Citizenship Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/citizenship/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 21 Aug 2025 14:10:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Citizenship Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/citizenship/ 32 32 આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/21/assam-stops-aadhaar-card-for-adults/ https://www.gujaratinside.com/2025/08/21/assam-stops-aadhaar-card-for-adults/#respond Thu, 21 Aug 2025 14:10:08 +0000 https://www.gujaratinside.com/?p=16888 આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે...

The post આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

જો કે, કેટલીક સમુદાયોને છૂટ આપવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, ચાના બગીચામાં રહેતા આદિવાસી, તેમજ 18 વર્ષથી વધુ ઉંમરના અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લોકોને એક વર્ષ સુધી આધાર કાર્ડ બનાવવાની છૂટ આપવામાં આવશે.

સરકાર મુજબ, જે લોકો પાસે હજુ આધાર કાર્ડ નથી, તેઓ 1 સપ્ટેમ્બરથી એક મહિના માટે અરજી કરી શકશે. આ સમયગાળા દરમિયાન અરજી કરવી જરૂરી રહેશે. જો આધાર માટે કોઈ સમસ્યા હોય, તો જિલ્લા ડેપ્યુટી કમિશનર દ્વારા અરજી કરવાની રહેશે.

સરકારનું કહેવું છે કે આધાર કાર્ડ બનાવવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય નાગરિકોની ઓળખને પ્રાથમિકતા આપવા અને બાંગ્લાદેશી ઘુસણખોરી અટકાવવા માટે લેવામાં આવ્યો છે. આ પગલું રાજ્યમાં વધતી ગેરકાયદે પ્રવેશની ચિંતાઓના પ્રતિસાદ તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

The post આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/assam-stops-aadhaar-card-for-adults/feed/ 0