Disaster Management Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/disaster-management/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 05 Oct 2025 04:27:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Disaster Management Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/disaster-management/ 32 32 દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/#respond Sun, 05 Oct 2025 04:27:34 +0000 https://www.gujaratinside.com/?p=20261 પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી.

સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં વહેતા થયા હોવાની શક્યતા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સતત વરસાદની વચ્ચે બચાવ કામગીરીમાં જોડાઈ છે.

આ પુલ સિલિગુડી અને મીરિક વચ્ચેનો મુખ્ય માર્ગ હતો, જે ઉત્તર બંગાળના મહત્વપૂર્ણ પરિવહન નેટવર્કનો હિસ્સો છે. પુલ ધરાશાયી થવાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

દાર્જિલિંગ જિલ્લા પ્રશાસનએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા ભારે વરસાદને કારણે પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને નદીકાંઠાના રસ્તાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને પ્રશાસનને ઝડપી રાહત તથા વળતર પહોંચાડવા માટે સૂચના આપી છે.

આ ઘટના ફરી એકવાર ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં જુના પુલો અને રસ્તાઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં મોસમી વરસાદથી ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે.

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/feed/ 0
ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/#respond Fri, 19 Sep 2025 04:13:59 +0000 https://www.gujaratinside.com/?p=19577 ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે. કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં...

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે.

કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો છે.

SEOCએ જણાવ્યું છે કે કુંત્રી લગા ફલી અને કુંત્રી લગા સરપાની ગામોમાંથી એક-એક મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે છ લોકો હજુ ગુમ છે અને તેમની શોધખોળ યુદ્ધસ્તરે ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઋષિકેશના AIIMSમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

નંદનગર વિસ્તારના ચાર ગામો – કુંત્રી લગા ફલી, કુંત્રી લગા સરપાની, સેરા અને ધુરમા – ભારે અસરગ્રસ્ત છે. આ સ્થળો દહેરાદૂનથી આશરે 260 કિલોમીટર અને ચમોલી જિલ્લાના ગોપેશ્વરથી 50 કિલોમીટર દૂર આવેલાં છે.

ગયા મહિના અંતથી આ વિસ્તારમાં સતત ભૂસ્ખલન અને ઘરોમાં તિરાડો જોવા મળી રહી હતી, જેના કારણે 64 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં SEOCની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વાદળફાટ અને કાટમાળના મોટા પ્રવાહને કારણે ચારેય ગામોમાં વ્યાપક નુકસાન થયું છે અને આ આપત્તિથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

 

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/feed/ 0
પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/ https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/#respond Mon, 08 Sep 2025 12:25:18 +0000 https://www.gujaratinside.com/?p=18762 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે. તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે....

The post પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે.

તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.

મેઘમહેર અને ડેમમાં પાણીની આવક વધતા અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. બોરીયા-મઠ જેકનપુરા રોડ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો માટે માર્ગ બંધ કરાયો છે અને હવે લોકો રાજગઢ તરફથી લાંબો વિકલ્પિક રસ્તો વાપરવા મજબૂર થયા છે. ધનેશ્વર અને નવાકુવા વિસ્તારના ક્રોસવે પર પણ પાણી ભરાઇને વાહનવ્યવહાર થંભી ગયો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બોરીયા અને મઠ જેકનપુરા પુલ પર બે ફૂટથી વધુ પાણી ફરી વળ્યા હોવાથી લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયાર છે.

 

The post પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/feed/ 0
રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/ https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/#respond Wed, 03 Sep 2025 06:58:44 +0000 https://www.gujaratinside.com/?p=18180 રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે...

The post રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે.

કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. દૌસા જિલ્લાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યો છે. અનેક લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

ભારે વરસાદના કારણે અનેક દુર્ઘટનાઓ પણ ઘટી છે. પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં મકાન ધરાશાયી થયું, પાલીમાં ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.

છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ દૌસા જિલ્લાના નાંગલ રાજાવાતાનમાં 53 મીમી અને રામગઢ પચવારામાં 50 મીમી નોંધાયો છે. ભરતપુર, નાગૌર, જયપુર, કરૌલી, અલવર, બારાં અને સવાઈ માધોપુરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો.

હવામાન વિભાગે આગાહી આપી છે કે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. નદીઓ, નાળાઓ અને ડેમમાં પાણીનું સ્તર વધવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

પ્રશાસને જનજાગૃતિ માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. નદીઓ અને બંધોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે, અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, અને રાહત-બચાવ ટીમો એલર્ટ પર છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાથી વીજળી અને વાહનવ્યવહાર પર પણ અસર પડી છે.

The post રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/feed/ 0
પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ https://www.gujaratinside.com/2025/09/03/punjab-floods-2025-reasons-damage-evacuation/ https://www.gujaratinside.com/2025/09/03/punjab-floods-2025-reasons-damage-evacuation/#respond Wed, 03 Sep 2025 04:48:08 +0000 https://www.gujaratinside.com/?p=18168 ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી...

The post પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો પ્રયાસ ચાલુ છે.

વડાપ્રધાનનો તાત્કાલિક સંવાદ
ચીનમાં યોજાયેલી SCO બેઠકમાંથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી અને પૂર પરિસ્થિતિની માહિતી મેળવી હતી.

પૂરની તબાહીનો વ્યાપ
પંજાબના 23માંથી 12 જિલ્લા ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયાની માહિતી મળી છે, જ્યારે 15 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અંદાજે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ખેતી પર પણ ભારે અસર થઈ છે—લગભગ 3 લાખ એકર જમીન પરના પાક જેમ કે ડાંગર, કપાસ અને મકાઈ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

રેકોર્ડબ્રેક વરસાદ અને રેડ એલર્ટ
હવામાન વિભાગે પંજાબમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેથી પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો થવાની સંભાવના ઓછી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માન પૂરના વિસ્તારોમાં પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે સ્વીકાર્યું કે કુદરતી આફત સામે સરકારના પ્રયત્નો મર્યાદિત રહે છે, પરંતુ પૂર સામે પૂરતી તૈયારીનો અભાવ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

છેલ્લાં 6 વર્ષમાં ત્રીજીવાર પૂર
પંજાબમાં છેલ્લા છ વર્ષમાં ત્રીજીવાર આવી પરિસ્થિતિ સર્જાઈ છે. 2023 અને 2019માં પણ રાજ્ય પૂરથી પ્રભાવિત થયું હતું, જેમાં હજારો હેક્ટર જમીન અને પાક નાશ પામ્યા હતા.

પૂર પાછળના 5 મોટા કારણો

  1. પૂર્વ તૈયારીનો અભાવ – દર વર્ષે યોજાતી પૂર તૈયારી બેઠક આ વર્ષે મોડે યોજાઈ, કારણ કે AAP સરકારે ચૂંટણી પર વધુ ધ્યાન આપ્યું.
  2. ડેમ મેનેજમેન્ટમાં વિલંબ – ભાખરા નાંગલ ડેમના પાણીના વહેણ મુદ્દે હરિયાણા અને રાજસ્થાન સાથે વિવાદ ચાલ્યો, જેના કારણે યોગ્ય તૈયારી થઈ શકી નહીં.
  3. ભારે વરસાદ અને હવામાન પરિવર્તન – રેકોર્ડબ્રેક વરસાદને કારણે નદીઓ ખતરનાક સ્તરે પહોંચી ગઈ.
  4. અતિરિક્ત પાણી છોડવું પડ્યું – ચોમાસામાં પર્વતોમાંથી વધારાનું પાણી આવતા ડેમમાંથી પાણી છોડવું પડ્યું.
  5. અસંગઠિત આપત્તિ વ્યવસ્થાપન – આપત્તિ વ્યવસ્થાપનમાં સંકલનની કમીને કારણે તાત્કાલિક પગલાં લેવામાં મોડું થયું.

પંજાબમાં આ તબાહી ફરીથી ચેતવણી આપે છે કે પૂર સામેની તૈયારી અને ડેમ મેનેજમેન્ટમાં સુધારો જરૂરી છે.

