Cyber Safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cyber-safety/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 09:54:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Cyber Safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cyber-safety/ 32 32 અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ https://www.gujaratinside.com/2025/09/19/ahmedabad-navratri-garba-environment-cyber-safety-message/ https://www.gujaratinside.com/2025/09/19/ahmedabad-navratri-garba-environment-cyber-safety-message/#respond Fri, 19 Sep 2025 05:05:29 +0000 https://www.gujaratinside.com/?p=19584 અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે. આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં...

The post અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે.

આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે.

નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી મોટા ગરબાનું આયોજન સોસાયટીના આગંણે જ કરવામાં આવ્યું છે.

સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે, આ વખતે સ્વચ્છતા સાથે સુરક્ષા અને ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આત્મનિર્ભર ભારત અને મહિલા સુરક્ષાના સંદેશા સાથે લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

ઈક્લેટ હાઈટ્સના ચેરમેન વિજયભાઈએ જણાવ્યું કે, સોસાયટીમાં ફરજિયાત ફી ઉઘરાવવાને બદલે ભક્તિભાવથી મળતો સ્વૈચ્છિક ફાળો સ્વીકારવામાં આવે છે. મ્યુઝિક સિસ્ટમનો અવાજ મર્યાદામાં રાખવામાં આવે છે જેથી કોઈને અસુવિધા ન થાય અને નાસ્તામાં હેલ્ધી ફૂડ પર ધ્યાન આપવામાં આવે છે.

ઓઢવ ગામમાં પણ વર્ષોથી ચાલી આવતી નવરાત્રિની પરંપરા અંતર્ગત દશેરાના દિવસે પારંપરિક સેમોલ માતાની માંડવી નીકળે છે, જેમાં ગામના તમામ લોકો ભાગ લે છે અને સવાર સુધી ગરબા યોજાય છે.

આ વર્ષે ઉજવણીમાં માત્ર ભક્તિભાવ જ નહીં પરંતુ આરોગ્ય, પર્યાવરણ અને સમાજ માટેના સંદેશો સાથે નવરાત્રિને વિશેષ રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

 

The post અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/ahmedabad-navratri-garba-environment-cyber-safety-message/feed/ 0