Deendayal Fadnavis Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/deendayal-fadnavis/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 12:24:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Deendayal Fadnavis Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/deendayal-fadnavis/ 32 32 મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન https://www.gujaratinside.com/2025/09/04/maharashtra-private-sector-working-hours-10/ https://www.gujaratinside.com/2025/09/04/maharashtra-private-sector-working-hours-10/#respond Thu, 04 Sep 2025 12:17:40 +0000 https://www.gujaratinside.com/?p=18351 મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકોને વર્તમાન 9 કલાકથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારા મંજુર કર્યા છે. કેબિનેટના નિર્ણયનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંજુર કરાયેલા ફેરફારો કાયદેસર ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો...

The post મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકોને વર્તમાન 9 કલાકથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારા મંજુર કર્યા છે. કેબિનેટના નિર્ણયનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંજુર કરાયેલા ફેરફારો કાયદેસર ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો અને સ્થાપના (રોજગાર અને સેવા શરતોનું નિયમન) એક્ટ, 2017માં કરવામાં આવશે.

આ સુધારા મુજબ ઉદ્યોગોમાં દૈનિક કામના કલાકો 9 કલાકથી વધારી 12 કલાક કરવામાં આવ્યા છે, અને બ્રેકની મર્યાદા 5 કલાકના બદલે 6 કલાક પછી આપવામાં આવશે. ઓવરટાઈમની મર્યાદા પ્રતિ ક્વાર્ટર 125 કલાકથી વધારી 144 કલાક કરવામાં આવી છે અને કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. સાપ્તાહિક કામના કલાકો પણ 10.5 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે. 20 કે તેથી વધુ કામદારો ધરાવતા સંસ્થાઓ માટે આ નિયમ લાગુ પડશે, જ્યારે નાના ઉદ્યોગો માટે માત્ર અધિકારીઓને સૂચના આપવી ફરજિયાત રહેશે.

સરકારના નિવેદનમાં જણાવાયું છે કે આ પગલું ઉદ્યોગમાં કાર્યક્ષમતા લાવશે, નવા રોકાણોને પ્રોત્સાહન આપશે, રોજગારમાં વધારો કરશે અને સાથે જ કામદારોના વેતન અને અધિકારોમાં સુધારો પણ લાવશે. ખાસ કરીને ઓવરટાઈમ માટે બમણું વેતનનો નિયમ કાર્યસ્થળે ન્યાય અને સુરક્ષા સુનિશ્ચિત કરશે. શ્રમ વિભાગે જણાવ્યું છે કે પ્રસ્તાવિત ફેરફારો મહિલાઓ માટે વધુ આરામદાયક કાર્યકારી વાતાવરણ પૂરૂ પાડશે અને લાંબા સમયથી ચાલતી ચિંતાઓનું નિવારણ કરશે.

 

The post મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/maharashtra-private-sector-working-hours-10/feed/ 0