cross-border security Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cross-border-security/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 04:19:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png cross-border security Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cross-border-security/ 32 32 નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/09/12/indian-pilgrims-bus-attack-nepal-airlifted-to-delhi/ https://www.gujaratinside.com/2025/09/12/indian-pilgrims-bus-attack-nepal-airlifted-to-delhi/#respond Fri, 12 Sep 2025 04:45:53 +0000 https://www.gujaratinside.com/?p=19191 કાઠમાંડુ નજીક ગુરુવારે (11 સપ્ટેમ્બર) ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને મુસાફરોના મોબાઈલ ફોન તથા કિંમતી વસ્તુઓ લૂંટી ભાગી ગયા હતા. ઘટનામાં ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટા ભાગના યાત્રાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા, જેઓ કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા...

The post નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમાંડુ નજીક ગુરુવારે (11 સપ્ટેમ્બર) ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને મુસાફરોના મોબાઈલ ફોન તથા કિંમતી વસ્તુઓ લૂંટી ભાગી ગયા હતા. ઘટનામાં ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટા ભાગના યાત્રાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા, જેઓ કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા.

બસ ડ્રાઈવરે જણાવ્યું કે હુમલાના સમયે બસ યુપીના મહારાજગંજ નજીક સોનાલી સરહદ પર પહોંચી હતી અને ઉપદ્રવીઓએ બસના તમામ કાચ તોડી નાખ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ નેપાળી સેનાએ મુસાફરોને બચાવ્યા અને ભારતીય દૂતાવાસને જાણ કરવામાં આવી. બાદમાં તમામ યાત્રાળુઓને કાઠમાંડુથી એરલિફ્ટ કરી દિલ્હી મોકલવામાં આવ્યા.

સરહદી સુરક્ષામાં વધારો
નેપાળમાં વધતી અશાંતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં ફસાયેલા નેપાળી નાગરિકોને ઓળખી ધીમે ધીમે પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ પણ યાત્રાળુઓની પરત આવવાની વ્યવસ્થા કરી રહ્યું છે.

નેપાળી કેદીઓના ભાગવાના કિસ્સા
સૂત્રો મુજબ, નેપાળની જેલોમાંથી ભાગેલા લગભગ 60 શંકાસ્પદ કેદીઓને સશસ્ત્ર સરહદી દળ (SSB)એ ભારત-નેપાળ સરહદ પરથી ઝડપી લીધા છે. સરહદી સુરક્ષા વધારવામાં આવી છે અને દરેક શંકાસ્પદ પ્રવેશ પર નજર રાખવામાં આવી રહી છે.

 

The post નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/indian-pilgrims-bus-attack-nepal-airlifted-to-delhi/feed/ 0