#CrimeNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crimenews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 13:38:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #CrimeNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crimenews/ 32 32 સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર https://www.gujaratinside.com/2025/08/15/surendranagar-gang-rape-murder-case/ https://www.gujaratinside.com/2025/08/15/surendranagar-gang-rape-murder-case/#respond Fri, 15 Aug 2025 13:38:38 +0000 https://www.gujaratinside.com/?p=16387 સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી...

The post સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે, પ્રકાશ પરમાર સાથે ઝુમા ભદાણી સહિત કુલ પાંચ લોકો સામેલ હતા. પોલીસે ખુલાસો કર્યો કે, આરોપીઓએ મહિલાને ધાબા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યા બાદ મોતને ઘાટ ઉતારી હતી. હાલ ચાર આરોપીઓ ફરાર છે અને તેમની શોધ માટે પોલીસ ચક્રોગતિમાન થઈ છે.

ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો આધારિત તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં ત્રણ જણા સામે ગુનો દાખલ થયો છે, જેમાંથી એકની ધરપકડ થઈ ગઈ છે.

 

The post સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/surendranagar-gang-rape-murder-case/feed/ 0
500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી https://www.gujaratinside.com/2025/08/15/500-rupee-bundle-new-scam-india/ https://www.gujaratinside.com/2025/08/15/500-rupee-bundle-new-scam-india/#respond Fri, 15 Aug 2025 05:06:52 +0000 https://www.gujaratinside.com/?p=16301 આજના ડિજિટલ યુગમાં ભલે લોકો UPIનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ રોકડ વ્યવહાર હજી પૂરેપૂરો બંધ થયો નથી. રોકડ વ્યવહારોમાં પણ હવે નવો પ્રકારનો કૌભાંડ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાના બંડલમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. વિડિયોમાં એક વ્યક્તિ 50 હજાર...

The post 500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજના ડિજિટલ યુગમાં ભલે લોકો UPIનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ રોકડ વ્યવહાર હજી પૂરેપૂરો બંધ થયો નથી. રોકડ વ્યવહારોમાં પણ હવે નવો પ્રકારનો કૌભાંડ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાના બંડલમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે.

વિડિયોમાં એક વ્યક્તિ 50 હજાર રૂપિયાનું બંડલ બતાવે છે, જેમાં 500 રૂપિયાની 100 નોટો હોવી જોઈએ, પરંતુ હકીકતમાં તેમાં ખોટું કરવામાં આવ્યું છે. નોટોના બંડલની અંદર આગળથી ફોલ્ડ કરેલી બે નોટો છુપાવવામાં આવી છે. જ્યારે કોઈ નોટો ગણે છે, ત્યારે તે ચાર નોટો જેવી લાગે છે, જેના કારણે સીધો ₹1,000 નો નુકસાન થાય છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર લોકોને ચેતવણી આપી અને કહ્યું કે નોટોના બંડલ હંમેશા અલગથી ગણી લેવા જોઈએ. ઘણા લોકોએ લખ્યું કે આજકાલ ઓનલાઈન કે ઓફલાઈન, કોઈપણ સુરક્ષિત નથી. કેટલાકે કહ્યું કે આ એક નવા પ્રકારનું કૌભાંડ છે જે બજારમાં સામે આવ્યું છે.

આ વીડિયો X પર @Lollubee નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેને જોયો અને શેર કર્યો છે. લોકો આ ઘટનાથી ચોંકી ગયા છે અને કહ્યું કે આજકાલ અદ્દભુત પ્રકારના કૌભાંડો સામે આવી રહ્યા છે.

 

The post 500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/500-rupee-bundle-new-scam-india/feed/ 0
જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/ https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/#respond Thu, 14 Aug 2025 11:59:09 +0000 https://www.gujaratinside.com/?p=16243 અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....

The post જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

માહિતી મુજબ જીગ્નેશ પટેલ પોતાના ફ્લેટ નં. 801, સાતત્ય હાઇટ્સમાં બહારથી જુગારીઓને બોલાવીને નાળ કપાવતો હતો. જુગાર રમવા આવતા લોકોના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા. અંતે પોલીસને બાતમી મળતાં પીઆઇ વી.જે. ચૌધરીના નેતૃત્વમાં દરોડો પાડવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે જુગારીઓને ખાણીપીણીની સુવિધા પણ અપાતી હતી.

