Crime News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crime-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 12:24:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Crime News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crime-news/ 32 32 અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/#respond Sat, 20 Sep 2025 12:50:13 +0000 https://www.gujaratinside.com/?p=19716 અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...

The post અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી રહી અને 62 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં સફળ રહી.

ધરપકડ કરાયેલા આરોપીઓ સામે હત્યા કરવાનો પ્રયાસ, રાયોટિંગ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ પગલાથી શહેરમાં ગુનાખોરી રોકવામાં મદદ મળશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધરશે એવી અપેક્ષા છે.

ઝોન 7 પોલીસ વિસ્તારમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન બનાવેલી 9 ટીમોએ ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી કાયદાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સફળતા ગુનેગારોને કડક સંદેશ આપશે કે તેઓ કાયદાની પહોચથી દૂર રહી શકતા નથી.

હવે આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જેલમાં મોકલવામાં આવશે, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની ભાવના પણ વધશે.

 

The post અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-police-operation-clean-sweep/feed/ 0
બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/ https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/#respond Fri, 19 Sep 2025 15:20:51 +0000 https://www.gujaratinside.com/?p=19647 બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા. એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ...

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા.

એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ જાહેર હતું. પોલીસને તેના કબજામાંથી 32 બોરની પિસ્તોલ, ચાર જીવંત કારતૂસ અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

બીજો ગુનેગાર અનિલ, સોનીપતના રહેવાસી સતીશનો પુત્ર હતો. તેની પાસેથી 315 બોરની પિસ્તોલ, બે જીવંત અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા. બંને ગુનેગારો બાઇક પર સવાર હતા ત્યારે પોલીસનો સામનો થયો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની તાત્કાલિક નોંધ લઈને સખ્ત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર ગુના સામે ઝીરો ટોલરન્સ નીતિ પર કાર્યરત છે.

પોલીસે આસપાસના રાજ્યોના CCTV ફૂટેજ અને ગુનાહિત રેકોર્ડના વિશ્લેષણ બાદ બંને હુમલાખોરોની ઓળખ કરી હતી. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રામનિવાસ ઘાયલ દેખાઈ રહ્યો છે અને અનિલ હાથ જોડીને પોલીસને ‘બાબાના યુપીમાં ક્યારેય નહીં આવું’ કહી રહ્યો છે.

આ કાર્યવાહી બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે.

 

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/feed/ 0
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/ https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/#respond Mon, 25 Aug 2025 15:20:59 +0000 https://www.gujaratinside.com/?p=17313 હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા...

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગૌરવ અને આદિત્ય નીરજ ફરીદપુરિયાના સંપર્કમાં હતા, જે હાલ અમેરિકામાં રહે છે. હુમલાની ઘટના ઘરની બહાર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે શૂટરોની ઓળખ કરી. આ પહેલા પોલીસે ફરીદપુર ગામમાંથી એક શૂટર ઈશાંત ગાંધી ઉર્ફ ઇશૂની ધરપકડ કરી હતી, જે ફરીદાબાદનો જ રહેવાસી છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે અને તપાસમાં વધુ મોટા ખુલાસાની સંભાવના છે.

 

 

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/feed/ 0
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગનો કેસ: મુખ્ય શૂટર ઈશાંતનું એન્કાઉન્ટર, પગમાં ગોળી વાગી https://www.gujaratinside.com/2025/08/22/elvish-yadav-shooter-encounter-ishant-arrested/ https://www.gujaratinside.com/2025/08/22/elvish-yadav-shooter-encounter-ishant-arrested/#respond Fri, 22 Aug 2025 04:19:20 +0000 https://www.gujaratinside.com/?p=16930 યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરની બહાર થયેલા ફાયરિંગના મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ગુરુગ્રામ સેક્ટર 57 વિસ્તારમાં 17 ઓગસ્ટના રોજ એલ્વિશના ઘરની બહાર લગભગ 25 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલાની જવાબદારી ગુન્હાખોર ભાઉ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા સ્વીકારી હતી. હવે શુક્રવાર વહેલી સવારે, ફરીદાબાદ પોલીસે આરોપી શૂટર ઈશાંત ઉર્ફે ઈશુ ગાંધીનું એન્કાઉન્ટર...

