Delhi News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 04:19:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-news/ 32 32 દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/ https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/#respond Sat, 20 Sep 2025 04:19:34 +0000 https://www.gujaratinside.com/?p=19663 દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા....

The post દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. નજફગઢની એક શાળામાંથી સવારે 6:30 વાગ્યે સૌપ્રથમ કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો.

ધમકી મળતાની સાથે જ તમામ શાળાઓ ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. હાલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમોએ સ્કૂલ કેમ્પસમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ અથવા વિસ્ફોટક સામગ્રી મળી નથી.

છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીની શાળાઓમાં ધમકીના ઈમેલ અથવા ફોન કૉલની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, જેના કારણે શાળાઓમાં શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાય છે.

અત્યાર સુધી મળેલી તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ છે. સાયબર સેલ સતત ઈમેલ ટ્રેક કરી મોકલનારાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાઓને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

 

The post દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/feed/ 0
ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં https://www.gujaratinside.com/2025/09/18/samir-modi-arrested-delhi-rape-case/ https://www.gujaratinside.com/2025/09/18/samir-modi-arrested-delhi-rape-case/#respond Thu, 18 Sep 2025 15:05:10 +0000 https://www.gujaratinside.com/?p=19565 દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા...

The post ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ તપાસ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ મામલો સમાપ્ત કરવા માટે રૂ. 50 કરોડની માંગણી પણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ સમીર મોદીના પરિવારને કરવામાં આવી છે અને તેમના વકીલ તથા પરિવારના સભ્યો હાલ કાનૂની પ્રક્રિયામાં જોડાયા છે. હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.

સમીર મોદી લાંબા સમયથી કાનૂની અને વ્યવસાયિક વિવાદોમાં ઘેરાયેલા છે. તેમના પિતા કે.કે. મોદીની રૂ. 11,000 કરોડની મિલકતના વિતરણને લઈને તેઓ, તેમની માતા બીના મોદી અને અન્ય પરિવારજનો વચ્ચે વર્ષોથી કાનૂની લડત ચાલી રહી છે.

2024માં સમીર મોદીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાની બોર્ડ મીટિંગ દરમિયાન તેમની માતાના પીએસઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે તેમને કંપનીના બોર્ડમાંથી દૂર કરવા માટેના કાવતરાનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, તેમની માતાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

તદુપરાંત, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના બે ડિરેક્ટરોએ સમીર મોદી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં દિલ્હી કોર્ટએ તેમને સમન્સ પાઠવ્યા હતા. કંપનીના શેર ખરીદી અંગેના મુદ્દે પણ તેઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

લલિત મોદી લાંબા સમયથી ભારતની બહાર રહે છે અને અનેક તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે. સમીર મોદી સામેની તાજેતરની કાર્યવાહીથી મોદી પરિવાર પર કાનૂની દબાણ વધુ વધ્યું છે અને આવનારા દિવસોમાં આ કેસને લઈને વધુ વિકાસ થવાની શક્યતા છે.

 

The post ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/samir-modi-arrested-delhi-rape-case/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે https://www.gujaratinside.com/2025/09/01/jagdeep-dhankhar-moves-to-chhatarpur-farmhouse-after-resignation/ https://www.gujaratinside.com/2025/09/01/jagdeep-dhankhar-moves-to-chhatarpur-farmhouse-after-resignation/#respond Mon, 01 Sep 2025 11:45:46 +0000 https://www.gujaratinside.com/?p=17981 ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા...

The post ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા.

સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા અને સત્તાવાર નિવાસસ્થાનની અંદર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યા હતા. હવે તેઓ સુરક્ષા એજન્સીઓને જાણ કરી ચૂક્યા છે કે સાંજે 5 વાગ્યે ગદાઈપુર ડીએલએફ ફાર્મ્સમાં સ્થિત ખાનગી નિવાસસ્થાનમાં શિફ્ટ થશે. ઘણા ઘરગથ્થુ સામાનનું સ્થળાંતર થઈ ગયું છે, જ્યારે થોડો સામાન હજી પણ સરકારી નિવાસસ્થાનના અંદરના એક ફ્લેટમાં રાખવામાં આવ્યો છે.