આ ઉપરાંત નારણપુરા પોલીસે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા મંગલમ નિર્વાણ એપાર્ટમેન્ટના ભાવિન પટેલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. તેણે માન સરોવર કોમ્પ્લેક્સમાં આવેલી પંચમ એન્ટરપ્રાઇઝ ઓફિસમાં જુગાર રમાડતા 10 શખ્સોને 1.23 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા.

ઝડપાયેલા શખ્સોમાં: જીગ્નેશ પટેલ (સાતત્ય હાઇટ્સ), અમિત દેકીવાડીયા (સેટેલાઇટ), વિશાલ બારોટ (સાબરમતી), પંકજ પટેલ (જજીસ બંગ્લોઝ રોડ), સુભાષ પટેલ, શૈલેષ ઇસોટિયા (જોધપુર), રતિ ટાંક (સોલા), મુનેષ પટેલ (સાઉથ બોપલ), હાર્દિક વાછાણી અને જીગ્નેશ વાછાણી (વસ્ત્રાપુર) સામેલ છે.

 

The post જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/feed/ 0
ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી https://www.gujaratinside.com/2025/07/19/barbarism-in-odisha-three-men-douse-15-year-old-girl-with-petrol-and-burn-her-alive/ https://www.gujaratinside.com/2025/07/19/barbarism-in-odisha-three-men-douse-15-year-old-girl-with-petrol-and-burn-her-alive/#respond Sat, 19 Jul 2025 13:28:32 +0000 https://www.gujaratinside.com/?p=14908 ઓડિશાના પુરી જિલ્લામાંથી એક હૃદયવિદારી અને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ બદમાશોએ 15 વર્ષની એક સગીરાને જીવતા સળગાવવાનો બર્બર પ્રયાસ કર્યો. ઘટના શનિવારે બયાબર ગામના રસ્તે બની હતી, જ્યારે છોકરી પોતાના મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે ત્રણે આરોપીઓએ રસ્તો રોક્યો અને તેના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. ઘટના બાદ...

The post ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓડિશાના પુરી જિલ્લામાંથી એક હૃદયવિદારી અને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ બદમાશોએ 15 વર્ષની એક સગીરાને જીવતા સળગાવવાનો બર્બર પ્રયાસ કર્યો. ઘટના શનિવારે બયાબર ગામના રસ્તે બની હતી, જ્યારે છોકરી પોતાના મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે ત્રણે આરોપીઓએ રસ્તો રોક્યો અને તેના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. ઘટના બાદ તાત્કાલિક રીતે ગંભીર હાલતમાં થયેલી પીડિતાને એમ્સ, ભુવનેશ્વર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તે 70 ટકા સળગેલી હાલતમાં સારવાર હેઠળ છે. ડોક્ટરો મુજબ તેની હાલત અત્યંત નાજુક છે.

આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

આ ઘાતકી ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પુરી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની ધરપકડ માટે ખાસ ટીમ તૈનાત કરી છે.

સરકાર કરશે સારવારનો સંપૂર્ણ ખર્ચ: ડેપ્યુટી CM

ઘટનાને લઈ રાજ્યના ઉપમુખ્યમંત્રી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પ્રવતી પરિડાએ આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે:

હું દુઃખી અને સ્તબ્ધ છું કે પુરીના બાલંગા વિસ્તારમાં અસામાજિક તત્વોએ 15 વર્ષની બાળકી પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો. પીડિતાનું તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. સરકાર તેના ઈલાજનો તમામ ખર્ચ ઉપાડશે.

મહિલા સુરક્ષા મુદ્દે ફરી ઉઠ્યાં પ્રશ્નચિહ્નો

આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક પીડા અને રોષના માહોલ વચ્ચે લોકો આરોપીઓને ઝડપથી પકડીને કડકથી કડક સજા કરવાની માગ કરી રહ્યાં છે.

