Crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crime/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 14:36:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crime/ 32 32 નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/ https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/#respond Mon, 25 Aug 2025 14:36:08 +0000 https://www.gujaratinside.com/?p=17300 દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ...

The post નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટી પસંદ ન હતી. પોલીસના સૂત્રો મુજબ, રીલ બનાવવા અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

નિક્કીના પિતાએ જણાવ્યું કે, “રીલ બનાવવા માટે તેને મારી નાખવાનો આરોપ ખોટો છે. તે પાર્લરની રીલ બનાવતી હતી અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હતી, જેનાથી કામમાં મદદ મળતી હતી.” નિક્કીની બહેન કંચને આરોપ લગાવ્યો કે, “સાસરિયાઓને દહેજમાં 36 લાખ ન આપવાના કારણે તેની હત્યા થઈ. તે અંગે નિક્કીએ અમને પણ જણાવ્યું હતું.”

નિક્કી અને તેની બહેન કંચન મળીને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પાર્લરનો પ્રચાર કરતા હતા. નિક્કીના ઈન્સ્ટાગ્રામ પર 54,500થી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે કંચનના 22,000 ફોલોઅર્સ છે. બંને બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા હતા – નિક્કીએ વિપિન સાથે અને કંચને તેના ભાઈ રોહિત સાથે લગ્ન થયા હતા.

હત્યાકાંડ બાદ ફરાર વિપિનને પોલીસએ એન્કાઉન્ટરમાં પકડી પાડ્યો. પોલીસ જણાવ્યા મુજબ, “વિપિન ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પિસ્તોલ છીનવવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે તેને પગમાં ગોળી વાગી.” પોલીસે આરોપી પતિ અને તેના પરિવારની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, વિપિને પોલીસ સમક્ષ કહ્યું, “મને આ ઘટનાનો કોઈ પસ્તાવો નથી. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે.” આ ઘટનાએ સમગ્ર દેશમાં દહેજ અને ઘરેલુ અત્યાચાર અંગે ચર્ચામા  છે.

 

The post નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/feed/ 0
ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા https://www.gujaratinside.com/2025/08/25/ed-raid-tmc-mla-jiban-krishna-saha-arrest/ https://www.gujaratinside.com/2025/08/25/ed-raid-tmc-mla-jiban-krishna-saha-arrest/#respond Mon, 25 Aug 2025 09:40:33 +0000 https://www.gujaratinside.com/?p=17246 પશ્ચિમ બંગાળમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. ઈડી (Enforcement Directorate) એ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લીધી. સત્તાવાર સૂત્રો મુજબ, જ્યારે ઈડીના દરોડાની ખબર ધારાસભ્યને પડી ત્યારે તેમણે દીવાલ કૂદી નાસી જવાનો પ્રયાસ કર્યો. તેમણે ઘરની પાછળના નાળામાં પોતાનો મોબાઇલ ફોન ફેંકી...

The post ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. ઈડી (Enforcement Directorate) એ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લીધી.

સત્તાવાર સૂત્રો મુજબ, જ્યારે ઈડીના દરોડાની ખબર ધારાસભ્યને પડી ત્યારે તેમણે દીવાલ કૂદી નાસી જવાનો પ્રયાસ કર્યો. તેમણે ઘરની પાછળના નાળામાં પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો, પરંતુ અધિકારીઓએ એ ફોન રિકવર કરી લીધો.

સૂત્રો અનુસાર, ઘટનાના વીડિયો અને તસવીરોમાં ધારાસભ્ય ભાગતા જોવા મળે છે. સ્થળે ઈડી અને સીઆરપીએફના અધિકારીઓ પણ હાજર હતા, જ્યાં આસપાસ ઝાડીઓ, વૃક્ષો અને કચરો દેખાઈ રહ્યો હતો. ઈડીના દરોડા દરમિયાન સહકાર ન આપવાને કારણે ધારાસભ્ય ની ધરપકડ પીએમએલએ (Prevention of Money Laundering Act) હેઠળ કરવામાં આવી છે.

 

The post ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/ed-raid-tmc-mla-jiban-krishna-saha-arrest/feed/ 0
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-school-student-murder-seventh-day-school/ https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-school-student-murder-seventh-day-school/#respond Wed, 20 Aug 2025 12:48:46 +0000 https://www.gujaratinside.com/?p=16805 અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા...

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પીડિત વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે સુરક્ષા ગાર્ડ અને શિક્ષકો હાજર હોવા છતાં 30 મિનિટ સુધી પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં મદદ માટે તરફડતો રહ્યો, પરંતુ કોઈ સહાય કરવા આવ્યું નહીં. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અંતે તેઓએ પોતે જ રિક્ષામાં બેસાડી તેને હોસ્પિટલ પહોંચાડ્યો. આ ઘટનાને કારણે શાળાની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ બનાવ પછી મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ શાળામાં ઘૂસીને ભારે તોડફોડ કરી અને સ્ટાફ સાથે મારપીટ પણ કરી. હાલ મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને દુઃખદ ગણાવી તપાસના આદેશ આપ્યા છે અને જણાવ્યું કે નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં આવી હિંસક માનસિકતા સમાજ માટે રેડ સિગ્નલ સમાન છે.

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/ahmedabad-school-student-murder-seventh-day-school/feed/ 0
ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/ https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/#respond Sun, 17 Aug 2025 11:08:15 +0000 https://www.gujaratinside.com/?p=16531 કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન...

The post ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,22,400નો મુદ્દામાલ કબ્જે કર્યો. તમામ આરોપીઓને જુગાર અધિનિયમ હેઠળ અટકાયત કરવામાં આવી છે.

 

The post ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/feed/ 0
સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ https://www.gujaratinside.com/2025/08/15/salangpur-temple-fake-website-scam-uttar-pradesh/ https://www.gujaratinside.com/2025/08/15/salangpur-temple-fake-website-scam-uttar-pradesh/#respond Fri, 15 Aug 2025 10:50:20 +0000 https://www.gujaratinside.com/?p=16358 સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં,...

The post સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં, પણ કુલ 46 નકલી વેબસાઈટ બનાવી હતી.

આરોપી ભક્તો પાસેથી ઉતારા બુકિંગ અને ધર્મશાળામાં રોકાવાની વ્યવસ્થાના નામે રૂપિયા પડાવતો હતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે Hostinger ડોમેઈન સર્વર પર 16 અને Godaddy સર્વર પર 26 ફેક વેબસાઈટ બનાવી હતી. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરી છે.

મંદિર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી કોઈપણ એજન્ટ અથવા ઓનલાઈન ઉતારા બુકિંગની વ્યવસ્થા નથી. દર્શન માટે સીધા મંદિર પર આવવાનું અને નકલી વેબસાઈટથી સાવધાન રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

The post સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/salangpur-temple-fake-website-scam-uttar-pradesh/feed/ 0