Diethylene Glycol Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/diethylene-glycol/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 05 Oct 2025 04:29:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Diethylene Glycol Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/diethylene-glycol/ 32 32 છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/ https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/#respond Sun, 05 Oct 2025 04:29:48 +0000 https://www.gujaratinside.com/?p=20264 મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....

The post છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા.

આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સિરપ બનાવનારી “શ્રીસુન ફાર્માસ્યુટિકલ્સ” કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. તેમની સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ 27(A), તેમજ ભારતના નવું ફોજદારી કાયદા BNSની કલમ 105 અને 276 હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી 1 - image

સરકારી તપાસમાં જાણવા મળ્યું કે, કોલ્ડ્રિફ સિરપના નમૂનામાં 48.6 ટકા ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું બહાર આવ્યું હતું, જે માનવ શરીર માટે અત્યંત ઝેરી ગણાય છે. આરોગ્ય વિભાગે રાજ્યભરમાં આ સિરપના વેચાણ અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

છિંદવાડાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મૃત બાળકોને મોટાભાગે આ જ સિરપ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, “આ બનાવ ખૂબ દુઃખદ છે. દોષિતોને કડક સજા થશે.” સાથે જ રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા વિશેષ ટીમની રચના કરી છે.

The post છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/chhindwara-child-deaths-toxic-cough-syrup-doctor-arrested/feed/ 0