Commonwealth Games 2030 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/commonwealth-games-2030/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 14:27:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Commonwealth Games 2030 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/commonwealth-games-2030/ 32 32 અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/ https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/#respond Sun, 14 Sep 2025 14:50:37 +0000 https://www.gujaratinside.com/?p=19359 આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના...

The post અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.

અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમણે આ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

ગૃહમંત્રીએ ઉમેર્યું, “વર્ષ 2019 પછી હું વડાપ્રધાન પાસે ગયો અને કહ્યું હતું કે મારા ઘરથી માત્ર 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં વડાપ્રધાનજી બોલ્યા, ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ બનાવો.’”

આ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ ફેસિલિટી છે, જે સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. અહીં વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ફિટ ઇન્ડિયા ઝોનનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ, “ભારતને મેડલ અપાવવું એ આપણો લક્ષ્ય હોવું જોઈએ.”

આ પ્રસંગે અમિત શાહે સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ સામેલ છે.

ત્યારબાદ તેઓ સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા, અને ત્યારબાદ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું.

 

 

The post અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/feed/ 0
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/ https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/#respond Wed, 27 Aug 2025 12:20:32 +0000 https://www.gujaratinside.com/?p=17489 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી...

The post અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવાનો રહેશે. ભારતે અમદાવાદમાં ગેમ્સનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધું છે, અને 31 ઑગસ્ટ સુધી ફાઇનલ બિડ રજૂ કરવી પડશે. કેનેડાએ યજમાની માટેનું પોતાનું બિડ પાછું ખેંચવાથી ભારત માટે તક વધેલી છે.

જો ભારતનું બિડ મંજૂર થાય, તો કેબિનેટે હોસ્ટ કોલેબોરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, સંબંધિત મંત્રાલય અને વિભાગો પાસેથી જરૂરી ગેરંટીની મંજૂરી અને ગુજરાત સરકારને ગ્રાન્ટ-ઈન-એડ આપવા પણ મંજૂરી આપી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન આગામી 48 કલાકમાં બાકી પ્રક્રિયાઓ પૂર્ણ કરશે.

ભારત ઉપરાંત નાઈજિરિયા અને બે અન્ય દેશો પણ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે બિડ આપવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય કમીટી દ્વારા અંતિમ નિર્ણય કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે, જેનો જાહેરખબર ગ્લાસગોમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં આવશે. ભારત આ ગેમ્સનું આયોજન બીજી વખત કરાશે, પ્રથમ વખત 2010 માં નવી દિલ્હી ખાતે આયોજન કરવામા આવ્યુ હતું.

 

The post અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/feed/ 0