CP Gyanesh Kumar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cp-gyanesh-kumar/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 17:06:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png CP Gyanesh Kumar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cp-gyanesh-kumar/ 32 32 રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/#respond Sun, 17 Aug 2025 17:06:27 +0000 https://www.gujaratinside.com/?p=16565 ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર પણ એ જ વાત કરે છે જે હું કહું છું, તેમ છતાં તેમની પાસેથી સોગંદનામું માંગવામાં આવતું નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં કોંગ્રેસ દ્વારા ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ નવી મતદાર યાદીમાં ફાયદો મેળવે છે જ્યારે મતદાર યાદીઓમાં ગડબડ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે CCTV ફૂટેજ અને ઇલેક્ટ્રોનિક મતદાર યાદી માંગ્યા ત્યારે ચૂંટણી પંચે આપવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીએ અને ગૃહમંત્રીએ એવો કાયદો બનાવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી શક્ય નથી. “આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો કે ભવિષ્યમાં કોઈ પણ રીતે વોટ ચોરીને રોકી ન શકાય,” એમ રાહુલ ગાંધીએ દાવો કર્યો.

“અમે વોટ ચોરી થવા દઈશું નહીં. વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચે સમજવું જોઈએ કે હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી,” એમ જણાવતાં રાહુલ ગાંધી બિહારમાં યોજાયેલી રેલીમાં લોકો સાથેના જોડાણ અને લોકશક્તિને પણ ઉજાગર કરી હતી. પોલીસના બેરીકેડ હોવા છતાં કોંગ્રેસ કાર્યકરો લોકો સુધી પહોંચ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટે પોતાની માંગ રજૂ કરી.

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/feed/ 0