અભય ચૌટાલાએ પુષ્ટિ કરી કે ધનખડ તેમના ફાર્મહાઉસમાં રહેવા આવશે. તેમણે જણાવ્યું કે, “અમારા જૂના પારિવારિક સંબંધો છે, ધનખડે ઘર માગ્યું નહોતું, પણ મેં પોતે તેમને ઘર ઓફર કર્યું.” ધનખડની પત્ની ગત અઠવાડિયે જયપુર ગયા હતા. જણાવવું જરૂરી છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે, અને તે પહેલાં ધનખડે સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.

તેઓ ગત વર્ષના એપ્રિલ મહિનામાં આ નિવાસસ્થાનમાં રહેવા આવ્યા હતા. અત્યારે તેઓ છતરપુર એન્ક્લેવમાં રહેશે જ્યાં સુધી નવું સરકારી નિવાસસ્થાન ન મળે. ઉપરાંત, ગત અઠવાડિયે તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં ફરીથી અરજી પણ કરી હતી.

 

The post ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/jagdeep-dhankhar-moves-to-chhatarpur-farmhouse-after-resignation/feed/ 0
દિલ્હીના દરિયાગંજમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/20/delhi-daryaganj-building-collapse-3-dead/ https://www.gujaratinside.com/2025/08/20/delhi-daryaganj-building-collapse-3-dead/#respond Wed, 20 Aug 2025 13:03:46 +0000 https://www.gujaratinside.com/?p=16810 દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સદ્ભાવના પાર્કમાં બુધવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. કાટમાળની નીચે ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની...

The post દિલ્હીના દરિયાગંજમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સદ્ભાવના પાર્કમાં બુધવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. કાટમાળની નીચે ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્રણ શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, બચાવ કામગીરી સતત ચાલી રહી છે અને ઘટનાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરાશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ ઘટનાની નોંધ લીધી છે. હાલ સુધી બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 12 જુલાઈએ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોના મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, અંતિમ રિપોર્ટ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહેશે.

 

The post દિલ્હીના દરિયાગંજમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/delhi-daryaganj-building-collapse-3-dead/feed/ 0
પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-inaugurates-dwarka-expressway-and-uer2-delhi/ https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-inaugurates-dwarka-expressway-and-uer2-delhi/#respond Sun, 17 Aug 2025 07:55:51 +0000 https://www.gujaratinside.com/?p=16510 દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા...

The post પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા.

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદીએ માર્ગ કામમાં જોડાયેલા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમનો આભાર માન્યો. ત્યારબાદ તેમણે રોડ શો પણ યોજ્યો, જેમાં હજારો લોકો ઉમટ્યા હતા.

PM Modi to inaugurate UER-II, Dwarka Expressway today: What to know about  the mega highway projects | Latest News India - Hindustan Times

UER-2 કોરિડોરને ‘ગેમ ચેન્જર’ ગણાવતાં રેખા ગુપ્તાએ જણાવ્યું કે હવે સિંઘુ બોર્ડરથી IGI એરપોર્ટ સુધીની મુસાફરી ફક્ત 40 મિનિટમાં થશે, જયારે અગાઉ આ માટે બે કલાક લાગતા હતા. આ કોરિડોર અલીપુરથી શરૂ થઈ મુંડકા, બક્કરવાલા, નજફગઢ અને દ્વારકા પરથી પસાર થઈ મહિપાલપુર સુધી જશે.

આ નવી લિંકોમાં મુખ્ય હાઈવે જેમ કે NH-44, NH-9 અને NH-48 જોડાશે, જેના કારણે મુકરબા ચોક, પીરાગઢી અને ધૌલાકુઆન જેવા વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકના ભારમાંથી લોકોને રાહત મળશે.

The post પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-inaugurates-dwarka-expressway-and-uer2-delhi/feed/ 0