#DGCA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/dgca/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 12:08:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #DGCA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/dgca/ 32 32 કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત https://www.gujaratinside.com/2025/09/12/spicejet-flight-wheel-breaks-safe-landing-mumbai/ https://www.gujaratinside.com/2025/09/12/spicejet-flight-wheel-breaks-safe-landing-mumbai/#respond Fri, 12 Sep 2025 12:45:06 +0000 https://www.gujaratinside.com/?p=19253 કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી. મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા...

The post કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી.

મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા વિના પાયલોટે સંપૂર્ણ કંટ્રોલ સાથે વિમાન મુંબઈ તરફ આગળ ધપાવ્યું અને સાંજે આશરે ચાર વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ, કંડલા ATC ટીમે રનવે પરથી તૂટેલું પૈડું અને મેટલ રિંગ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ રેસ્ક્યુ ટીમો અને ફાયર બ્રિગેડને મુંબઈ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવ્યા હતા. સદનસીબે લેન્ડિંગ દરમિયાન કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોને સલામત રીતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

સ્પાઈસજેટના પ્રવક્તાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, “12મી સપ્ટેમ્બર, 2025ના રોજ કંડલા એરપોર્ટથી મુંબઈ જતી Q400 વિમાનના ટેકઓફ બાદ રનવે પર પૈડું મળ્યું હતું.

ફ્લાઈટને તમામ નિયમોનું પાલન કરતા મુંબઈ તરફ આગળ વધારવામાં આવી અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું.” પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ DGCA અને ટેકનિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.

આ ઘટનાએ મુસાફરોને થોડા સમય માટે ચિંતા અને ભયમાં મૂકી દીધા હતા, પરંતુ પાયલોટની સતર્કતા અને એરપોર્ટ સત્તાવાળાઓની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળી ગયો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં એરલાઇન્સ ક્ષેત્રે આવી ટેકનિકલ ખામીઓના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હીથી સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં કેબિન તાપમાનની સમસ્યા સર્જાતા મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી અને ફ્લાઈટને છ કલાક મોડું કરીને બાદમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

The post કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/spicejet-flight-wheel-breaks-safe-landing-mumbai/feed/ 0
પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા https://www.gujaratinside.com/2025/07/16/65-aircraft-engines-fail-in-mid-air-in-five-years-shocking-revelations-in-rti/ https://www.gujaratinside.com/2025/07/16/65-aircraft-engines-fail-in-mid-air-in-five-years-shocking-revelations-in-rti/#respond Wed, 16 Jul 2025 02:51:10 +0000 https://www.gujaratinside.com/?p=14795 અમદાવાદના એરપોર્ટ પર તાજેતરમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડ્યાની ઘટનાએ તોફાન મચાવ્યું છે. આ ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ પર વિવાદ ઉભો થયો છે. કેટલાકે આરોપ લગાવ્યો છે કે રિપોર્ટ પાઈલટને જવાબદાર ઠેરવીને બોઈંગ કંપનીને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાની વચ્ચે એક આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે કે...

The post પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના એરપોર્ટ પર તાજેતરમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડ્યાની ઘટનાએ તોફાન મચાવ્યું છે. આ ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ પર વિવાદ ઉભો થયો છે. કેટલાકે આરોપ લગાવ્યો છે કે રિપોર્ટ પાઈલટને જવાબદાર ઠેરવીને બોઈંગ કંપનીને બચાવવાનો પ્રયાસ કરે છે.

આ ઘટનાની વચ્ચે એક આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે કે વર્ષ 2020થી 2025 વચ્ચે ભારતમાં 65 વિમાનોના એન્જિન ઉડાન દરમિયાન ફેઈલ થયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના આંકડા મુજબ માત્ર 17 મહિનામાં 11 “મેડે કોલ” નોંધાયા છે.

આમાં અમદાવાદમાં તૂટી પડેલી AI-171 ફ્લાઇટ અને ઈન્ડિગોની ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

એન્જિન ફેઈલ થવાનું મુખ્ય કારણ ઇંધણમાં પાણી કે ગંદકી, ટર્બાઇનમાં ખામી, ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં બગાડ અને ઇંધણ પુરવઠામાં અવરોધ હોવાનું જણાયું છે. નિષ્ણાતો કહે છે કે, વિશ્વભરમાં એન્જિન ફેઈલ થવી સામાન્ય વાત નથી, પરંતુ ભારતમાં આવી ઘટનાઓ વધારાની ચિંતા ઊભી કરે છે.

RTIના આધારે મળેલી માહિતી મુજબ ભારતમાં ચલાવાતી દરેક એરલાઇનમાં લગભગ દર મહિને એક વિમાનના એન્જિનમાં તકલીફ થાય છે.

AI-171 ક્રેશની તપાસમાં એવું જણાયું છે કે બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટઓફ મોડમાં આવી ગયા હોઈ શકે છે, જેના કારણે બંને એન્જિનને ઇંધણ મળવાનું બંધ થયું હતું.

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધાવાએ જણાવ્યું કે, બધી 65 ઘટનાઓમાં પાઈલટ્સે એક એન્જિનના આધારે વિમાનને સુરક્ષિત રીતે નિકટના એરપોર્ટ પર લે જવાની સફળતા મેળવી હતી.

The post પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/16/65-aircraft-engines-fail-in-mid-air-in-five-years-shocking-revelations-in-rti/feed/ 0