#CricketNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cricketnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 09:55:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #CricketNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cricketnews/ 32 32 ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’ https://www.gujaratinside.com/2025/08/14/rishabh-pant-injury-instagram-post-hate-recovery-update/ https://www.gujaratinside.com/2025/08/14/rishabh-pant-injury-instagram-post-hate-recovery-update/#respond Thu, 14 Aug 2025 09:55:24 +0000 https://www.gujaratinside.com/?p=16200 ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો...

The post ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો હતો. સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર છે.

પંતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્લાસ્ટર બાંધેલા પગની તસવીર શેર કરીને લખ્યું: ‘મને આથી નફરત છે.’ જાણકારોના જણાવ્યા મુજબ, પંતને સાજા થવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે, એટલે તે આગામી એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયામાં રમવાની સંભાવના ઓછી છે. પંત IPL 2025માં સૌથી મોંઘો ખેલાડી હતો, પરંતુ તેણે ખાસ પ્રદર્શન નથી કર્યું.

આ સ્ટોરી પહેલાં પંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શેફનું એપ્રન પહેરીને પિત્ઝા બનાવતો જોવા મળ્યો હતો. પંતે લોટ બાંધીને ટોપિંગ કર્યું અને મજાકિયા અંદાજમાં કહ્યું, ‘ઘરે જમવાનું નથી, આથી પિત્ઝા બનાવી રહ્યો છું.’ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું: ‘ઈમ્પેસ્ટો, સાલ્સા, ફોર્નો અને હું.’ વીડિયોમાં તેણે ચાહકોને કહ્યું કે આજે તે તેમને વેજિટેરિયન પિત્ઝા બનાવતા શિખવાડશે.

 

The post ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/rishabh-pant-injury-instagram-post-hate-recovery-update/feed/ 0
વૈભવ સુર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારી ઈંગ્લેન્ડમાં કરી કમાલ, U-19માં રચ્યો ઈતિહાસ https://www.gujaratinside.com/2025/07/05/vaibhav-suryavanshi-scored-a-century-in-52-balls-and-did-wonders-in-england-created-history-in-u-19/ https://www.gujaratinside.com/2025/07/05/vaibhav-suryavanshi-scored-a-century-in-52-balls-and-did-wonders-in-england-created-history-in-u-19/#respond Sat, 05 Jul 2025 14:23:35 +0000 https://www.gujaratinside.com/?p=14617 ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડમાં અંડર-19 યુથ વનડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-19 સામેની ચોથી યુથ વનડેમાં તેણે માત્ર 78 બોલમાં 143 રનની વિસ્ફોટક ઇનિંગ રમતાં બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને સ્ટ્રાઈક રેટ 183.33 રહ્યો હતો. યુથ વનડેમાં સૌથી ઝડપી...

The post વૈભવ સુર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારી ઈંગ્લેન્ડમાં કરી કમાલ, U-19માં રચ્યો ઈતિહાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડમાં અંડર-19 યુથ વનડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-19 સામેની ચોથી યુથ વનડેમાં તેણે માત્ર 78 બોલમાં 143 રનની વિસ્ફોટક ઇનિંગ રમતાં બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને સ્ટ્રાઈક રેટ 183.33 રહ્યો હતો.

યુથ વનડેમાં સૌથી ઝડપી સદી અને સૌથી નાની ઉંમરે સદીનો રેકોર્ડ

વૈભવ હવે યુથ વનડે ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તે સાથે તેણે માત્ર 14 વર્ષની ઉંમરે સદી ફટકારીને સૌથી નાની ઉંમરે યુથ વનડે સદી બનાવવાનો રેકોર્ડ પણ કબ્જે કર્યો છે.

પોતાનો જ રેકોર્ડ તોડ્યો: 10 છગ્ગા ફટકાર્યા

ચોથી વનડેમાં 10 છગ્ગા ફટકારીને વૈભવે પોતાનો જ પહેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લી મેચમાં તેણે 31 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારી 86 રન બનાવ્યા હતા અને એ સમયે સ્ટ્રાઈક રેટ 277.42 હતો. તે દરમ્યાન પણ તેણે ભારત તરફથી યુથ વનડેમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો.

આ રેકોર્ડ અગાઉ રાજ બાવાના નામે હતો, જેણે 2022માં યુગાંડા સામે 6 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે પહેલે તેને પાછળ છોડ્યો અને હવે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

ભારતીય ક્રિકેટ માટે ઉજ્જવળ સંકેત

વૈભવ સૂર્યવંશીનું આ પ્રદર્શન એ સૂચવે છે કે ભારતના યુવા પ્લેયરમાં અવિશ્વસનીય ક્ષમતા છે અને તેને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓમાં પોતાનું નામ શામેલ કરી શકે છે.

The post વૈભવ સુર્યવંશીએ 52 બોલમાં સદી ફટકારી ઈંગ્લેન્ડમાં કરી કમાલ, U-19માં રચ્યો ઈતિહાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/05/vaibhav-suryavanshi-scored-a-century-in-52-balls-and-did-wonders-in-england-created-history-in-u-19/feed/ 0