Delhi crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-crime/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 09:27:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-crime/ 32 32 દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા https://www.gujaratinside.com/2025/09/06/delhi-school-knife-attack-student/ https://www.gujaratinside.com/2025/09/06/delhi-school-knife-attack-student/#respond Sat, 06 Sep 2025 09:50:17 +0000 https://www.gujaratinside.com/?p=18550 દિલ્હીમાં અમદાવાદ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર ત્રણ સગીરોએ છરીથી હુમલો કર્યો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી ઘૂસી ગયેલી હાલતમાં સીધો પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો....

The post દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીમાં અમદાવાદ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર ત્રણ સગીરોએ છરીથી હુમલો કર્યો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી ઘૂસી ગયેલી હાલતમાં સીધો પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આશરે 10-15 દિવસ પહેલા એક આરોપી વિદ્યાર્થીનો ઝઘડો થયો હતો, જેમાં તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ ઝઘડામાં ઉશ્કેરણી કરી હતી. આ દુશ્મનાવટને કારણે તેણે બે મિત્રો સાથે મળી પીડિત પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો. ઘટના દિવસે વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંચતા જ ત્રણેય સગીરોએ તેને ઘેરી લીધો. એકે છરીથી હુમલો કર્યો, જ્યારે બાકી બેએ તેને પકડી રાખ્યો. આ દરમિયાન એક આરોપીએ તૂટેલી બિયર બોટલ બતાવીને પીડિતને ધમકાવ્યો હતો.

હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કોઈક રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પછી તેને કલાવતી સરન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બાદમાં આરએમએલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેની છાતીમાંથી છરી કાઢી. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને આરામબાગ વિસ્તારમાંથી ત્રણેય સગીરોને પકડી પાડ્યા. તેમની ઉંમર 15 અને 16 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ગુનામાં વપરાયેલી છરી અને તૂટેલી બિયર બોટલ જપ્ત કરવામાં આવી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિધિન વાલસનએ જણાવ્યું કે આ હુમલો સંપૂર્ણપણે દુશ્મનાવટને કારણે કરવામાં આવ્યો હતો અને ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

 

The post દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/delhi-school-knife-attack-student/feed/ 0
દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો https://www.gujaratinside.com/2025/08/30/kalka-ji-temple-sevadar-murder-delhi/ https://www.gujaratinside.com/2025/08/30/kalka-ji-temple-sevadar-murder-delhi/#respond Sat, 30 Aug 2025 04:57:20 +0000 https://www.gujaratinside.com/?p=17751 દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદ ન મળવાના વિવાદને પગલે એક સેવાદારની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે (29 ઓગસ્ટ) રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર, કેટલાક ભક્તો દર્શન કર્યા બાદ સેવાદાર પાસેથી ચુન્ની અને પ્રસાદ માગી રહ્યા હતા, પરંતુ તેને લઈ વિવાદ થયો. ગુસ્સે ભરાયેલા ભક્તોએ સેવાદાર પર લાકડીઓ...

The post દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદ ન મળવાના વિવાદને પગલે એક સેવાદારની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે (29 ઓગસ્ટ) રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર, કેટલાક ભક્તો દર્શન કર્યા બાદ સેવાદાર પાસેથી ચુન્ની અને પ્રસાદ માગી રહ્યા હતા, પરંતુ તેને લઈ વિવાદ થયો. ગુસ્સે ભરાયેલા ભક્તોએ સેવાદાર પર લાકડીઓ અને મુક્કાથી હુમલો કર્યો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સેવાદારને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. મૃતકની ઓળખ 35 વર્ષીય યોગેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ફત્તેપુર ગામનો રહેવાસી હતા અને છેલ્લા 14-15 વર્ષથી કાલકાજી મંદિરમાં સેવાકાર્ય કરી રહ્યા હતા.

પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે. આરોપી 30 વર્ષીય અતુલ પાંડે, દક્ષિણપુરીનો રહેવાસી,ને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. હાલ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

The post દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/kalka-ji-temple-sevadar-murder-delhi/feed/ 0
નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/ https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/#respond Mon, 25 Aug 2025 14:36:08 +0000 https://www.gujaratinside.com/?p=17300 દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ...

The post નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટી પસંદ ન હતી. પોલીસના સૂત્રો મુજબ, રીલ બનાવવા અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

નિક્કીના પિતાએ જણાવ્યું કે, “રીલ બનાવવા માટે તેને મારી નાખવાનો આરોપ ખોટો છે. તે પાર્લરની રીલ બનાવતી હતી અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હતી, જેનાથી કામમાં મદદ મળતી હતી.” નિક્કીની બહેન કંચને આરોપ લગાવ્યો કે, “સાસરિયાઓને દહેજમાં 36 લાખ ન આપવાના કારણે તેની હત્યા થઈ. તે અંગે નિક્કીએ અમને પણ જણાવ્યું હતું.”

નિક્કી અને તેની બહેન કંચન મળીને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પાર્લરનો પ્રચાર કરતા હતા. નિક્કીના ઈન્સ્ટાગ્રામ પર 54,500થી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે કંચનના 22,000 ફોલોઅર્સ છે. બંને બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા હતા – નિક્કીએ વિપિન સાથે અને કંચને તેના ભાઈ રોહિત સાથે લગ્ન થયા હતા.

હત્યાકાંડ બાદ ફરાર વિપિનને પોલીસએ એન્કાઉન્ટરમાં પકડી પાડ્યો. પોલીસ જણાવ્યા મુજબ, “વિપિન ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પિસ્તોલ છીનવવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે તેને પગમાં ગોળી વાગી.” પોલીસે આરોપી પતિ અને તેના પરિવારની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, વિપિને પોલીસ સમક્ષ કહ્યું, “મને આ ઘટનાનો કોઈ પસ્તાવો નથી. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે.” આ ઘટનાએ સમગ્ર દેશમાં દહેજ અને ઘરેલુ અત્યાચાર અંગે ચર્ચામા  છે.

 

The post નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/nikki-murder-case-dowry-reel-shocking-revelations/feed/ 0