Cloudburst Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cloudburst/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 30 Aug 2025 04:53:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Cloudburst Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cloudburst/ 32 32 જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી https://www.gujaratinside.com/2025/08/30/cloudburst-in-jammu-kashmir-ramban-7-dead/ https://www.gujaratinside.com/2025/08/30/cloudburst-in-jammu-kashmir-ramban-7-dead/#respond Sat, 30 Aug 2025 04:53:54 +0000 https://www.gujaratinside.com/?p=17748 જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે...

The post જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે અને રેસ્ક્યૂ કામગીરી જોરશોરથી ચાલુ છે.

સ્થિતિ ગંભીર બનતા તંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થવાથી રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહનમાં ભારે અવરોધ ઊભો થયો છે.

તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પ્રભાવિત પરિવારો માટે અસ્થાયી રાહત કેમ્પોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

The post જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/cloudburst-in-jammu-kashmir-ramban-7-dead/feed/ 0