The post ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/barbarism-in-odisha-three-men-douse-15-year-old-girl-with-petrol-and-burn-her-alive/feed/ 0
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ https://www.gujaratinside.com/2025/07/18/cricketer-mohammad-shamis-ex-wife-again-embroiled-in-controversy-case-of-attempted-murder-filed/ https://www.gujaratinside.com/2025/07/18/cricketer-mohammad-shamis-ex-wife-again-embroiled-in-controversy-case-of-attempted-murder-filed/#respond Fri, 18 Jul 2025 16:14:50 +0000 https://www.gujaratinside.com/?p=14873 ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો...

The post ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો આરોપ છે. આ દાવો એક વીડિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વાઈરલ વીડિયો દ્વારા દાવો 

એક વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન જહાં તેના પડોશીઓ સાથે ઝઘડો કરી રહી છે. આ વીડિયો પશ્ચિમ બંગાળના બીરભૂમનો હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાંએ જમીન વિવાદમાં પડોશીઓને માર માર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન જહાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરવા માંગે છે, જેનો પાડોશીઓ વિરોધ કરી રહ્યા હતા.

કઇ કઈ કલમો હેઠળ કેસ દાખલ 

આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સુરી ટાઉનમાં મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં સામે પાડોશી ડાલિયા ખાતુન દ્વારા બીએનએસની કલમ 126(2), 115(2), 117(2), 109, 351(3) અને 3(5) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.”

The post ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/cricketer-mohammad-shamis-ex-wife-again-embroiled-in-controversy-case-of-attempted-murder-filed/feed/ 0
સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત https://www.gujaratinside.com/2025/07/17/actress-ranya-rao-sentenced-to-one-year-in-jail-in-gold-smuggling-case-deprived-of-bail/ https://www.gujaratinside.com/2025/07/17/actress-ranya-rao-sentenced-to-one-year-in-jail-in-gold-smuggling-case-deprived-of-bail/#respond Thu, 17 Jul 2025 04:32:24 +0000 https://www.gujaratinside.com/?p=14804 કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જામીન અરજીનો અધિકાર નહીં મળે આદેશ...

The post સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

જામીન અરજીનો અધિકાર નહીં મળે

આદેશ અનુસાર, તમામ ત્રણ આરોપીઓને સજા દરમિયાન જામીન માટે અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. એટલે કે, સજા પૂરી થયા બાદ જ તેઓ જામીન માટે અરજી કરી શકશે.

ઘટના અને પૃષ્ઠભૂમિ

2025ની 3 માર્ચે, રાન્યા રાવ દુબઈથી અમીરાત એરલાઈન્સની ફ્લાઇટ મારફતે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકે આવી રહી હતી ત્યારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ 14.8 કિલોગ્રામ સોનાની સાથે તેમની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રાવે સોનાનું મોટું માત્રામાં ઘરેણાં સ્વરૂપે ધારણ કરેલું હતું અને થોડું સોનું કપડાંમાં છુપાવેલ હતું.

અભિનેત્રી રાન્યા રાવના સાવકા પિતા રામચંદ્ર રાવ, એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી તરીકે કાર્યરત છે. DRIના દાવા અનુસાર, ધરપકડ સમયે રાવે પોતાની ઓળખ એક આઈપીએસ અધિકારીની પુત્રી તરીકે આપી હતી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને પોતાને ઘેર છોડવા માટે કહ્યુ હતું.

ફિલ્મી પૃષ્ઠભૂમિ

રાન્યા રાવ કન્નડ ફિલ્મ ‘માણિક્ય’માં સુપરસ્ટાર સુદીપ સાથેની ભૂમિકા માટે જાણીતી છે. તેમજ તેમણે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ નોંધપાત્ર કામગિરી આપી છે.

The post સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/actress-ranya-rao-sentenced-to-one-year-in-jail-in-gold-smuggling-case-deprived-of-bail/feed/ 0
વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ” https://www.gujaratinside.com/2025/07/13/a-mob-thrashed-a-rickshaw-puller-in-virar-for-not-speaking-marathi-saying-this-is-shiv-sena-style/ https://www.gujaratinside.com/2025/07/13/a-mob-thrashed-a-rickshaw-puller-in-virar-for-not-speaking-marathi-saying-this-is-shiv-sena-style/#respond Sun, 13 Jul 2025 11:54:14 +0000 https://www.gujaratinside.com/?p=14771 મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારના રોજ એક ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ટોળાએ ધક્કામુક્કી કરી, માર માર્યો અને જાહેરમાં માફી મંગાવડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસેના (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરો દ્વારા દબંગઈના દૃશ્યો જોવા મળે છે. શું છે આખો મામલો? માહિતી મુજબ, થોડા દિવસ...

