Delhi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 10:25:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Delhi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/delhi/ 32 32 લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી https://www.gujaratinside.com/2025/09/06/red-fort-gold-diamond-kalash-theft-delhi/ https://www.gujaratinside.com/2025/09/06/red-fort-gold-diamond-kalash-theft-delhi/#respond Sat, 06 Sep 2025 10:25:59 +0000 https://www.gujaratinside.com/?p=18563 દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું. આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે...

The post લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું.

આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે શરૂ થઈ હતી અને 9 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. સિવિલ લાઇન્સના ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે પોતાના ઘરેથી કિંમતી કળશ લાવતા હતા. મંગળવારે જ્યારે કળશ સ્ટેજ પર મૂકવામાં આવ્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમમાં પહોંચતા આયોજકો તેમનાં સ્વાગતમાં વ્યસ્ત થઈ ગયા. આ દરમિયાન કળશ પર નજર રહી નહોતી અને થોડા સમય બાદ તે ગુમ હોવાનું બહાર આવ્યું.

કોતવાલી પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે એક શખ્સ ઘણા દિવસોથી ધોતી-કુર્તા પહેરીને સ્થળે આવતો હતો અને આયોજકો તથા ભક્તોમાં ભળી ગયો હતો. ઓમ બિરલા કાર્યક્રમમાં પહોંચતા જ સર્જાયેલી અફરાતફરીનો લાભ લઈને તેણે કળશ છુપાવી ભાગી જવાનું પોલીસને પ્રાથમિક તારણ છે. હાલ શંકાસ્પદની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસે તેને ઝડપી લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

 

The post લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/red-fort-gold-diamond-kalash-theft-delhi/feed/ 0
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટાઇપ 8 બંગલો માટે રાહ જોવી પડશે https://www.gujaratinside.com/2025/08/26/jagdeep-dhankhar-type-8-bungalow-delay/ https://www.gujaratinside.com/2025/08/26/jagdeep-dhankhar-type-8-bungalow-delay/#respond Tue, 26 Aug 2025 12:36:54 +0000 https://www.gujaratinside.com/?p=17377 પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હાલ સરકારી નિવાસસ્થાન મળ્યું નથી, જેમાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે રહેતા હતા. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી ટૂંક સમયમાં થવાના કારણે હાલના બંગલોને ખાલી કરવું પડશે અને નવા ઉપરાષ્ટ્રપતિને તે ફાળવવામાં આવશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને મળવાનું ટાઇપ 8 બંગલો હજુ તૈયાર નથી, તેથી તેમને થોડા મહિના અન્ય નિવાસસ્થાનમાં રહેવું પડશે. અહેવાલો અનુસાર, જગદીપ...

The post પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટાઇપ 8 બંગલો માટે રાહ જોવી પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હાલ સરકારી નિવાસસ્થાન મળ્યું નથી, જેમાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે રહેતા હતા. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી ટૂંક સમયમાં થવાના કારણે હાલના બંગલોને ખાલી કરવું પડશે અને નવા ઉપરાષ્ટ્રપતિને તે ફાળવવામાં આવશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને મળવાનું ટાઇપ 8 બંગલો હજુ તૈયાર નથી, તેથી તેમને થોડા મહિના અન્ય નિવાસસ્થાનમાં રહેવું પડશે.

અહેવાલો અનુસાર, જગદીપ ધનખડને એપીજે અબ્દુલ કલામ માર્ગ પર બંગલો નં.34 ફાળવવામાં આવશે. હાલ આ બંગલામાં એક કેન્દ્રીય મંત્રી રહે છે. મંત્રી ખાલી કર્યા બાદ બંગલોનું નવીનીકરણ થશે અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબ તેમાં તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 4 મહિના લાગી શકે છે.

પૂર્વ પીએમ, પૂર્વ રાષ્ટ્રપતિ અથવા પૂર્વ ઉપરાષ્ટ્રપતિને સામાન્ય રીતે બંગલો ઝડપથી ફાળવવામાં આવે છે, પરંતુ જગદીપ ધનખડના અચાનક રાજીનામાની કારણે હાલ એવી પરિસ્થિતિ સર્જાઇ છે. વર્તમાન સ્થિતિમાં તેમના સામે બે જ વિકલ્પ છે. પહેલો, કામચલાઉ નિવાસસ્થાનમાં રહેવું ત્યાં સુધી કે ટાઇપ 8 બંગલો તૈયાર થાય, અને બીજો, ખાનગી નિવાસસ્થાનની વ્યવસ્થા કરવી. ખાનગી નિવાસસ્થાનમાં સુરક્ષાની ચિંતા રહેશે, જ્યારે સરકારી બંગલોમાં પ્રોટોકોલ મુજબ સંપૂર્ણ સુરક્ષા અને સુવિધાઓ મળશે.

અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ટાઇપ 8 બંગલો તૈયાર થવામાં ઓછામાં ઓછા 3થી 4 મહિના લાગી શકે છે, અને ત્યાં પહોંચ્યા બાદ જ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ત્યાં નિવાસ કરી શકશે.

 

The post પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટાઇપ 8 બંગલો માટે રાહ જોવી પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/jagdeep-dhankhar-type-8-bungalow-delay/feed/ 0