Digital Payments Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/digital-payments/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 13:32:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Digital Payments Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/digital-payments/ 32 32 UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય https://www.gujaratinside.com/2025/09/04/upi-transaction-limit-increase-10-lakh/ https://www.gujaratinside.com/2025/09/04/upi-transaction-limit-increase-10-lakh/#respond Thu, 04 Sep 2025 13:52:01 +0000 https://www.gujaratinside.com/?p=18376 નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન્સ માટે નવી મર્યાદાઓ જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવતા નવા નિયમ મુજબ, યુપીઆઈ દ્વારા મોટા વ્યવહારો જેમ કે ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઈ, વીમા પ્રીમિયમ, શેરબજારમાં રોકાણ માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી. નવી...

The post UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન્સ માટે નવી મર્યાદાઓ જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવતા નવા નિયમ મુજબ, યુપીઆઈ દ્વારા મોટા વ્યવહારો જેમ કે ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઈ, વીમા પ્રીમિયમ, શેરબજારમાં રોકાણ માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી.

નવી લિમિટ ‘પર્સન ટુ મર્ચન્ટ’ ટ્રાન્ઝેક્શન્સ પર લાગુ પડશે. એટલે કે, વ્યક્તિ ફક્ત વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બેંકોની સેવાઓ સામેલ છે. યુપીઆઈથી વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્ઝેક્શન માટે જૂની લિમિટ 1 લાખ રૂપિયા જ રહેશે.

નવી મર્યાદા મુજબ, ટેક્સ, લોન ઈએમઆઈ અને બિઝનેસ-ટુ-બિઝનેસ કલેક્શન માટે 24 કલાકમાં 10 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન શક્ય હશે. વીમા અને કેપિટલ માર્કેટ માટે એક ટ્રાન્ઝેક્શન 5 લાખ અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ રહેશે. ક્રેડિટ કાર્ડ બિલ માટે પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ અને દૈનિક 10 લાખ રૂપિયા લિમિટ લાગૂ થશે. ફોરેક્સ, ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD માટે પણ 5 લાખ રૂપિયાની છૂટ મળશે.

NPCIએ તમામ બેંકો, પેમેન્ટ એપ્સ અને સર્વિસ પ્રોવાઈડર્સને આ નિયમો અમલમાં લાવવા સૂચના આપી છે. તેમ છતાં, બેંકો પોતાની પોલિસી અનુસાર કેટલીક લિમિટ નક્કી કરી શકે છે, જેથી કેટલાક કેસમાં નિયમો તરત લાગુ ન થઈ શકે. મોટાભાગની બેંકો માટે આ નિયમો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

 

The post UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/upi-transaction-limit-increase-10-lakh/feed/ 0
તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર https://www.gujaratinside.com/2025/09/02/upi-transactions-cross-20-billion-during-festival-season/ https://www.gujaratinside.com/2025/09/02/upi-transactions-cross-20-billion-during-festival-season/#respond Tue, 02 Sep 2025 09:05:26 +0000 https://www.gujaratinside.com/?p=18074 મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો. મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો....

The post તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો.

મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો. એનપીસીઆઈના ડેટા અનુસાર, ઓગસ્ટમાં UPI મારફત દૈનિક સરેરાશ વ્યવહાર 64.50 કરોડ રહ્યો હતો, જે જુલાઈમાં 62.80 કરોડ નોંધાયો હતો. દૈનિક સરેરાશ મૂલ્ય રૂ. 80,177 કરોડ રહ્યું, જ્યારે જુલાઈમાં રૂ. 80,919 કરોડ હતું.

ગયા વર્ષના ઓગસ્ટની તુલનામાં, UPI વ્યવહારમાં વોલ્યુમના દૃષ્ટિકોણે 34 ટકા અને મૂલ્યના દૃષ્ટિકોણે 21 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. તહેવારોના સમયમાં ગ્રાહકોમાં વધેલા ખર્ચને આ વૃદ્ધિ દર્શાવે છે. કોરોના મહામારી પછીથી, દેશમાં ઓનલાઈન ખરીદીમાં સતત વધારો નોંધાયો છે અને હવે ડિજિટલ પેમેન્ટ્સ માત્ર મોટા શહેરો સુધી મર્યાદિત નથી, પરંતુ નાના નગરો અને ગ્રામિણ વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે.

 

The post તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/upi-transactions-cross-20-billion-during-festival-season/feed/ 0
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/ https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/#respond Wed, 27 Aug 2025 15:01:54 +0000 https://www.gujaratinside.com/?p=17546 કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. સરકારના આ...

The post કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

સરકારના આ નિર્ણયથી યોજનામાં લગભગ 50 લાખ નવા ફેરિયાઓ સામેલ થશે. ઉપરાંત યોજનામાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેમાં લોનની રકમ, યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી સુવિધાઓનો સમાવેશ છે. આ પગલાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપશે.

નવા ફેરફાર મુજબ, પહેલાની પ્રથમ લોન 10,000 રૂપિયાની જગ્યાએ હવે 5,000 રૂપિયા રહેશે. બીજી લોનમાં વધારો કરીને 25,000 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજી લોન 50,000 રૂપિયાની યથાવત રહેશે. ખાસ વાત એ છે કે, જે લાભાર્થીઓ પોતાની બીજી લોન સમયસર ચૂકવશે, તેમને યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેઓને વ્યવસાય અને અંગત જરૂરિયાત માટે તરત ક્રેડિટ ઉપલબ્ધ થશે. ઉપરાંત, ડિજિટલ વ્યવહારો પર રૂપિયા 1,600 સુધીનું કેશબેક મળશે.

 

The post કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/feed/ 0