Devotees Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/devotees/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 10:28:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Devotees Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/devotees/ 32 32 મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ https://www.gujaratinside.com/2025/09/04/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5/ https://www.gujaratinside.com/2025/09/04/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5/#respond Thu, 04 Sep 2025 10:55:20 +0000 https://www.gujaratinside.com/?p=18329 અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું. મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું...

The post મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું.

મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું સુંદર સમન્વય જોવા મળે છે. પ્રસાદ કેન્દ્ર “અંબાજી પ્રસાદ ઘર” માત્ર પ્રસાદ બનાવવાનું કેન્દ્ર જ નથી, પરંતુ રોજગારી, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું મંચ પણ બની રહ્યું છે. મહામેળા દરમિયાન 27 પ્રસાદ કેન્દ્રો કાર્યરત છે, જેમાં 700 જેટલા આદિવાસી કારીગરો સામેલ છે. અત્યાર સુધી 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયા છે અને 25 લાખ પેકેટો 80 ગ્રામના તૈયાર થયા છે, જ્યારે 11 લાખથી વધુ પેકેટો વિતરણ થયાં છે.

મહામેળામાં દરેક ઘાણ પ્રસાદમાં 326.5 કિલો સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઈલાયચી સામેલ છે. આ પ્રસાદ બનાવતી વખતે પુરુષો લોકગીતો ગાઈને કાર્ય કરતા હોય છે, જ્યારે મહિલાઓ ગરબે પર આદિવાસી લોકગીતોની ધૂન પર ભક્તિમાં મગ્ન રહે છે. ભક્તિ, શ્રદ્ધા અને લોકસંગીત સાથે પ્રસાદને અનોખી મીઠાશ અને સુગંધ મળે છે.

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવાનો આયોજન છે, જેમાં 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો ઈલાયચીનો ઉપયોગ થશે. 30 લાખથી વધુ પેકેટો વિતરણ માટે આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર ભક્તો સુધી પ્રસાદ સરળ અને સ્વચ્છ રીતે પહોંચાડવા માટે તમામ વ્યવસ્થાઓ કર્તવ્યપણે પૂરી પાડી રહ્યા છે.

મહામેળા દરમિયાન દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી 30 લાખથી વધુ ભક્તો સારી રીતે આ પવિત્ર પ્રસાદ અને ભક્તિ અનુભવી શકે.

 

The post મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5/feed/ 0
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર https://www.gujaratinside.com/2025/08/15/salangpur-kashtbhanjandev-hanumanji-patriotic-decoration/ https://www.gujaratinside.com/2025/08/15/salangpur-kashtbhanjandev-hanumanji-patriotic-decoration/#respond Fri, 15 Aug 2025 10:31:21 +0000 https://www.gujaratinside.com/?p=16352 સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સાળંગપુરના પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું. દાદાને તિરંગાની થીમ પર શણગાર કરવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશપ્રેમની અનોખી છટા જોવા મળી. ભક્તોએ આ અનોખા શણગારના દર્શન કરી ભાવવિભોર અનુભવ કર્યો. હજારોની સંખ્યામાં ભક્તો ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવતા માહોલમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. પૂજારી...

The post સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સાળંગપુરના પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું. દાદાને તિરંગાની થીમ પર શણગાર કરવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશપ્રેમની અનોખી છટા જોવા મળી. ભક્તોએ આ અનોખા શણગારના દર્શન કરી ભાવવિભોર અનુભવ કર્યો. હજારોની સંખ્યામાં ભક્તો ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવતા માહોલમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

પૂજારી સ્વામીએ માહિતી આપી કે શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે દાદાના શણગાર માટે 250 કિલો કરતાં વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલો તથા આસોપાલવના પાનનો ઉપયોગ કરીને તિરંગાની થીમ તૈયાર કરવામાં આવી. દાદાને તિરંગાના રંગના વાઘા પહેરાવાયા, જે રાજકોટના એક ભક્તે એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કર્યા હતા. આ શણગાર કરવા સંતો અને ભક્તોને લગભગ 4 કલાકનો સમય લાગ્યો. મંદિર પરિસરમાં પણ તિરંગા ફરકાવીને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો.

શ્રાવણ માસ દરમ્યાન મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમ કે દિવ્ય શણગાર, દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ વગેરે. સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, મહાસંધ્યા આરતી સહિત અનેકવિધ અનિષ્ઠાનો સાથે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. ઉપરાંત, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, દર સોમવારે શિવ સ્વરૂપ શણગાર તથા હિંડોળા દર્શન જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

The post સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/salangpur-kashtbhanjandev-hanumanji-patriotic-decoration/feed/ 0