The post વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારના રોજ એક ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ટોળાએ ધક્કામુક્કી કરી, માર માર્યો અને જાહેરમાં માફી મંગાવડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસેના (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરો દ્વારા દબંગઈના દૃશ્યો જોવા મળે છે.

શું છે આખો મામલો?

માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં વિરાર રેલવે સ્ટેશન નજીક એક રિક્ષાચાલક અને ટૂ-વ્હીલર સવાર વચ્ચે મરાઠી ભાષાને લઈને બોલાચાલી થઈ હતી. વીડિયોમાં દેખાય છે કે રિક્ષા ચાલકે યુવકને હિન્દી અને ભોજપુરીમાં બોલવાની ફરજ પાડીને મરાઠી ભાષા વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ વિવાદનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય તાપમાન વધી ગયું અને સ્થાનિક સંગઠનોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

જાહેરમાં માફી મગવાઈ

શનિવારે, શિવસેના (UBT) અને મમસેના કાર્યકરોની ટોળકીએ રિક્ષા ડ્રાઈવરને જાહેરમાં ઘેરી લીધો અને મહિલાઓની હાજરીમાં તેને થપ્પડ મારી. ત્યારબાદ ડ્રાઈવરને જાહેરમાં એક પુરુષ અને તેની બહેન સામે માફી માંગવા પણ મજબૂર કરવામાં આવ્યો. ડ્રાઈવરે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને મરાઠી ભાષાનું અપમાન કર્યાનો આરોપ લગાવીને માફી મગવવામાં આવી હતી.

શિવસેના (UBT)એ કહ્યું – “આ છે અમારી શૈલી”

વિરાર શહેર શિવસેના (UBT)ના પ્રમુખ ઉદય જાધવે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું,

“જો કોઈ મરાઠી ભાષા, મહારાષ્ટ્ર કે મરાઠી લોકોના ઘમંડને પડકારશે, તો તેને શિવસેનાની શૈલીમાં જવાબ મળશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “અસંસ્કારી ટિપ્પણી કરનારને પાઠ શીખવવામાં આવ્યો છે અને આવી ઘટનાઓ ફરી ના બને તે માટે શીખ આપવી જરૂરી છે.”

 

The post વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/13/a-mob-thrashed-a-rickshaw-puller-in-virar-for-not-speaking-marathi-saying-this-is-shiv-sena-style/feed/ 0
ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી” https://www.gujaratinside.com/2025/07/12/khalistani-terrorist-pannun-threatens-kapil-sharma-after-canada-cafe-attack/ https://www.gujaratinside.com/2025/07/12/khalistani-terrorist-pannun-threatens-kapil-sharma-after-canada-cafe-attack/#respond Sat, 12 Jul 2025 14:45:15 +0000 https://www.gujaratinside.com/?p=14757 ભારતીય હાસ્ય કલાકાર કપિલ શર્માને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિક્સ ફોર જસ્ટિસ (SFJ)ના સહસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પન્નુએ કથિત રીતે કહેલું કે કપિલ શર્મા કેનેડા મારફતે હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે અને તેમનો બિઝનેસ “હિંદુત્વ એજન્ડાનો ભાગ” છે. હાલમાં કપિલ શર્માએ સરી, બ્રિટિશ કોલંબિયામાં ખોલેલું તેમનું કેફે, ‘કપ્સ કાફે’, ગોળીબારની...

The post ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય હાસ્ય કલાકાર કપિલ શર્માને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિક્સ ફોર જસ્ટિસ (SFJ)ના સહસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પન્નુએ કથિત રીતે કહેલું કે કપિલ શર્મા કેનેડા મારફતે હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે અને તેમનો બિઝનેસ “હિંદુત્વ એજન્ડાનો ભાગ” છે.