 

The post પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/punjab-floods-2025-reasons-damage-evacuation/feed/ 0
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ https://www.gujaratinside.com/2025/09/01/himachal-pradesh-heavy-rain-landslide-flood/ https://www.gujaratinside.com/2025/09/01/himachal-pradesh-heavy-rain-landslide-flood/#respond Mon, 01 Sep 2025 13:25:34 +0000 https://www.gujaratinside.com/?p=18003 હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના...

The post હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના ખનેટીના ચોલ ગામમાં અને જુબ્બલના ભૌલી ગામમાં વધુ બે લોકોના મૃત્યુ થયા. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત રકમ આપીને સમુદાય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.

શિમલામાં ઠેર-ઠેર રસ્તાઓ તૂટ્યા છે અને ભંગાર પાથરો પડી ગયા છે. ખલીની-ઝંઝીરી રોડ, રામનગર, મેહલી-શોઘી રોડ અને કાલકા-શિમલા રેલવે લાઇન પર પણ અવરોધ સર્જાયા છે. સોમવારે સવારે રાજ્યમાં 793 રસ્તાઓ, 2,174 વીજળી ટ્રાન્સફોર્મર અને 365 પાણી પુરવઠા યોજનાઓ બંધ રહી હતી. આ કારણે લોકોને પગપાળા મુસાફરી કરવી પડી રહી છે.

હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉના, બિલાસપુર, કાંગડા, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર છે, જ્યારે હમીરપુર, ચંબા, કુલ્લુ, મંડી, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભયંકર હવામાનને ધ્યાનમાં લઈને 11 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મોનસૂન દરમિયાન અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં 320 લોકોના મોત થયા છે, 379 લોકો ઘાયલ છે અને 40 લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલન, પૂર અને માર્ગ અકસ્માતના કારણે 4,569 મકાનો, 3,710 ગૌશાળાઓ અને 1,885 પાલતુ પ્રાણીઓનું નુકસાન થયું છે. કુલ્લુમાં ઓગસ્ટમાં 473 મીમી વરસાદ નોંધાયો છે, જે 2011ના રેકોર્ડ કરતાં નોંધપાત્ર છે. રાજ્યમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 72% વધુ વરસાદ પડ્યો છે.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્કૂએ રાજ્યમાં સતત વરસાદ અને નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા લોકોની સલામતીના સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સાવધાની રાખવા, નદીઓ અને નાળાઓના કિનારે ન જવા અને વહીવટી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 

The post હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/himachal-pradesh-heavy-rain-landslide-flood/feed/ 0
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/ https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/#respond Fri, 29 Aug 2025 05:21:38 +0000 https://www.gujaratinside.com/?p=17647 ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે.

માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. ઉપરાંત, બે લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું કે આ કુદરતી આફતથી અનેક મકાન અને ગૌશાળાઓને નુકસાન થયું છે. કાટમાળ અને કાદવ ઘરોમાં ઘુસી જતાં હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. આશરે 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલાં હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છે.

આભ ફાટ્યાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદને કારણે પ્રદેશમાં ભૌગોલિક અસુરક્ષિતતા વધી રહી છે, જેના કારણે પ્રજામાં ચિંતા વ્યાપી છે.

 

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા https://www.gujaratinside.com/2025/08/28/jammu-kashmir-heavy-rain-landslide-rescue/ https://www.gujaratinside.com/2025/08/28/jammu-kashmir-heavy-rain-landslide-rescue/#respond Thu, 28 Aug 2025 08:20:11 +0000 https://www.gujaratinside.com/?p=17581 જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની જાણ થઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હવામાનની અસરને પગલે અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત...

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની જાણ થઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.

હવામાનની અસરને પગલે અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કટરાથી ડોડા સુધી અનેક પુલ, વીજળીના થાંભલા અને મોબાઇલ ટાવર્સને નુકસાન પહોંચ્યું છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરની તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાએ બચાવ કામગીરી માટે છ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, જેમાં પાંચ Mi-17 અને એક ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી 38 સેનાના જવાન અને 10 બીએસએફ જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પઠાણકોટથી 46 નાગરિકોને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા, જ્યારે 750 કિલો રાહત સામગ્રી હવાઈ માર્ગે પહોંચાડવામાં આવી.

