ય મંત્રાલયમાં યોજાયેલા બેઠકમાં બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં ટીમે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ વાણિજ્ય મંત્રાલયમાં બેઠક યોજી અને બંને દેશોના...

The post ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો: વિદેશ મંત્રાલયનું સકારાત્મક નિવેદન, વેપાર કરાર નજીક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે અને વાણિજ્ય મંત્રાલયમાં યોજાયેલા બેઠકમાં બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં ટીમે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ વાણિજ્ય મંત્રાલયમાં બેઠક યોજી અને બંને દેશોના વ્યાપાર કરારને આગળ વધારવા વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.

જસ્વાલે જણાવ્યું કે આ ચર્ચાઓ સકારાત્મક અને ભવિષ્યલક્ષી રહી, જેમાં બંને પક્ષોએ પરસ્પર લાભદાયી વેપાર કરારને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં કોઇ નિષ્કર્ષની અપેક્ષા છે.

સાથે જ, રણધીર જયસ્વાલે સાઉદી અરબ સાથે ભારતના મજબૂત અને વ્યાપક સ્ટ્રેટજિક સંબંધો પર પણ ભાર મૂક્યો. તેમણે આશા વ્યક્ત કરી કે સ્ટ્રેટજિક ભાગીદારીમાં પરસ્પર હિતો અને સંવેદનશીલતાઓનું ધ્યાન રાખવામાં આવશે.

તેમણે ચાબહાર બંદર માટે યુએસ દ્વારા પ્રતિબંધ મુક્તિ સંબંધિત પ્રેસ નિવેદન અંગે જણાવ્યું કે હાલમાં તેની અસરની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ, અમેરિકામાં ભારતીય એન્જિનિયર પર થયેલા ગોળીબારની ઘટના અંગે વિદેશ મંત્રાલય પીડિત પરિવાર સાથે સંપર્કમાં છે.

The post ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો: વિદેશ મંત્રાલયનું સકારાત્મક નિવેદન, વેપાર કરાર નજીક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/india-us-trade-deal-update/feed/ 0