Cultural Heritage Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cultural-heritage/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 10:28:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Cultural Heritage Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cultural-heritage/ 32 32 મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ https://www.gujaratinside.com/2025/09/04/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5/ https://www.gujaratinside.com/2025/09/04/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5/#respond Thu, 04 Sep 2025 10:55:20 +0000 https://www.gujaratinside.com/?p=18329 અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું. મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું...

The post મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું.

મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું સુંદર સમન્વય જોવા મળે છે. પ્રસાદ કેન્દ્ર “અંબાજી પ્રસાદ ઘર” માત્ર પ્રસાદ બનાવવાનું કેન્દ્ર જ નથી, પરંતુ રોજગારી, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું મંચ પણ બની રહ્યું છે. મહામેળા દરમિયાન 27 પ્રસાદ કેન્દ્રો કાર્યરત છે, જેમાં 700 જેટલા આદિવાસી કારીગરો સામેલ છે. અત્યાર સુધી 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયા છે અને 25 લાખ પેકેટો 80 ગ્રામના તૈયાર થયા છે, જ્યારે 11 લાખથી વધુ પેકેટો વિતરણ થયાં છે.

મહામેળામાં દરેક ઘાણ પ્રસાદમાં 326.5 કિલો સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઈલાયચી સામેલ છે. આ પ્રસાદ બનાવતી વખતે પુરુષો લોકગીતો ગાઈને કાર્ય કરતા હોય છે, જ્યારે મહિલાઓ ગરબે પર આદિવાસી લોકગીતોની ધૂન પર ભક્તિમાં મગ્ન રહે છે. ભક્તિ, શ્રદ્ધા અને લોકસંગીત સાથે પ્રસાદને અનોખી મીઠાશ અને સુગંધ મળે છે.

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવાનો આયોજન છે, જેમાં 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો ઈલાયચીનો ઉપયોગ થશે. 30 લાખથી વધુ પેકેટો વિતરણ માટે આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર ભક્તો સુધી પ્રસાદ સરળ અને સ્વચ્છ રીતે પહોંચાડવા માટે તમામ વ્યવસ્થાઓ કર્તવ્યપણે પૂરી પાડી રહ્યા છે.

મહામેળા દરમિયાન દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી 30 લાખથી વધુ ભક્તો સારી રીતે આ પવિત્ર પ્રસાદ અને ભક્તિ અનુભવી શકે.

 

The post મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5/feed/ 0
ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત https://www.gujaratinside.com/2025/08/31/sharda-bhawani-temple-reopens-kashmir-pandit/ https://www.gujaratinside.com/2025/08/31/sharda-bhawani-temple-reopens-kashmir-pandit/#respond Sun, 31 Aug 2025 12:45:13 +0000 https://www.gujaratinside.com/?p=17895 જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો....

The post ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.

મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ યોજાઈ. મંદિરના અધ્યક્ષ સુનીલ કુમાર ભટ્ટે જણાવ્યું કે, આ મંદિર પાકિસ્તાનમાં આવેલા શારદા માતા મંદિરની શાખા છે અને લાંબા સમયથી તેને ફરી ખોલવા માટે સ્થાનિક મુસ્લિમ સમુદાય પણ ઉત્સુક હતો. સમારકામ દરમિયાન જીર્ણોદ્ધાર સમયે એક શિવલિંગ પણ મળી, જે નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. સરકારી યોજનાના પેકેજ હેઠળ કરાયેલા કામને કારણે જ મંદિરનો પુનર્નિર્માણ શક્ય બન્યું.

સ્થાનિક મુસ્લિમ વરિષ્ઠે જણાવ્યું કે પંડિતો અને મુસ્લિમો અગાઉ એક સાથે રહેતા અને સાથે જ જીવન વિતાવતા હતા. તેમણે કાશ્મીરને ઘાટી પંડિતોની જન્મભૂમિ ગણાવી, બંને સમુદાયના સુમેળ અને સબંધોને ઉજાગર કર્યો.

 

The post ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/sharda-bhawani-temple-reopens-kashmir-pandit/feed/ 0
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ https://www.gujaratinside.com/2025/08/29/ram-setu-supreme-court-notice-national-monument/ https://www.gujaratinside.com/2025/08/29/ram-setu-supreme-court-notice-national-monument/#respond Fri, 29 Aug 2025 12:04:29 +0000 https://www.gujaratinside.com/?p=17687 સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર...

The post રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર આપ્યું, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી, સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

આરજીઅરમાં જણાવ્યું છે કે રામ સેતુનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ નોંધનીય છે અને તેને કાયમી સંરક્ષણ આપવાની જરૂર છે. ન્યાયાધીશ સંદીપ મહેતાની બેંચે સુબ્રમણ્યમ સ્વામીના વરિષ્ઠ વકીલ વિભા દત્ત મખીજાની દલીલો સાંભળ્યા બાદ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.

રામ સેતુ અથવા એડમ્સ બ્રિજ ભારત અને શ્રીલંકા વચ્ચેની સમુદ્રમાં આવેલી ચૂનાના પથ્થરોની સાંકળ છે, જે પમ્બન ટાપુને મન્નાર ટાપુ સાથે જોડે છે. હિન્દુ માન્યતા અનુસાર આ સેતુ ભગવાન રામની વાનર સેના દ્વારા નિર્મિત છે, જ્યારે પશ્ચિમી વિશ્વમાં તેને એડમ્સ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે આ સાંકળ એક સમયે સમુદ્ર સપાટીથી ઉપર હતી, જેના કારણે પગથી શ્રીલંકા સુધી પહોંચી શકાયતી હતી.

હાલમાં રામ સેતુને તોડવા સંબંધિત વિવાદ પણ અગાઉ થયા હતા. યુપીએ સરકારના સમયમાં સમુદ્રમ પ્રોજેક્ટ હેઠળ જહાજોના આવન-જાવન માટે સેતુ તોડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટની હસ્તક્ષેપ બાદ આ પ્રોજેક્ટ રોકાયો. ત્યારબાદ 2014માં એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે રામ સેતુને નુકસાન ન પહોંચાડવામાં આવે અને વૈકલ્પિક માર્ગ શોધવામાં આવશે. જોકે, રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને કાયમી સંરક્ષણ આપવા અંગે સરકાર હજુ સ્પષ્ટ વલણ આપી નથી, જે આ વિવાદનો મુખ્ય મુદ્દો છે.

The post રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/ram-setu-supreme-court-notice-national-monument/feed/ 0