Donald Trump immigration policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/donald-trump-immigration-policy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 05:12:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Donald Trump immigration policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/donald-trump-immigration-policy/ 32 32 ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: H-1B વિઝા ફી હવે $100,000, ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર મોટો અસર https://www.gujaratinside.com/2025/09/20/donald-trump-h1b-visa-fee-hike-2025/ https://www.gujaratinside.com/2025/09/20/donald-trump-h1b-visa-fee-hike-2025/#respond Sat, 20 Sep 2025 09:00:03 +0000 https://www.gujaratinside.com/?p=19676 વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ મોટો નિર્ણય કર્યો છે જે હજારો ભારતીયો માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે હવે H-1B વિઝાની ફી વધારીને $100,000 (લગભગ ₹90 લાખ) કરવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં અમેરિકામાં નોકરી શોધતા ભારતીય પ્રોફેશનલ્સને અસર કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા...

The post ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: H-1B વિઝા ફી હવે $100,000, ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર મોટો અસર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ મોટો નિર્ણય કર્યો છે જે હજારો ભારતીયો માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે હવે H-1B વિઝાની ફી વધારીને $100,000 (લગભગ ₹90 લાખ) કરવામાં આવશે.

આ નિર્ણય ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં અમેરિકામાં નોકરી શોધતા ભારતીય પ્રોફેશનલ્સને અસર કરશે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા આ નવા પ્રસ્તાવ મુજબ, અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવા માટે હવે વધારે રકમ ચૂકવવી પડશે. ટ્રમ્પ લાંબા સમયથી “અમેરિકા ફર્સ્ટ” નીતિ અપનાવી રહ્યા છે અને તેમનું માનવું છે કે અમેરિકન નોકરીઓ પહેલા અમેરિકન નાગરિકોને જ જવી જોઈએ.

ઓવલ ઓફિસમાં જાહેરાત કરતી વખતે ટ્રમ્પે જણાવ્યું કે આ પગલું ખાતરી કરશે કે યુએસમાં ફક્ત ખૂબ જ કુશળ વર્કર્સ આવે. તેમણે ઉમેર્યું કે કંપનીઓએ વિદેશી વર્કર્સને નોકરી આપવા માટે મજબૂત કારણ બતાવવું પડશે અને ખાતરી કરવી પડશે કે તેઓની જગ્યા અમેરિકન વર્કર્સ ન લઈ શકે.

H-1B વિઝા એ યુએસનો સૌથી લોકપ્રિય નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા છે, જેના માધ્યમથી હજારો ભારતીયો દર વર્ષે અમેરિકા જાય છે. પહેલા આ વિઝાની કિંમત લગભગ ₹6.1 લાખ હતી, જે હવે વધારીને લગભગ ₹9 લાખ કરવામાં આવી છે.

વ્હાઇટ હાઉસ અનુસાર, આ નવા નિયમો અમેરિકન કામદારોનું રક્ષણ કરશે અને કંપનીઓને વધુ કુશળ કર્મચારીઓને યુએસમાં લાવવાનો વિકલ્પ આપશે.

 

The post ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: H-1B વિઝા ફી હવે $100,000, ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર મોટો અસર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/donald-trump-h1b-visa-fee-hike-2025/feed/ 0