CJI B R Gavai Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cji-b-r-gavai/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 10:19:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png CJI B R Gavai Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cji-b-r-gavai/ 32 32 CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય https://www.gujaratinside.com/2025/08/24/cji-br-gavai-statement-judicial-independence/ https://www.gujaratinside.com/2025/08/24/cji-br-gavai-statement-judicial-independence/#respond Sun, 24 Aug 2025 10:19:18 +0000 https://www.gujaratinside.com/?p=17140 ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ભૂષણ બી. આર. ગવઈએ શનિવારે ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવી બંધારણમાં સમાવિષ્ટ ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતને નબળી પાડે છે. તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના બુલડોઝર કાર્યવાહી સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ન્યાયાધીશોને કારોબારી તંત્ર બનીને કાર્ય ન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન...

The post CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ભૂષણ બી. આર. ગવઈએ શનિવારે ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવી બંધારણમાં સમાવિષ્ટ ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતને નબળી પાડે છે. તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના બુલડોઝર કાર્યવાહી સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ન્યાયાધીશોને કારોબારી તંત્ર બનીને કાર્ય ન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન મળવું જોઈએ, કેમકે બંધારણ સરકાર, ન્યાયતંત્ર અને વિધાનસભા વચ્ચે સત્તાનું વિભાજન માન્ય કરે છે.

CJI ગવઈએ ક્રીમી લેયર અને અનુસૂચિત જાતિની ઉપ-વર્ગીકરણની બાબત પર પોતાના વિવાદાસ્પદ નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, નિર્ણય કાયદા અને પોતાના અંતરાત્મા પર આધારિત હોવો જોઈએ, જનતાના દબાણ કે ઈચ્છાના આધારે નહીં. તેમણે સમજાવ્યું કે, અનામતના પ્રથમ પેઢીનો IAS બનવો, પછી બીજી અને ત્રીજી પેઢી પણ લાભ મેળવે છે. એટલે, સર્વશ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરનાર બાળકો અને મર્યાદિત સંસાધનોમાં અભ્યાસ કરનાર બાળકોની તુલના બંધારણના ધ્યેયને વિરોધી છે. બંધારણમાં અનામત માટે અસમાન વર્તનની જ શક્યતા આપવામાં આવી છે, જેથી અસમાનતાને સમાન બનાવવામાં આવે.

CJI ગવઈએ ન્યાયાધીશો પણ માનવ છે અને ભૂલ કરી શકે તે બાબત પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, હાઇકોર્ટમાં આપેલા બે જજમેન્ટ્સ ‘પેર ઇનક્યુરિયમ’ તરીકે માનવામાં આવ્યા હતા, અને સુપ્રીમ કોર્ટમાં પણ એક વખત આવા જ મામલો આવ્યો હતો. હાઇકોર્ટ જજ સુપ્રીમ કોર્ટ જેટલો જ સક્ષમ છે અને વહીવટી તંત્ર તરીકે હાઇકોર્ટ સ્વતંત્ર છે.

CJI ગવઈએ ઝુડપી જંગલ મામલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 86 હજાર હેક્ટર જમીન જંગલ માન્યું હતું, પરંતુ દાયકાઓથી ત્યાં રહેતા લોકો અને ખેડૂતો માટે તગેડી નક્કી થતી હતી. તેમણે કહ્યું કે, આ નિર્ણય સામાજિક અને આર્થિક ન્યાયના દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે તેથી લોકોને પોતાની આજીવિકા ગુમાવવાની ચિંતાથી રાહત મળી.

 

The post CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/cji-br-gavai-statement-judicial-independence/feed/ 0
સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/ https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/#respond Tue, 22 Jul 2025 08:35:18 +0000 https://www.gujaratinside.com/?p=15081 સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી. અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ...

The post સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી.

અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ખેંચવામાં આવ્યા હતા. વકીલોના સંગઠને આ કાર્યવાહીના વિરોધમાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને દખલ આપવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ વકીલ અને અસીલ વચ્ચે થયેલા સંવાદને આધારે ED કે પોલીસ સમન્સ જાહેર કરી શકે નહીં.

અટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સમગ્ર એજન્સી વિરુદ્ધ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. તેમ છતાં, કોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે કાયદાકીય સલાહ માટે કોઇ વકીલને સમન્સ મોકલવાનું યોગ્ય નથી.

બીજા કેસમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની અને મંત્રી બૈરાઠી સુરેશ સામે ઈડીએ સમન્સ બહાર પાડ્યાં હતાં, જેને હાઇકોર્ટે રદ કરી દીધાં હતાં. જ્યારે ED એ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઇન્કાર કરી દીધો.

CJI ગવઇએ સ્પષ્ટ સૂચન આપ્યું કે “અમને મો ખોલવા મજબૂર ન કરશો, નહીં તો ઇડી વિશે બહુ કડક ટિપ્પણી કરવી પડશે. રાજકીય લડાઈ ઈલેક્શનમાં થવી જોઈએ, એજન્સીઓના દબાણથી નહીં.”

અંતે, ઇડીએ પોતાની અપીલ પરત ખેંચી લીધી હતી, અને આ મામલે સુપ્રીમ કોર્ટનો મજબૂત સંદેશ સ્પષ્ટ થઈ ગયો — કે તપાસ એજન્સીઓએ બંધારણીય મર્યાદાઓમાં રહીને કાર્ય કરવું જોઈએ.

The post સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/supreme-court-slams-ed-political-bias/feed/ 0