Chhattisgarh Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/chhattisgarh/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 15:09:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Chhattisgarh Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/chhattisgarh/ 32 32 24 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી https://www.gujaratinside.com/2025/09/23/heavy-rain-alert-13-indian-states-september-24/ https://www.gujaratinside.com/2025/09/23/heavy-rain-alert-13-indian-states-september-24/#respond Tue, 23 Sep 2025 16:45:59 +0000 https://www.gujaratinside.com/?p=19983 હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા દિવસે મધ્યપ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે. વિભાગે વધુમાં જણાવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને...

The post 24 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા દિવસે મધ્યપ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

આસામ, મેઘાલય, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે.

વિભાગે વધુમાં જણાવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

બીજી તરફ દિલ્હી NCR, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ ભેજ અને ગરમી લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

બિહાર, ઝારખંડ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા અને તેલંગાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી સાથે વરસાદ થઈ શકે છે.

આસામ, મેઘાલય, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વીજળી-ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રના દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભાગો તથા સોમાલિયાના દરિયાકાંઠે 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગો, મન્નારના અખાત, શ્રીલંકા દરિયાકાંઠે, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

 

The post 24 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/heavy-rain-alert-13-indian-states-september-24/feed/ 0
નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/ https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/#respond Mon, 22 Sep 2025 16:05:49 +0000 https://www.gujaratinside.com/?p=19894 છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે. બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય...

The post નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.

સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે.

બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય સમિતિના સભ્ય હતા અને લાંબા સમયથી સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બન્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે નારાયણપુરના અભુજમાડ વિસ્તારમાં આ કામગીરી સુરક્ષા દળોની મોટી જીત છે.

તેમણે લખ્યું કે સુરક્ષાદળો નક્સલવાદી સંગઠનોના ટોચના નેતૃત્વને એક પછી એક ખતમ કરી રહ્યા છે, જેના કારણે લાલ આતંકની કમર તૂટી રહી છે અને 2026 સુધી દેશને નક્સલવાદ મુક્ત કરવાનો લક્ષ્ય ઝડપથી સિદ્ધ થઈ રહ્યો છે.

અથડામણ થયેલા સ્થળ પરથી સુરક્ષાદળોએ મહત્વના હથિયારો જપ્ત કર્યા છે જેમાં એક AK-47, એક INSAS રાઇફલ, બેરલ ગ્રેનેડ લોન્ચર તેમજ મોટી માત્રામાં વિસ્ફોટકો અને નક્સલી સાહિત્ય સામેલ છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં CRPF, CoBRA જેવી વિશેષ દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે અને જે નક્સલી હથિયાર છોડી રહ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

 

The post નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/feed/ 0
છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/09/03/chhattisgarh-ganesh-visarjan-accident-jashpur/ https://www.gujaratinside.com/2025/09/03/chhattisgarh-ganesh-visarjan-accident-jashpur/#respond Wed, 03 Sep 2025 13:25:33 +0000 https://www.gujaratinside.com/?p=18254 છત્તીસગઢના જશપુર જિલ્લાના બગીચા વિસ્તારમાં ગણેશ વિસર્જન ઉત્સવયાત્રા દરમિયાન એક બેકાબૂ બોલેરો ભીડ પર અડફેટે આવ્યો, જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત અને આશરે 22 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યે બગીચા ચરઇડાંડ સ્ટેટ હાઇવે પર ઘટી હતી. પ્રત્યક્ષદ્રશી કેશવ યાદવે જણાવ્યું કે, ઊલ્લેખિત ઉત્સવયાત્રામાં 150થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ...

The post છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના જશપુર જિલ્લાના બગીચા વિસ્તારમાં ગણેશ વિસર્જન ઉત્સવયાત્રા દરમિયાન એક બેકાબૂ બોલેરો ભીડ પર અડફેટે આવ્યો, જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત અને આશરે 22 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યે બગીચા ચરઇડાંડ સ્ટેટ હાઇવે પર ઘટી હતી. પ્રત્યક્ષદ્રશી કેશવ યાદવે જણાવ્યું કે, ઊલ્લેખિત ઉત્સવયાત્રામાં 150થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ હતા.

બોલેરો રાયકેરા તરફથી આવી રહી હતી અને અચાનક ભીડમાં ઘૂસી જવાથી સંકટ સર્જાયો. ભીડમાં ફફડાટ મચી ગયો અને ગુસ્સે ભરાયેલા લોકો દ્વારા ડ્રાઈવર પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી, જ્યારે વાહનમાં બેઠેલા અન્ય લોકો સ્થળ પરથી ભાગી ગયા. ઘટનાની જાણ થતા જ બગીચાના એસડીઓપી દિલીપ કોસલ અને પોલીસની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી, ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. હાલ ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.

જશપુર કલેક્ટર રોહિત વ્યાસે મોડી રાત્રે બગીચા હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને શક્ય તેટલી સહાયની ખાતરી આપી. ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબિકાપુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

 

The post છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/chhattisgarh-ganesh-visarjan-accident-jashpur/feed/ 0