Delhi CM attack Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-cm-attack/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 12:56:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi CM attack Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-cm-attack/ 32 32 દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attack-fir-three-sections/ https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attack-fir-three-sections/#respond Wed, 20 Aug 2025 12:56:33 +0000 https://www.gujaratinside.com/?p=16808 દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં...

The post દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં લઈ કોર્ટમાં હાજર કરવાની તૈયારી શરૂ કરી છે અને અઠવાડિયાના રિમાન્ડ મેળવવા પ્રયત્ન થશે. સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી તપાસમાં કોઈ સંગઠિત કાવતરાના પુરાવા મળ્યા નથી અને આરોપી એકલો જ હતો. જો આગળની તપાસમાં ગુનાહિત કાવતરાનો પુરાવો મળશે તો સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવશે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપી ફરિયાદના બહાને CM નજીક ગયો અને શરૂઆતમાં અમુક દસ્તાવેજો આપ્યા બાદ અચાનક જ બૂમો પાડવા લાગ્યો. તે દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કર્યો, જેના કારણે રેખા ગુપ્તાને માથામાં હળવી ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપના નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

41 વર્ષીય આરોપી રાજેશ વિશે તેના પરિવારજનો અને પડોશીઓએ જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેની માતા ભાનુ બહેનનું કહેવું છે કે, ‘રાજેશનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને તે ઘરના સભ્યો પર પણ હુમલા કરતો હતો. અમે તેની સારવાર કરાવી શક્યા નથી.’ જોકે, તેમણે ઉમેર્યું કે રાજેશે પહેલાં ક્યારેય બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. રાજેશ રિક્ષા ચલાવે છે અને પશુપ્રેમી છે, તે પશુઓને ભોજન આપે છે.

 

The post દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attack-fir-three-sections/feed/ 0
દિલ્હી CM રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, 35 વર્ષીય આરોપીની ધરપકડ https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attacked-during-jan-sunvai/ https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attacked-during-jan-sunvai/#respond Wed, 20 Aug 2025 04:00:29 +0000 https://www.gujaratinside.com/?p=16757 દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના સિવિલ લાઈન્સ સ્થિત કેમ્પ ઓફિસમાં સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આરોપી 35 વર્ષીય શખ્સ ફરિયાદ લઈને CM સુધી પહોંચ્યો અને અચાનક તેમણે રેખા ગુપ્તાને થપ્પડ મારી. આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તરત જ હુમલાખોરને કાબૂમાં લઈ...

The post દિલ્હી CM રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, 35 વર્ષીય આરોપીની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના સિવિલ લાઈન્સ સ્થિત કેમ્પ ઓફિસમાં સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આરોપી 35 વર્ષીય શખ્સ ફરિયાદ લઈને CM સુધી પહોંચ્યો અને અચાનક તેમણે રેખા ગુપ્તાને થપ્પડ મારી. આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તરત જ હુમલાખોરને કાબૂમાં લઈ કસ્ટડીમાં લીધો હતો. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, જોકે હુમલાનું મોટે ભાગે કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ બનાવની નિંદા કરતા દિલ્હીના ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે મુખ્યમંત્રીના વિરોધીઓ જાહેર સુનાવણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાને ખંડિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે જણાવ્યું કે આરોપીએ પહેલા મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા અને પછી એકાએક બૂમો પાડી હુમલો કર્યો. ભાજપ નેતા રમેશ બિધુરીએ આ ઘટનાને પૂર્વનિયોજિત પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે રેખા ગુપ્તા પરનો હુમલો સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે પણ પ્રશ્ન ઊભો કરે છે.

The post દિલ્હી CM રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, 35 વર્ષીય આરોપીની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/delhi-cm-rekha-gupta-attacked-during-jan-sunvai/feed/ 0