Congress vs BJP Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/congress-vs-bjp/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 11:45:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Congress vs BJP Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/congress-vs-bjp/ 32 32 રાહુલ ગાંધી અને મંત્રી દિનેશ સિંહ વચ્ચે દિશા બેઠકમાં તીખી બોલાચાલી, વીડિયો વાયરલ https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-dinesh-singh-clash-disha-meeting/ https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-dinesh-singh-clash-disha-meeting/#respond Fri, 12 Sep 2025 12:20:51 +0000 https://www.gujaratinside.com/?p=19248 ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં યોજાયેલી દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક દરમિયાન કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાજ્ય સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે તીખી બોલાચાલી થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી તેમની રાયબરેલીની બે દિવસીય મુલાકાત પર છે, જ્યાં તેઓ...

The post રાહુલ ગાંધી અને મંત્રી દિનેશ સિંહ વચ્ચે દિશા બેઠકમાં તીખી બોલાચાલી, વીડિયો વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં યોજાયેલી દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક દરમિયાન કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાજ્ય સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે તીખી બોલાચાલી થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રાહુલ ગાંધી તેમની રાયબરેલીની બે દિવસીય મુલાકાત પર છે, જ્યાં તેઓ સંગઠન સ્તરની બેઠકો કરી રહ્યા છે. મુલાકાતના પહેલા દિવસે દિનેશ સિંહ અને તેમના સમર્થકોએ રાહુલ ગાંધીના આગમનનો વિરોધ કરતાં ‘પાછા જાઓ’ના સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા હતા. આજે યોજાયેલી દિશા બેઠક દરમિયાન તણાવ વધી ગયો અને બંને નેતાઓ વચ્ચે ચર્ચા ઉગ્ર બની.

મીડિયા સાથે વાત કરતાં દિનેશ સિંહે જણાવ્યું કે રાહુલ ગાંધી બેઠક દરમિયાન દિશાના મુદ્દાઓથી અલગ વિષયો પર ચર્ચા કરવા માગતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે દિશા બેઠકના નિયમો પ્રમાણે માત્ર 43 નક્કી કરાયેલા કાર્યક્રમો પર જ ચર્ચા થઈ શકે છે. “રાહુલ ગાંધી દિશાના સુપરવાઈઝર છે, માલિક નહીં. અમે આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઈએ,” દિનેશ સિંહે કહ્યું.

વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળે છે કે તેઓ બેઠકના અધ્યક્ષ છે અને આવી પરિસ્થિતિ સ્વીકારી શકશે નહીં. તેના જવાબમાં દિનેશ સિંહે કહ્યું કે તેઓ નિયમોની બહાર બેઠક થવા નહીં દઈ શકે.

બેઠક બાદ રાહુલ ગાંધીએ ધારાસભ્યો અને બ્લોક પ્રમુખો સાથે હાથ મિલાવ્યો હતો. દિનેશ સિંહના પુત્ર સાથે હાથ મિલાવતો એક ફોટો વાયરલ થતાં મંત્રીએ સ્પષ્ટતા આપી કે રાહુલ ગાંધી તમામ સાથે હાથ મિલાવી રહ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ માત્ર તેમના પુત્ર સાથેનો ફોટો વાયરલ કર્યો.

તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અનુસાર તેમના પુત્રએ રાહુલ ગાંધીને પગે લાગી પ્રણામ કરવા માગ્યો હતો, પરંતુ કોંગ્રેસ પર પશ્ચિમી સંસ્કૃતિનું પ્રભાવ વધુ હોવાથી તેઓ આવું નથી કરતા.

 

The post રાહુલ ગાંધી અને મંત્રી દિનેશ સિંહ વચ્ચે દિશા બેઠકમાં તીખી બોલાચાલી, વીડિયો વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-dinesh-singh-clash-disha-meeting/feed/ 0
રાહુલ ગાંધીનો ભાજપ પર આકરો પ્રહાર: ‘એટમ બોમ્બ પછી હવે હાઈડ્રોજન બોમ્બ ફોડશું’ https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-hydrogen-bomb-statement-bihar-yatra/ https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-hydrogen-bomb-statement-bihar-yatra/#respond Mon, 01 Sep 2025 10:00:05 +0000 https://www.gujaratinside.com/?p=17972 બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરવામાં આવી છે અને તે અંગે તમામ પુરાવા ચૂંટણી પંચને આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમના કહેવા મુજબ ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને લોકશાહી સાથે ચેડાં કર્યા છે. રાહુલ...

