Delhi Police Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-police/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 24 Sep 2025 09:30:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi Police Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi-police/ 32 32 દિલ્હી આશ્રમ કાંડ: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર યૌન સતામણી અને છેતરપિંડીના ગંભીર આરોપ, પોલીસ શોધખોળમાં https://www.gujaratinside.com/2025/09/24/delhi-ashram-scandal-swami-chaityanand-saraswati-case/ https://www.gujaratinside.com/2025/09/24/delhi-ashram-scandal-swami-chaityanand-saraswati-case/#respond Wed, 24 Sep 2025 10:00:25 +0000 https://www.gujaratinside.com/?p=20002 દિલ્હીમાં એક મોટા આશ્રમ કાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ડિરેક્ટર અને આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાતા હતા, તેમના પર ગંભીર યૌન સતામણી અને છેતરપિંડીના આરોપો લાગ્યા છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં EWS શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી 15થી વધુ મહિલા વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે સ્વામી...

The post દિલ્હી આશ્રમ કાંડ: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર યૌન સતામણી અને છેતરપિંડીના ગંભીર આરોપ, પોલીસ શોધખોળમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીમાં એક મોટા આશ્રમ કાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ડિરેક્ટર અને આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાતા હતા, તેમના પર ગંભીર યૌન સતામણી અને છેતરપિંડીના આરોપો લાગ્યા છે.

શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં EWS શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી 15થી વધુ મહિલા વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે સ્વામી ચૈતન્યનંદ તેમને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા, વોટ્સએપ અને એસએમએસ દ્વારા અશ્લીલ સંદેશાઓ મોકલતા અને અનિચ્છનીય શારીરિક સંપર્ક કરતા હતા.

FIR દાખલ થયા બાદ આશ્રમ તંત્રએ તેમને તરત જ પદ પરથી દૂર કરી દીધા છે. હાલ સ્વામી ચૈતન્યનંદ ફરાર છે અને પોલીસએ તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે 32 વિદ્યાર્થીનીઓમાંથી 17એ તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું કે કોલેજના ફેકલ્ટી અને વોર્ડન તેમને સ્વામીની માંગણીઓનું પાલન કરવા દબાણ કરતા હતા.

સ્વામી ચૈતન્યનંદ ઉર્ફે પાર્થસારથી મૂળ ઓડિશાના રહેવાસી છે અને દક્ષિણ દિલ્હીના વસંત કુંજ સ્થિત આશ્રમમાં છેલ્લા 12 વર્ષથી રહેતા હતા. તેઓ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટના મેનેજર તરીકે કાર્યરત હતા.

તપાસ દરમ્યાન કોલેજના ભોંયરામાંથી નકલી UN નંબર પ્લેટ ધરાવતી લક્ઝરી વોલ્વો કાર કબજે કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે સ્વામી વારંવાર સ્થળ બદલીને ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચૈતન્યનંદ સરસ્વતીનો આ પહેલો વિવાદ નથી. 2006, 2009 અને 2016માં પણ તેમના વિરુદ્ધ છેતરપિંડી અને જાતીય સતામણીની ફરિયાદો નોંધાઈ હતી. આ તમામ ઘટનાઓ તેમના વિરુદ્ધના આરોપોના નમૂનાને દર્શાવે છે અને સંસ્થાગત દેખરેખ પર સવાલ ઊભા કરે છે.

શ્રી શ્રી જગદગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ દક્ષિણામ્નાયા શ્રી શારદા પીઠમ, શ્રૃંગેરીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સ્વામી ચૈતન્યનંદ ગેરકાયદેસર અને અયોગ્ય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા અને આશ્રમએ તેમની સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા છે. સંસ્થાએ કાયદા અને વિદ્યાર્થીઓની સુરક્ષા જાળવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ કેસે દિલ્હીના આધ્યાત્મિક અને શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચાવી છે અને ખાનગી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતાઓ ઊભી કરી છે. પોલીસ અનેક રાજ્યોમાં દરોડા પાડી રહી છે અને વિદ્યાર્થી તથા આશ્રમ તંત્ર ન્યાયની રાહ જોઈ રહ્યું છે.

 

The post દિલ્હી આશ્રમ કાંડ: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર યૌન સતામણી અને છેતરપિંડીના ગંભીર આરોપ, પોલીસ શોધખોળમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/delhi-ashram-scandal-swami-chaityanand-saraswati-case/feed/ 0
દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/ https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/#respond Sat, 20 Sep 2025 04:19:34 +0000 https://www.gujaratinside.com/?p=19663 દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા....

The post દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીનો માહોલ સર્જાયો હતો. શહેરની અનેક શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી અનુસાર ડીપીએસ દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય સહિત દ્વારકા અને નજફગઢ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. નજફગઢની એક શાળામાંથી સવારે 6:30 વાગ્યે સૌપ્રથમ કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો.

ધમકી મળતાની સાથે જ તમામ શાળાઓ ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. હાલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમોએ સ્કૂલ કેમ્પસમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ અથવા વિસ્ફોટક સામગ્રી મળી નથી.

છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીની શાળાઓમાં ધમકીના ઈમેલ અથવા ફોન કૉલની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, જેના કારણે શાળાઓમાં શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાય છે.

અત્યાર સુધી મળેલી તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ છે. સાયબર સેલ સતત ઈમેલ ટ્રેક કરી મોકલનારાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાઓને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

 

The post દિલ્હીની શાળાઓમાં ફરી બોમ્બ ધમકી ઈમેલ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/delhi-schools-bomb-threat-email-search-operation/feed/ 0
ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં https://www.gujaratinside.com/2025/09/18/samir-modi-arrested-delhi-rape-case/ https://www.gujaratinside.com/2025/09/18/samir-modi-arrested-delhi-rape-case/#respond Thu, 18 Sep 2025 15:05:10 +0000 https://www.gujaratinside.com/?p=19565 દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા...

The post ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ તપાસ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ મામલો સમાપ્ત કરવા માટે રૂ. 50 કરોડની માંગણી પણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ સમીર મોદીના પરિવારને કરવામાં આવી છે અને તેમના વકીલ તથા પરિવારના સભ્યો હાલ કાનૂની પ્રક્રિયામાં જોડાયા છે. હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.

સમીર મોદી લાંબા સમયથી કાનૂની અને વ્યવસાયિક વિવાદોમાં ઘેરાયેલા છે. તેમના પિતા કે.કે. મોદીની રૂ. 11,000 કરોડની મિલકતના વિતરણને લઈને તેઓ, તેમની માતા બીના મોદી અને અન્ય પરિવારજનો વચ્ચે વર્ષોથી કાનૂની લડત ચાલી રહી છે.

2024માં સમીર મોદીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાની બોર્ડ મીટિંગ દરમિયાન તેમની માતાના પીએસઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે તેમને કંપનીના બોર્ડમાંથી દૂર કરવા માટેના કાવતરાનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, તેમની માતાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

તદુપરાંત, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના બે ડિરેક્ટરોએ સમીર મોદી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં દિલ્હી કોર્ટએ તેમને સમન્સ પાઠવ્યા હતા. કંપનીના શેર ખરીદી અંગેના મુદ્દે પણ તેઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

લલિત મોદી લાંબા સમયથી ભારતની બહાર રહે છે અને અનેક તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે. સમીર મોદી સામેની તાજેતરની કાર્યવાહીથી મોદી પરિવાર પર કાનૂની દબાણ વધુ વધ્યું છે અને આવનારા દિવસોમાં આ કેસને લઈને વધુ વિકાસ થવાની શક્યતા છે.

 

The post ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/samir-modi-arrested-delhi-rape-case/feed/ 0
દિલ્હી-મુંબઈ માર્ગે આતંકી હુમલાનો ષડયંત્ર નાકામ, 5 આતંકીઓની ધરપકડ અને IED સામગ્રી જપ્ત https://www.gujaratinside.com/2025/09/11/delhi-mumbai-terrorist-ied-arrest/ https://www.gujaratinside.com/2025/09/11/delhi-mumbai-terrorist-ied-arrest/#respond Thu, 11 Sep 2025 07:18:52 +0000 https://www.gujaratinside.com/?p=19103 દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત અભિયાન દ્વારા દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં આંતરરાજ્ય સ્તરે આતંકી નેટવર્કને નબળું પાડ્યું છે. આ કામગીરીમાં કુલ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ISIS મોડ્યુઅલથી પ્રેરિત હતા અને દિલ્હીમાં કેમિકલ બોમ્બનો ઉપયોગ કરીને મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે બુધવારે પહેલે ત્રણ આતંકીઓને ધરપકડ કરી હતી જેમાં...

The post દિલ્હી-મુંબઈ માર્ગે આતંકી હુમલાનો ષડયંત્ર નાકામ, 5 આતંકીઓની ધરપકડ અને IED સામગ્રી જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત અભિયાન દ્વારા દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં આંતરરાજ્ય સ્તરે આતંકી નેટવર્કને નબળું પાડ્યું છે. આ કામગીરીમાં કુલ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ISIS મોડ્યુઅલથી પ્રેરિત હતા અને દિલ્હીમાં કેમિકલ બોમ્બનો ઉપયોગ કરીને મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

પોલીસે બુધવારે પહેલે ત્રણ આતંકીઓને ધરપકડ કરી હતી જેમાં આફતાબ અને સુફિયાનને દિલ્હીમાં ઝડપી પાડ્યું હતું. બંને મુંબઇના નિવાસી હતા અને તેમના પાસેથી હથિયાર અને આઇઈડી બનાવવા માટેની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ત્રીજો આતંકી, અઝહર દાનિશ, ઝારખંડના રાંચીમાંથી ઝડપાયો હતો. તેના નિવાસસ્થાનમાંથી કેમિકલ અને IED બનાવવાની સામગ્રી મળી હતી.