હાલમાં કપિલ શર્માએ સરી, બ્રિટિશ કોલંબિયામાં ખોલેલું તેમનું કેફે, ‘કપ્સ કાફે’, ગોળીબારની ઘટના બાદ વિવાદમાં આવ્યું છે. આ હુમલાનો સંબંધ ખાલિસ્તાની સંગઠનો સાથે હોવાનું મનાય છે. ઘટનાના થોડા સમય બાદ પન્નુએ એક વીડિયો અને પ્રેસ રિલીઝ દ્વારા જાહેર ધમકી આપીને કહ્યું કે:

કપિલ શર્મા, તું તારા રુપિયા પાછા હિંદુસ્તાન લઈ જા. કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી. તું ધંધાના નામે હિંદુત્વ ફેલાવવાનો પ્રયાસ કરે છે, અને અમે એ ચલાવા નહીં દઈએ.

હિન્દુત્વના નામે ધંધો ચલાવવાનો આરોપ

પન્નુએ આરોપ મૂક્યો છે કે કપિલ શર્મા હાસ્ય અને કાફેના નામે વિદેશમાં હિંદુત્વ વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના અનુસાર, આ પ્રકારની પ્રવૃત્તિઓ કેનેડા જેવી શાંતિપ્રિય જમીન પર અસહ્ય છે.

કાયદાકીય સ્થિતિ અને ભારત સરકારનો દાવો

પન્નુને ભારત સરકાર દ્વારા ઘોષિત આતંકી જાહેર કરવામાં આવ્યો છે, અને એનઆઈએ તેમજ અનેક રાજ્ય પોલીસે તેના સામે 100થી વધુ કેસ નોંધ્યા છે. SFJ તથા BKI બંને સંગઠનો ભારતના કાયદા UAPA હેઠળ પ્રતિબંધિત છે, અને તેમના વિદેશી મિશન ભારતીય સ્વતંત્રતા અને અખંડિતતાને ખંડિત કરવા માટે કાર્યરત છે.

કપિલ શર્માની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી

હાલ સુધી કપિલ શર્મા તરફથી પન્નુની ધમકી કે ગોળીબાર અંગે કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, કપ્સ કાફેની ટીમે ઇન્સ્ટાગ્રામ પર નિવેદન આપીને કહેલું કે તેઓ ડરીને પગ પાછા ખેંચશે નહીં અને તેમને કેનેડાના સ્થાનિક સમુદાયથી મજબૂત સમર્થન મળ્યું છે.

સરી પોલીસએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને કોઈપણ જાતની માહિતી કે સીસીટીવી ફૂટેજ માટે લોકોમાં અપીલ કરી છે.

આ ઘટના આદર્શવાદ અને અતિરાષ્ટ્રવાદ વચ્ચેની ઘર્ષણનું તાજેતરું ઉદાહરણ બની છે, જ્યાં એક હાસ્ય કલાકારનો કાફે રાજકીય અને આતંકી એજન્ડાનો લક્ષ્ય બની ગયો છે.

The post ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/12/khalistani-terrorist-pannun-threatens-kapil-sharma-after-canada-cafe-attack/feed/ 0
સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી https://www.gujaratinside.com/2025/07/10/state-level-tennis-player-radhika-yadav-murdered-by-father/ https://www.gujaratinside.com/2025/07/10/state-level-tennis-player-radhika-yadav-murdered-by-father/#respond Thu, 10 Jul 2025 16:33:49 +0000 https://www.gujaratinside.com/?p=14725 ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા...

The post સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.

શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા.

પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા યાદવની ઉંમર 24 વર્ષ હતી અને તેના પિતાએ ગુસ્સામાં આવીને પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રાધિકાને ત્રણ ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પોલીસે આરોપી પિતાને ઝડપી લઈ લીધો છે અને હત્યામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

રાધિકા એક પ્રતિભાશાળી ખેલાડી હતી અને વિવિધ રાજ્યસ્તરીય ટૂર્નામેન્ટોમાં વિજેતા રહી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે, જ્યાં સોશ્યલ મીડિયાની પસંદગીઓ જીવલેણ બની રહી છે.

