Delhi Floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-floods/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 15:01:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi Floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-floods/ 32 32 દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/ https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/#respond Fri, 05 Sep 2025 15:25:55 +0000 https://www.gujaratinside.com/?p=18530 દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં...

The post દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં પણ નર્મદા, તાપી અને મહિસાગર નદીઓના જળસ્તરમાં વધારો થવાથી પૂરનું સંકટ ઊભું થયું છે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમમાંથી પાણી છોડાતા પંજાબની સતલજ, બિયાસ અને રાવી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. પરિણામે પંજાબના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોમાં 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં 37 વર્ષ પછી સૌથી ગંભીર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. 1 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. બચાવ કામગીરી માટે સેના અને NDRFની ટીમો સતત કાર્યરત છે.

દિલ્હીમાં યમુના નદી છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. યમુના નજીકના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં રાજઘાટ, કશ્મીરી ગેટ અને મુખ્યમંત્રી કાર્યાલય જેવા વિસ્તાર સામેલ છે. સુરક્ષા કારણોસર 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી બેકાબૂ બનતાં શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં 2014 જેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ છે. ઓડિશાની બુરહાબલંગ, સુવર્ણરેખા અને મહાનદી નદીઓ તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશની ગંગા અને કોસી નદીઓ ખતરાની સપાટી ઉપર વહી રહી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

 

The post દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/feed/ 0
દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર https://www.gujaratinside.com/2025/09/04/yamuna-floods-delhi-relief-camps-submerged/ https://www.gujaratinside.com/2025/09/04/yamuna-floods-delhi-relief-camps-submerged/#respond Thu, 04 Sep 2025 04:41:51 +0000 https://www.gujaratinside.com/?p=18275 નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કેન્દ્રીય...

The post દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

કેન્દ્રીય જળ આયોગ (CWC)એ બુધવારે નવી એડવાઈઝરી જારી કરી હતી, જેમાં જણાવાયું હતું કે યમુનાનું જળસ્તર 207.40 મીટર સુધી પહોંચી શકે છે, જે ખતરાની સપાટીથી ઉપર છે. છેલ્લે 2023માં યમુનાનું સ્તર 208.66 મીટર સુધી પહોંચ્યું હતું. પૂરના પાણી દિલ્હીના સૌથી જૂના સ્મશાન મેદાન નિગમબોધ ઘાટ સુધી ઘૂસી ગયા હતા.

પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કર્યું છે અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ડાયવર્ઝન કરાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. બીજી બાજુ, પંજાબમાં પણ ભારે વરસાદને કારણે 1998ના વિનાશક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સિંધુ જળ સિસ્ટમની નદીઓ ખતરાની સપાટી વટાવી જતા અનેક ગામોમાં પૂર આવ્યું છે. પરિસ્થિતિને કારણે તમામ સ્કૂલ-કોલેજો 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યા છે.

છત્તીસગઢના બલરામપુરમાં એક ડેમ તૂટી પડતાં પૂર આવ્યું, જેમાં એક જ પરિવારના છ સભ્યો સહિત સાત લોકોના મોત નિપજ્યાની આશંકા છે. પોલીસને અત્યાર સુધી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. રાજસ્થાનના કોટા અને જયપુરમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી અકનૂર વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું, જ્યારે 40 લોકો પૂરમાં ફસાઈ ગયા હતા, જેમને બાદમાં BSF દ્વારા બચાવવામાં આવ્યા. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન થતા રસ્તો સતત બીજા દિવસે બંધ રહ્યો હતો.

 

The post દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/yamuna-floods-delhi-relief-camps-submerged/feed/ 0