CRPF Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crpf/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 04:50:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png CRPF Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/crpf/ 32 32 નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/ https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/#respond Mon, 22 Sep 2025 16:05:49 +0000 https://www.gujaratinside.com/?p=19894 છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે. બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય...

The post નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.

સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે.

બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય સમિતિના સભ્ય હતા અને લાંબા સમયથી સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બન્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે નારાયણપુરના અભુજમાડ વિસ્તારમાં આ કામગીરી સુરક્ષા દળોની મોટી જીત છે.

તેમણે લખ્યું કે સુરક્ષાદળો નક્સલવાદી સંગઠનોના ટોચના નેતૃત્વને એક પછી એક ખતમ કરી રહ્યા છે, જેના કારણે લાલ આતંકની કમર તૂટી રહી છે અને 2026 સુધી દેશને નક્સલવાદ મુક્ત કરવાનો લક્ષ્ય ઝડપથી સિદ્ધ થઈ રહ્યો છે.

અથડામણ થયેલા સ્થળ પરથી સુરક્ષાદળોએ મહત્વના હથિયારો જપ્ત કર્યા છે જેમાં એક AK-47, એક INSAS રાઇફલ, બેરલ ગ્રેનેડ લોન્ચર તેમજ મોટી માત્રામાં વિસ્ફોટકો અને નક્સલી સાહિત્ય સામેલ છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં CRPF, CoBRA જેવી વિશેષ દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે અને જે નક્સલી હથિયાર છોડી રહ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

 

The post નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/feed/ 0
કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો https://www.gujaratinside.com/2025/09/08/kulgam-encounter-terrorist-killed-pakistani-arrested/ https://www.gujaratinside.com/2025/09/08/kulgam-encounter-terrorist-killed-pakistani-arrested/#respond Mon, 08 Sep 2025 10:25:47 +0000 https://www.gujaratinside.com/?p=18738 જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....

The post કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ, સફરજનની વાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતો આતંકી સુરક્ષા દળોની ગોળીનો ભોગ બન્યો હતો. વિસ્તારને ચુસ્ત સુરક્ષામાં લઈ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓના મતે આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સી.આર.પી.એફના અધિકારીએ જણાવ્યું કે સંદિગ્ધ ગતિવિધિ અંગે બાતમી મળતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, ત્યારબાદ અથડામણ સર્જાઈ. હાલ ઓપરેશન ચાલુ છે અને વધુ આતંકવાદીઓને શોધવા માટે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની નાગરિકને અટકાવ્યો છે. સરહદ નજીક સંદિગ્ધ હલચલ દેખાતા બીએસએફે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તેને કસ્ટડીમાં લીધો.

પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે અને હજુ સુધી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સરહદ પર વધારાનો બંદોબસ્ત અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

 

The post કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/kulgam-encounter-terrorist-killed-pakistani-arrested/feed/ 0
પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/ https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/#respond Sun, 03 Aug 2025 16:26:35 +0000 https://www.gujaratinside.com/?p=15868 જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...

The post પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે.

કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર કુલગામમાં હાથ ધરાયેલા ઓપરેશન ‘અકાલ’માં લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા. તેમાં કુલગામનો જાકિર અહમદ ગની, સોપોરનો કેટેગરી-એ આતંકી આદિલ રહમાન ડેંટૂ અને પુલવાનું હરીશ ડાર સામેલ હતા.

સાંબા જિલ્લામાં સાત આતંકવાદી ઠાર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે અથડામણમાં સાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ જૈશના નેટવર્ક માટે મોટો ઝટકો ગણાય છે.

શોપિયા અને ત્રાલમાં ત્રણ-ત્રણ આતંકી ઠાર: શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં લશ્કરના ત્રણ ટોચના આતંકવાદી શાહિદ કુટ્ટે, અદનામ શફી ડાર અને આમિર બશીર ઠાર થયા. ત્રાલના જંગલ વિસ્તારમાં જૈશના આતંકી આસિફ અહમદ શેખ, આમિર નજીર વાની અને યાવર અહમદ ભટ્ટને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

ઓપરેશન મહાદેવ અને શિવશક્તિમાં પાંચ આતંકી ઠાર: મુલનાર ગામમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં ત્રણ પાકિસ્તાની આતંકી સુલેમાન, અફગાન અને જિબરાનને ઠાર કરાયા. આ આતંકીઓ પહલગામ હુમલામાં સંડોવાયેલા હતા. ત્યારબાદ ઓપરેશન શિવશક્તિ હેઠળ બે પાકિસ્તાની ઘૂસણખોર આતંકવાદીઓને ઠાર કરાયા.

ભારતીય સેનાની આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને મોટો ઝટકો આપનારી સાબિત થઈ છે.

The post પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/feed/ 0