The post રાહુલ ગાંધીનો ભાજપ પર આકરો પ્રહાર: ‘એટમ બોમ્બ પછી હવે હાઈડ્રોજન બોમ્બ ફોડશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરવામાં આવી છે અને તે અંગે તમામ પુરાવા ચૂંટણી પંચને આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમના કહેવા મુજબ ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને લોકશાહી સાથે ચેડાં કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “વોટ ચોરી એટલે અધિકારની ચોરી, અનામતની ચોરી અને યુવાઓના ભવિષ્યની ચોરી.” મોદી સરકાર સામે નારેબાજી કરાવતા તેમણે જણાવ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ લોકો હવે બંધારણની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ કોંગ્રેસ તેમને આવું કરવા નહીં દે.

ભાજપને પડકારતા રાહુલ ગાંધીએ કહ્યું, “સાંભળો, માધવપુરામાં અમે એટમ બોમ્બ બતાવ્યો હતો, હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડવાની તૈયારીમાં છીએ. તમારી વોટ ચોરીનું સત્ય આખા દેશને જણાવીશું.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું કે તેમને ચોરી કરવાની ટેવ છે – ક્યારેક પૈસા ચોરે છે, તો ક્યારેક વોટ ચોરી કરે છે. તેમણે ચેતવણી આપી કે બિહારમાં પણ તેઓ ચૂંટણીમાં હેરાફેરી કરીને જીતવાનો પ્રયાસ કરશે, પરંતુ જનતા સાવચેત રહેશે.

આ સાથે જ આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ ભાજપ પર તીક્ષ્ણ પ્રહાર કરતાં કહ્યું કે બિહાર લોકતંત્રની જનની છે, અને ભાજપ લોકો ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહી તથા બંધારણને ખતમ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફેક્ટરી લગાવીને બિહારમાં વિજયની આશા રાખે છે તે શક્ય નથી અને બિહારની પ્રજા તેમને યોગ્ય પાઠ ભણાવશે.

 

The post રાહુલ ગાંધીનો ભાજપ પર આકરો પ્રહાર: ‘એટમ બોમ્બ પછી હવે હાઈડ્રોજન બોમ્બ ફોડશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-hydrogen-bomb-statement-bihar-yatra/feed/ 0
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/#respond Sun, 17 Aug 2025 17:06:27 +0000 https://www.gujaratinside.com/?p=16565 ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર પણ એ જ વાત કરે છે જે હું કહું છું, તેમ છતાં તેમની પાસેથી સોગંદનામું માંગવામાં આવતું નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં કોંગ્રેસ દ્વારા ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ નવી મતદાર યાદીમાં ફાયદો મેળવે છે જ્યારે મતદાર યાદીઓમાં ગડબડ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે CCTV ફૂટેજ અને ઇલેક્ટ્રોનિક મતદાર યાદી માંગ્યા ત્યારે ચૂંટણી પંચે આપવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીએ અને ગૃહમંત્રીએ એવો કાયદો બનાવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી શક્ય નથી. “આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો કે ભવિષ્યમાં કોઈ પણ રીતે વોટ ચોરીને રોકી ન શકાય,” એમ રાહુલ ગાંધીએ દાવો કર્યો.

“અમે વોટ ચોરી થવા દઈશું નહીં. વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચે સમજવું જોઈએ કે હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી,” એમ જણાવતાં રાહુલ ગાંધી બિહારમાં યોજાયેલી રેલીમાં લોકો સાથેના જોડાણ અને લોકશક્તિને પણ ઉજાગર કરી હતી. પોલીસના બેરીકેડ હોવા છતાં કોંગ્રેસ કાર્યકરો લોકો સુધી પહોંચ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટે પોતાની માંગ રજૂ કરી.

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/feed/ 0