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગનો કેસ: મુખ્ય શૂટર ઈશાંતનું એન્કાઉન્ટર, પગમાં ગોળી વાગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરની બહાર થયેલા ફાયરિંગના મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ગુરુગ્રામ સેક્ટર 57 વિસ્તારમાં 17 ઓગસ્ટના રોજ એલ્વિશના ઘરની બહાર લગભગ 25 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલાની જવાબદારી ગુન્હાખોર ભાઉ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા સ્વીકારી હતી.

હવે શુક્રવાર વહેલી સવારે, ફરીદાબાદ પોલીસે આરોપી શૂટર ઈશાંત ઉર્ફે ઈશુ ગાંધીનું એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે જણાવ્યું કે અથડામણ દરમિયાન ઈશાંતના પગમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન બંને પક્ષોએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચે ઈશાંતની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. 17 ઓગસ્ટના ફાયરિંગ દરમિયાન એલ્વિશ ઘરની બહાર હાજર ન હતા, પરંતુ તેમના પરિવારના સભ્યો અંદર હાજર હતા. ગોળીબારની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આશ્વાસન આપ્યું છે કે ગુન્હાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગનો કેસ: મુખ્ય શૂટર ઈશાંતનું એન્કાઉન્ટર, પગમાં ગોળી વાગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/elvish-yadav-shooter-encounter-ishant-arrested/feed/ 0
દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attack-fir-three-sections/ https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attack-fir-three-sections/#respond Wed, 20 Aug 2025 12:56:33 +0000 https://www.gujaratinside.com/?p=16808 દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં...

The post દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં લઈ કોર્ટમાં હાજર કરવાની તૈયારી શરૂ કરી છે અને અઠવાડિયાના રિમાન્ડ મેળવવા પ્રયત્ન થશે. સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી તપાસમાં કોઈ સંગઠિત કાવતરાના પુરાવા મળ્યા નથી અને આરોપી એકલો જ હતો. જો આગળની તપાસમાં ગુનાહિત કાવતરાનો પુરાવો મળશે તો સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવશે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપી ફરિયાદના બહાને CM નજીક ગયો અને શરૂઆતમાં અમુક દસ્તાવેજો આપ્યા બાદ અચાનક જ બૂમો પાડવા લાગ્યો. તે દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કર્યો, જેના કારણે રેખા ગુપ્તાને માથામાં હળવી ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપના નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

41 વર્ષીય આરોપી રાજેશ વિશે તેના પરિવારજનો અને પડોશીઓએ જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેની માતા ભાનુ બહેનનું કહેવું છે કે, ‘રાજેશનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને તે ઘરના સભ્યો પર પણ હુમલા કરતો હતો. અમે તેની સારવાર કરાવી શક્યા નથી.’ જોકે, તેમણે ઉમેર્યું કે રાજેશે પહેલાં ક્યારેય બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. રાજેશ રિક્ષા ચલાવે છે અને પશુપ્રેમી છે, તે પશુઓને ભોજન આપે છે.

 

The post દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attack-fir-three-sections/feed/ 0
સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/ https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/#respond Mon, 18 Aug 2025 10:21:09 +0000 https://www.gujaratinside.com/?p=16580 સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ...

The post સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ ચોરીને અંજામ આપ્યો હતો. તેમણે તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા હીરા અને રોકડ ઉઠાવી લીધા. આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો કોઈ પુરાવા ન રહે તે માટે CCTV કેમેરા અને DVR પણ સાથે લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. DCP અને ACP સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને FSL ની મદદથી તપાસ શરૂ કરી. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. પ્રાથમિક તપાસમાં આટલી મોટી અને સુનિયોજિત ચોરી પાછળ કોઈ મોટી ગેંગ સામેલ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પોલીસ હાલ વધુ તપાસમાં લાગી છે.

 

The post સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/surat-diamond-heist-25-crore-cctv-dvr-stolen/feed/ 0