ઝારખંડની રાજધાની રાંચીના લોજમાંથી પણ એક શંકાસ્પદ ISIS આતંકી ઝડપાયો છે. ATS અને રાંચી પોલીસની ટીમે આ શંકાસ્પદની ધરપકડ કરીને સ્થાનિક નેટવર્કની તપાસ શરૂ કરી છે.

રાંચીના લોઅર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇસ્લામ નગરમાંથી પણ એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં આતંકવાદી સંગઠન સાથે જોડાણના પુરાવા મળ્યા છે. દરોડા દરમિયાન અનેક સંદિગ્ધ દસ્તાવેજો અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આશાર દાનિશ નામના શંકાસ્પદ આતંકી બોકારા જિલ્લાના પેટવારનો રહેવાસી છે અને દિલ્હી પોલીસમાં નોંધાયેલા કેસના આધારે ધરપકડ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે તેની પૂછપરછ અને નેટવર્ક સાથેના જોડાણોની તપાસ ચાલી રહી છે.

રાંચી શહેર પહેલેથી જ આતંકી નેટવર્ક માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં ચકાસણીને તેજ કરી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિ સાથે બીજું કોઈ જોડાયેલ છે કે કેમ તે પણ તપાસ કરી રહી છે.

 

The post દિલ્હી-મુંબઈ માર્ગે આતંકી હુમલાનો ષડયંત્ર નાકામ, 5 આતંકીઓની ધરપકડ અને IED સામગ્રી જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/delhi-mumbai-terrorist-ied-arrest/feed/ 0
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી https://www.gujaratinside.com/2025/09/06/red-fort-gold-diamond-kalash-theft-delhi/ https://www.gujaratinside.com/2025/09/06/red-fort-gold-diamond-kalash-theft-delhi/#respond Sat, 06 Sep 2025 10:25:59 +0000 https://www.gujaratinside.com/?p=18563 દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું. આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે...

The post લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું.

આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે શરૂ થઈ હતી અને 9 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. સિવિલ લાઇન્સના ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે પોતાના ઘરેથી કિંમતી કળશ લાવતા હતા. મંગળવારે જ્યારે કળશ સ્ટેજ પર મૂકવામાં આવ્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમમાં પહોંચતા આયોજકો તેમનાં સ્વાગતમાં વ્યસ્ત થઈ ગયા. આ દરમિયાન કળશ પર નજર રહી નહોતી અને થોડા સમય બાદ તે ગુમ હોવાનું બહાર આવ્યું.

કોતવાલી પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે એક શખ્સ ઘણા દિવસોથી ધોતી-કુર્તા પહેરીને સ્થળે આવતો હતો અને આયોજકો તથા ભક્તોમાં ભળી ગયો હતો. ઓમ બિરલા કાર્યક્રમમાં પહોંચતા જ સર્જાયેલી અફરાતફરીનો લાભ લઈને તેણે કળશ છુપાવી ભાગી જવાનું પોલીસને પ્રાથમિક તારણ છે. હાલ શંકાસ્પદની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસે તેને ઝડપી લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

 

The post લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/red-fort-gold-diamond-kalash-theft-delhi/feed/ 0
દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો https://www.gujaratinside.com/2025/08/30/kalka-ji-temple-sevadar-murder-delhi/ https://www.gujaratinside.com/2025/08/30/kalka-ji-temple-sevadar-murder-delhi/#respond Sat, 30 Aug 2025 04:57:20 +0000 https://www.gujaratinside.com/?p=17751 દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદ ન મળવાના વિવાદને પગલે એક સેવાદારની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે (29 ઓગસ્ટ) રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર, કેટલાક ભક્તો દર્શન કર્યા બાદ સેવાદાર પાસેથી ચુન્ની અને પ્રસાદ માગી રહ્યા હતા, પરંતુ તેને લઈ વિવાદ થયો. ગુસ્સે ભરાયેલા ભક્તોએ સેવાદાર પર લાકડીઓ...

The post દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદ ન મળવાના વિવાદને પગલે એક સેવાદારની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે (29 ઓગસ્ટ) રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર, કેટલાક ભક્તો દર્શન કર્યા બાદ સેવાદાર પાસેથી ચુન્ની અને પ્રસાદ માગી રહ્યા હતા, પરંતુ તેને લઈ વિવાદ થયો. ગુસ્સે ભરાયેલા ભક્તોએ સેવાદાર પર લાકડીઓ અને મુક્કાથી હુમલો કર્યો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સેવાદારને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. મૃતકની ઓળખ 35 વર્ષીય યોગેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ફત્તેપુર ગામનો રહેવાસી હતા અને છેલ્લા 14-15 વર્ષથી કાલકાજી મંદિરમાં સેવાકાર્ય કરી રહ્યા હતા.

પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે. આરોપી 30 વર્ષીય અતુલ પાંડે, દક્ષિણપુરીનો રહેવાસી,ને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. હાલ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

The post દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા: પ્રસાદને લઈને વિવાદ બાદ ભક્તનો હુમલો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/kalka-ji-temple-sevadar-murder-delhi/feed/ 0