The post સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/state-level-tennis-player-radhika-yadav-murdered-by-father/feed/ 0
FATF રિપોર્ટમાં ખુલાસો : પુલવામા આતંકી હુમલાની વિસ્ફોટક સામગ્રી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદાઈ હતી https://www.gujaratinside.com/2025/07/09/fatf-report-reveals-pulwama-terror-attack-explosives-were-purchased-from-e-commerce-platform/ https://www.gujaratinside.com/2025/07/09/fatf-report-reveals-pulwama-terror-attack-explosives-were-purchased-from-e-commerce-platform/#respond Wed, 09 Jul 2025 05:54:02 +0000 https://www.gujaratinside.com/?p=14658 FATF (Financial Action Task Force) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ હવે બોમ્બ બનાવવાની સામગ્રી ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદે છે. FATFએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનો માત્ર સામગ્રી જ નહીં, પરંતુ ફંડ એકઠા કરવા માટે પણ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. પુલવામા હુમલાની સામગ્રી પણ...

The post FATF રિપોર્ટમાં ખુલાસો : પુલવામા આતંકી હુમલાની વિસ્ફોટક સામગ્રી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદાઈ હતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
FATF (Financial Action Task Force) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ હવે બોમ્બ બનાવવાની સામગ્રી ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદે છે. FATFએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનો માત્ર સામગ્રી જ નહીં, પરંતુ ફંડ એકઠા કરવા માટે પણ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે.

પુલવામા હુમલાની સામગ્રી પણ ઓનલાઇન ખરીદાઈ

FATFના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલામાં જે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થયો હતો, તે ઇ-કોમર્સ એપથી ખરીદવામાં આવી હતી. 2019ના આ આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.

એજન્સીએ તેના રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે આતંકીઓએ એમેઝોન જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી એલ્યૂમિનિયમ પાઉડર જેવી ઘાતક સામગ્રી ખરીદી હતી, જે વિસ્ફોટને વધુ ભયંકર બનાવી શકે છે.

ગોરખનાથ મંદિર હુમલાનો પણ ઉલ્લેખ

વર્ષ 2022માં ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરે થયેલા આતંકી હુમલાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. હુમલાખોર મુર્તઝા અબ્બાસી, જે તેણે સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો, તેને પકડ્યા બાદ તેની પાસેથી જેહાદી કન્ટેન્ટથી ભરેલા મોબાઇલ અને લેપટોપ મળ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું હતું કે તે પેપલ (PayPal) જેવી ડિજિટલ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરીને અંદાજે 6.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. તેણે ટ્રાન્ઝેક્શન્સને છુપાવવા માટે VPNનો ઉપયોગ કર્યો હતો જેથી તેનું IP એડ્રેસ ટ્રેસ ન થઈ શકે. ખતરા વચ્ચે પેપલે તેના એકાઉન્ટને બંધ કરી દીધું હતું.

FATFની ચેતવણી : ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સરકારો રહે સતર્ક

FATFના પેરિસથી બહાર પાડવામાં આવેલા 131 પેજના રિપોર્ટ ‘Comprehensive Update on Terrorist Financing Risk’ અનુસાર આતંકી નેટવર્ક હવે આધુનિક ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે.

એજન્સીએ જણાવ્યું કે આતંકવાદીઓ માત્ર ઇ-કોમર્સ અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર પણ સક્રિય છે.

તેણે તમામ દેશોની સરકારોને તેમજ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોને એલર્ટ રહેવાની ચેતવણી આપી છે અને આતંકી નેટવર્ક સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

આતંકીઓના નવા નાણાકીય માર્ગો

FATFના રિપોર્ટ મુજબ, આતંકી સંગઠનો હવે ઓનલાઇન વેપારના માધ્યમથી ફંડ એકઠા કરી રહ્યા છે, સામાન્ય નાગરિકોની ઓળખ છુપાવીને તેઓ ઇ-કોમર્સમાં પ્રવેશી ગયા છે. આતંકી સેલ એક્ટિવ છે, જે નાણાં એકઠા કરીને હુમલાઓ માટે મોકલે છે.

નિષ્કર્ષરૂપે, FATFના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આતંકી પ્રવૃત્તિઓ માટે ટેક્નોલોજીનો દુરુપયોગ વધુ જોખમી બની રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારો તથા ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે વ્હીલજોર સ્તરે સાબિતી અને ચેતી રહેવું અતિ આવશ્યક છે.

The post FATF રિપોર્ટમાં ખુલાસો : પુલવામા આતંકી હુમલાની વિસ્ફોટક સામગ્રી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદાઈ હતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/09/fatf-report-reveals-pulwama-terror-attack-explosives-were-purchased-from-e-commerce-platform/feed/ 0