Delhi High Court Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-high-court/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 10:43:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi High Court Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-high-court/ 32 32 દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, વિદ્યાર્થીની શૈક્ષણિક વિગતો જાહેર થશે નહીં https://www.gujaratinside.com/2025/08/25/delhi-hc-quashes-cic-educational-records/ https://www.gujaratinside.com/2025/08/25/delhi-hc-quashes-cic-educational-records/#respond Mon, 25 Aug 2025 10:43:57 +0000 https://www.gujaratinside.com/?p=17258 દિલ્હી હાઈકોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા બાબતે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)નો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર 27 ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. વિગતવાર ચુકાદો હજી જાહેર નથી. CICએ 2016માં RTI કાર્યકર નીરજ કુમાર, મોહમ્મદ ઈર્શાદ અને અન્ય...

The post દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, વિદ્યાર્થીની શૈક્ષણિક વિગતો જાહેર થશે નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી હાઈકોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા બાબતે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)નો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર 27 ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. વિગતવાર ચુકાદો હજી જાહેર નથી.

CICએ 2016માં RTI કાર્યકર નીરજ કુમાર, મોહમ્મદ ઈર્શાદ અને અન્ય અરજદારોને યુનિવર્સિટીના એ વર્ષે બી.એ. પાસ કરેલા વિદ્યાર્થીઓની માહિતીનો નિરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ બેન્ચમાં બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુનિવર્સિટીએ આ CICના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યું અને જાન્યુઆરી 2017માં હાઈકોર્ટે CICના આદેશ પર સ્ટે મુક્યો હતો.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓની ડિગ્રી, માર્ક અને અન્ય શૈક્ષણિક વિગતો કાયદા અને નીતિમત્તા મુજબ રેકોર્ડમાં રાખે છે, જેને ત્રીજા પક્ષની જિજ્ઞાસાના આધારે જાહેર ન કરી શકાય. કલમ 8 (1)(ઈ) અને (જે) હેઠળ જો શૈક્ષણિક વિગતોમાં જાહેર હિત ન હોય તો તેને જાહેર કરવામાથી મુક્તિ મળે છે.

આરટીઆઈના અરજદારો તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને શાદાન ફરાસતે દલીલ કરી હતી કે વ્યક્તિના પરિણામ સંબંધિત માહિતી જાહેર કરવાથી જાહેર હિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીની ડિગ્રી સંબંધિત માહિતી ‘વિશ્વાસુ ક્ષમતા’માં રાખતી નથી. હેગડેએ વધુમાં કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશે મતદારોને સચોટ નિર્ણય લેવા સક્ષમ બનાવવા માટે નેતા-ઉમેદવારોની સંપત્તિ જેવી ઘણી માહિતી જાહેર કરવામાં આવે છે, અને શૈક્ષણિક લાયકાત પણ તે જ શ્રેણીમાં આવે છે. તેથી CICનો આદેશ આરટીઆઈ કાયદા હેઠળ સંપૂર્ણ રીતે માન્ય હતો અને તે ભૂલભરેલો નહોતો.

 

The post દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, વિદ્યાર્થીની શૈક્ષણિક વિગતો જાહેર થશે નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/delhi-hc-quashes-cic-educational-records/feed/ 0
લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/16/false-marriage-promise-rape-delhi-high-court-verdict/ https://www.gujaratinside.com/2025/08/16/false-marriage-promise-rape-delhi-high-court-verdict/#respond Sat, 16 Aug 2025 06:16:55 +0000 https://www.gujaratinside.com/?p=16422 દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં...

The post લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં આવે છે.

આ મામલો ત્યારે ઊભો થયો જ્યારે એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ વર્ષો સુધી લગ્નની આશા આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા અને છેલ્લે તેની જાતિનો બહાનો આપી લગ્ન કરવાનું ઇનકાર્યું. નીચલી અદાલતે કેસ દાખલ કરવામાં થયેલા વિલંબ અને પુરાવાની અછતને કારણે આરોપીને નિર્દોષ ઠેરવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે આ ચુકાદો રદ કરતાં જણાવ્યું કે આરોપી પહેલાથી પીડિતાની જાતિથી વાકેફ હતો અને જ્ઞાનપૂર્વક ખોટો વચન આપ્યો હતો.

અદાલતે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં ફરિયાદમાં વિલંબ થવો સામાન્ય છે કારણ કે પીડિતાઓ અનેકવાર સમાજની કલંક, ડર અથવા ધમકીના કારણે તરત ફરિયાદ કરી શકતી નથી. તેથી ફરિયાદની ગંભીરતાને ઘટાડવી યોગ્ય નથી.

The post લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/false-marriage-promise-rape-delhi-high-court-verdict/feed/ 0