જમ્મુના અખનૂર, આરએસપુરા, સાંબા, નગરોટા, કોટ ભલવાલ, બિશ્નાહ, વિજયપુર, પુર્મંડલ, કઠુઆ, રિયાસી, રામબન, ડોડા, બિલાવર, કટરા, રામનગર, હીરાનગર, ગુલ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે. ખાસ કરીને જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો છે, જે 1973ના રેકોર્ડને તોડ્યો છે, જ્યારે ઉધમપુરમાં 629.4 મિમી વરસાદ નોંધાયો છે, જે 2019ના રેકોર્ડની સરખામણીમાં લગભગ બમણો છે.

NDRF, સ્થાનિક પોલીસ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દિવસ-રાત બચાવ કામગીરીમાં તત્પર છે. ભારતીય વાયુસેનાના C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા ફસાયેલા વિસ્તારોમાં પીવાનું પાણી અને ભોજનના પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.

 

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/jammu-kashmir-heavy-rain-landslide-rescue/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/ https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/#respond Tue, 26 Aug 2025 12:29:33 +0000 https://www.gujaratinside.com/?p=17373 જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે...

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

મંગળવારે અર્ધકુંવારી નજીક પણ ભૂસ્ખલન થયું છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દરબાર તરફ જઈ રહ્યા હતા. કાટમાળ અને મોટા પથ્થર રસ્તા પર ખસકી પડ્યા, જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલ ટ્રેક પર હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે NDRFની ટીમ પણ એલર્ટ મોડ પર છે. સ્થિતિ સામાન્ય થતાં યાત્રા ફરી શરૂ થશે.

 

સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ડોડા અને કિશ્તવાડમાં અનેક રોડ બંધ થઈ ગયા છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. રામબન વિસ્તારમાં પણ ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થયો છે. ભારે વરસાદ સાથે જમ્મુમાં તીવ્ર પવન ફૂંકી રહ્યો છે અને તાવી નદીમાં વધેલા પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. નદી કિનારાના ઘણા વિસ્તારોને ખાલી કરાવીને લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.

વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ માટે એલર્ટ જાહેર કર્યું છે. યાદગાર છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટતા 65 લોકોના મોત થયા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રામાં આવેલા શ્રદ્ધાળુઓની બસો, તંબુઓ અને દુકાનો પૂરથી ધોવાઈ ગઈ હતી.

 

 

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/feed/ 0
હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ https://www.gujaratinside.com/2025/08/26/himachal-heavy-rain-panchvaktar-mahadev-flood-alert/ https://www.gujaratinside.com/2025/08/26/himachal-heavy-rain-panchvaktar-mahadev-flood-alert/#respond Tue, 26 Aug 2025 12:14:39 +0000 https://www.gujaratinside.com/?p=17366 હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે...

The post હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે અને દર વર્ષે અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

ભારત હવામાન વિભાગ (IMD)એ મંડિ, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. પ્રશાસને લોકોને નદી-નાળા પાસે ન જવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા માટે કહ્યુ છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બે રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત લગભગ 795 રસ્તાઓ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીની પુરવઠા પણ ખોરવાયો છે, જેમાં 956 વીજ ટ્રાન્સફોર્મર અને 517 પીવાના પાણીની યોજનાઓ અસરગ્રસ્ત બની છે.

મંડિ, કાંગડા, ચંબા, બિલાસપુર અને કુલ્લુ જિલ્લાઓમાં જિલ્લા પ્રશાસકો દ્વારા ઘણી જગ્યાએ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે ચોમાસાની અસર હજુ વધવાની શક્યતા દર્શાવી છે, તેથી ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓ માટે લોકો સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.

 

The post હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/himachal-heavy-rain-panchvaktar-mahadev-flood-alert/feed/ 0